________________
૧૬૪]
[ શારદા શિરોમણિ ગુણથી ખીલવી દે. અરે ! અનંતકાળમાં ભમતા આત્માના ગુણેને ખીલવવાની તાકાત ધરાવતી અનંત વસંતઋતુઓ આપણા જીવનમાં આવીને ગઈ હશે પણ એ વસંતઋતુએની કઈ અસર આપણુ આત્મા પર થઈ નથી.
આપણો આત્મા ભગવાનના સમોસરણમાં પણ ગયે હશે. વસંતઋતુ કરતાં પણ અધિક ભગવાનની દિવ્યદેશના સાંભળી હશે, છતાં આત્મા પર તેની અસર થઈ નથી. એટલે આત્મા હજુ રખડી રહ્યો છે. કેવા કેવા શુષ્ક આત્માઓ આ વસંતના આગમને ખીલી ઉઠ્યા છે. રહણીયા ચોરે અનિચ્છાએ પ્રભુના વચન સાંભળ્યા અને તે ખીલી ઉઠડ્યો. દષ્ટિવિષ ચંડકૌશિક પિતાની દષ્ટિના ઝેરથી જેને મારી નાખનારે, અરે ! ખુદ ભગવાન મહાવીરને પણ મારવા તૈયાર થયેલે એ સર્ષ વીરપ્રભુના માત્ર “બૂછે ...બૂઝ!” એ બે શબ્દોએ આત્માની રોનક બદલાવી દીધી. એક જ વખત પ્રભુ વિરની અમીધારાએ કાકંદીના ધન્નાને કે ખીલવી દીધે ! અનાથી મુનિએ માત્ર સંયમી જીવન લેવાને સંકલ્પ કર્યો અને એ સંકઃપે તેમને દ્રવ્યથી નિરોગી અને ભાવથી પણ નિરોગી બનાવી દીધા. પાપી પરદેશી રાજા કેશવામીના સંગથી પવિત્ર બની ગયા. અર્જુન માળી ભગવાનને પામીને પાપીમાંથી પરમાત્મા બન્ય. આવા શુષ્ક આત્માઓ આ વસંતને પામીને ખીલી ઉઠયા. આપણે તો એવા પાપી નથી, છતાં હજુ એવા ને એવા રહી ગયા. અહીં એ વિચાર થાય છે કે આપણામાં શી ખામી છે કે એ આત્માને ખીલવા દેતી નથી.
વસંતઋતુને તો કેઈના પ્રત્યે પક્ષપાત નથી. એ તો નાના છોડવામાં ય તાજગી ભરે છે અને મોટા મોટા વૃક્ષને પણ લીલાછમ બનાવે છે. છતાં કેઈક વૃક્ષ એવું હોય છે કે જેની બખોલમાં ધીમા તાપે આગ બન્યા કરતી હોય છે. એ વૃક્ષ વસંતઋતુમાં પણ ઠુંઠા જેવું રહે છે. એના નસીબમાં ખીલવાનું નથી તેમ જે આત્મવૃક્ષના કેટરમાં ધીમી ધીમી ઈર્ષ્યા અને ક્રોધની આગ ભભૂકતી રહે છે, તેનું જીવન વસંત જેવા નિમિત્ત મળવા છતાં ખીલ્યા વિના કરમાઈ જાય છે. પછી ભલે ને હજારો વસંત આવીને જતી રહે. એ કષાય તથા નોકષાયની આગ જે ઉપશમરસના પાણીથી ઠરી જાય તે શુભ સંયોગોની વસંત એના પર પ્રભાવ પાડ્યા વિના રહેતી નથી. વસંતઋતુને જેવા છતાં જે આત્માઓ શુષ્ક, નિરસ અને ક્રોધાદિ જવાળામુખીથી બળતા રહેતા હોય તેમના પર વસંતઋતુ પિતાનો પ્રભાવ પાડી શકતી નથી. આપણા શાસનપતિ તીર્થકર પ્રભુ મહાવીર સ્વામી વિચરતા હતા, છતાં દુર્ભાગી આત્માઓ કાલસૂરી કસાઈ, કપીલાદાસી, મમણ શેઠ એવા ને એવા શુષ્ક રહ્યા. અરે આપણે આત્મા પણ કેટલીય વાર તીર્થકર ભગવાનનું સાનિધ્ય પામ્યા હશે પણ એ સાનિધ્યને સફળ બનાવી શકયો નથી.
જ્યારે બીજી બાજુ ઘર હત્યા કરનારા ભગવાનના સાનિધ્યને પામી અલ્પ સમયમાં જગતના વંદનીય, પૂજનીય બની ગયા. કંઈક ભારેકમી આત્માઓ ભગવાન જેવા વસંતનના સાનિધ્યને પામીને પણ બિચારા સૂકાભઠ વૃક્ષ જેવા રહી ગયા. ચંડકૌશિક કરતા વધારે દયાપાત્ર તે જમાલી હતા. ધનવાન મમ્મણ શેઠ કરતા વધારે નસીબદાર