________________
૧૫૮ ]
[ શારદા શિરેમણિ થઈ શકે? જયાં સંદેહ કરવાનું છે ત્યાં સંદેહ વગરના છો અને ત્યાં સંદેહ નથી કરવાને ત્યાં સંદેહ કરે છે. આત્માના વિકાસના જે પગથીયા છે ત્યાં સંદેહ છે. સંસારના કાર્યોમાં સંદેહ રાખવાનું છે ત્યાં સંદેહ નથી રાખતા. ત્યાં શ્રદ્ધા રાખો છે. કેટલી અવળી દોટ છે ! અમદાવાદ જવું છે ને દિલ્હીની ગાડીમાં બેસો તે અમદાવાદ કયાંથી આવે ? સંસારમાં ડગલે ને પગલે આશ્રવ છે. પાપની ક્રિયા છે. કર્મબંધનના કારણ છે, ત્યાં સંદેહ નથી થતા, ત્યાં શ્રદ્ધા રાખો છો. જ્યાં અનંત કર્મોની ભેખડો તૂટી જાય અને અનંતી નિર્જરા થાય છે ત્યાં સંદેહ રાખે છે. પછી ભવના ભુકકા કયાંથી થાય ? હવે જે ભવની ભીતિ લાગી હોય તે આ મંગલકારી દિવસો આવી રહ્યા છે. સાધનામાં, આરાધનામાં મૂકી જાવ.
આ જીવની દશા કેવી છે? ધર્મ સાધના કરે, તપત્યાગ કરે પણ એમાં શ્રદ્ધાથી એકમેક નથી થતાં. આ માટે જ્ઞાનીએ કહ્યું છે કે “મળે નહિ પણ ભળે ” ભળશો તે ભવના ભુકકા. જયાં સંદેહનું સ્થાન છે ત્યાં શ્રદ્ધા રાખો છે અને જ્યાં શ્રદ્ધાનું સ્થાન છે ત્યાં સંદેહ રાખો છે. તે પછી ધર્મ સાધનામાં ભળશો કેવી રીતે ? એ તે મળવા જેવું થાય છે. એક ન્યાયથી સમજીએ. તમારી સામે કાચના બે ગ્લાસ મૂક્યા. એક ગ્લાસમાં દૂધ છે અને એક ગ્લાસમાં પાણી છે. દૂધના એલાસમાં કેઈએ આવીને સાકરનો ગાંગડો નાંખ્યું અને પાણીના ગ્લાસમાં સાકરના ટુકડા જેવો સફેદ પથ્થરને ટુકડો નાંખે. આ બે ગ્લાસ તમારી સામે પડયા છે. અડધા કલાક પછી બંને ગ્લાસમાં તપાસ કરી. બંને કલાસમાં નાંખેલા ટુકડાને બહાર કાઢવા ગયા તે દૂધમાં સાકરનો ગાંગડો નાખ્યો છે તે બહાર ન નીકળે. દૂધમાં કયાંય દેખાતો નથી. પાણીના ગ્લાસમાં હાથ નાંખે તો પથ્થરને ટુકડો જડ્યો. બંને ગ્લાસમાં પ્રવાહી હતું. સાકરનો ગાંગડો દૂધમાં નાખ્યો તે ઓગળી ગયે. કદાચ તે પાણીમાં નાંખે છે તે પણ ઓગળી જાત. સાકરને ગાંગડો દૂધમાં ભળી ગયે, દૂધના કણકણમાં સાકર ભળી ગઈ. તે દૂધ પીવે તે કેટલું મીઠું મધુર લાગે! પથ્થરને ટુકડો પાણીમાં પડ્યો. પાણીને મળ્યા, પલ પણ તેમાં ભળે નહિ. એટલે એને એવો રહ્યો. સાકર દૂધને મળવા નહિ પણ ભળવા ગઈ. તે એવી ભળી ગઈ કે તેને કોઈ દૂધથી અલગ કરવા માંગે તે પણ થઈ શકે નહિ. મળવામાં અંતર ઉભું રહે જ્યારે ભળી જવામાં એકમેક થઈ જવાય. ત્યાં અંતર ઉભું ન રહે,
મળવું છે કે ભળવું છે?: આ ન્યાયથી સાધક આત્માને સમજવાનું છે. તમે સામાયિક પ્રતિક્રમણ કરે, પૌષધ કરે, માળા ગણે. આ બધી સાધના કરો કે તેમાં મળે નહિ પણ ભળે. વ્યાખ્યાન સાંભળવા આવ્યા તે બે ઘડી માટે પણ સંસાર છૂટે છે? ઘરબાર વેપાર બધું ભૂલે છે? જે ભૂલાતું ન હોય તે સમજવું કે તમે અમને મળવા આવ્યા છે પણ ભળવા આવ્યા નથી. ધર્મક્રિયાઓમાં ભળવાનું છે જે તેમાં ભળશો નહિ ને મળશો તે અંતર ઉભું રહેશે. સાધનાના જીવનની મસ્તીને જોઈએ તે અનુભવ નહિ થાય, જ્યારે મળ્યા પછી જે ભળી જશો તો સાધનાની સાથે એકમેક