________________
શારદા શિામણિ ]
[ ૧૪૧
ભાઈ તલવાર મારીને ચાલ્યે ગયા છે. તેની પીડા છે ને મનમાં ભાઈ પ્રત્યે વેર છે. આવા સમયે સતી મયણુહાએ સાચી પત્ની બનીને પર્તિને સાચુ' સમજાવ્યુ. ભાઈ પ્રત્યેથી વૈરભાવ દૂર કરાયૈા. ક્રોધની આગ શાંત કરી અને સમતાના સરોવરમાં સ્નાન કરતા કર્યાં. જો આ પત્ની ન મળી હોત તેા યુગમાડુ દુર્ગતિમાં ચાહ્યા જાત પણ સાચી પત્નીના પ્રભાવે નરક અટકી ગઈ અને દેવલાકમાં ચાલ્યા ગયા. આવી પત્ની પતિને પાપ કરતાં રોકે છે. બધેથી છૂટી શકાય છે પણ કના બંધનમાંથી છૂટી શકાતું નથી. એક નાના કુટુંબમાં શેઠ શેઠાણી, દીકરા અને પુત્રવધૂ આ ચાર આનંદથી રહેતા હતા. તે અતિ સુખી નહિ ને ગરીબ નહિ એવી મધ્યમ સ્થિતિવાળા હતાં. શેઠ શેઠાણી સવારમાં એટલે એસીને દાતણ કરતા હતા. તે સમયે પેાલીસની એક જીપ આવી. પેાતાના આંગણામાં આવીને ઉભી રહી એટલે શેઠ શેઠાણી ગભરાયાં. એકદમ સ્તબ્ધ થઈ ગયા. એક સેકંડ તા મનમાં થયું કે અમારો આટલે માટા મહાલ્લા છે તેા ખીજા કોઈના ઘેર આવી હશે. મનમાં ફફડાટ થાય છે. શેઠ શેઠાણી હજુ વિચાર કરતા હતા ત્યાં તે જીપમાંથી એ પેાલીસ ઉતરી. અને તેમના ઘરમાં દાખલ થઈ. શેઠ શેઠાણી ખૂબ ગભરાયાં ને મૂંઝાઈ ગયા. આ સમયે દાતણ પુરુ' કરવા રહે કે ઉભા થઈ જાવ ? ( શ્રોતામાંથી અવાજ-હોશકોશ ઉડી જાય ) માબાપ ઉભા થઈ ગયા. જે પેાલીસ ઘરમાં આવી છે એના હાથમાં એક કાગળ હતા. શેઠના દીકરાની ધરપકડનું વારટ હતુ`. વાર'ટ લઈને શેઠના દીકરાની ધરપકડ કરવા માટે આવ્યા હતા. એક પેાલીસે શેઠના દીકરાને પકડયો અને બીજા પોલીસે તેના હાથમાં હાથકડી પહેરાવી દીધી. માતાપિતા પૂછે છે–એકાએક કેમ મારા દીકરાને પકડયો ? અને બેડી પહેરાવી. મારા દીકરાએ શુંઝુનેા કર્યાં છે ? પણ તેમની વાત કાણુ સાંભળે ? પોલીસે તે કાંઈ માલ્યા નહિ અને એને પકડીને જીપમાં બેસાડીને રવાના થઈ ગયા. મા-બાપ બહુ રડવા લાગ્યા. માથા પછાડે છે. દીકરાની વહુ પણ ચેાધાર આંસુએ રડે છે. તેમને સમજાતુ' નથી કે મારા દીકરાએ શુ' ગુના કર્યાં? કે તેને પકડીને લઈ ગયા. માબાપ, પુત્રવધૂ બધા રડતા રહ્યા. પેાલીસે આ છેકરાને લઈ જઈ ને કે માં ઉભે રાખ્યા. એક બાજુ સરકાર તરફના વકીલ હતા અને બીજી બાજુ છેાકરા તરફ ના વકીલ રાકચા.
ગફલતમાં ગુના અને કબૂલાતમાં કબૂલ નહિ: છેક કોર્ટમાં ઉભા છે. વકીલાએ તરત છેાકરાને પૂછ્યું – એલ ભાઈ ! તે દાણચારીના ગુના કર્યાં છે? છેકરા કહે મેં ક્રાણુચારી કરી નથી. એણે તેા ગુનાના ઈન્કાર કરી દીધા. મે' ગુના કર્યાં નથી તે પછી સજા શેની ? પણ એમ માની જાય તા સરકાર શાની! છેવટે ગુનાની કબૂલાત કરાવવા માટે સરકાર પક્ષના વકીલે જજ પાસે રીમાન્ડ માંગી, ન્યાયાધીશે ૮ દિવસ રીમાન્ડ પર મૂકવાની મંજુરી આપી. તેને જેલમાં લઈ ગયા. જે કોઇ દિવસ રીમાન્ડમાં ગયા નથી. તેને શુ બ્બર પડે કે રીમાન્ડ પર ગયેલા જીવાની દશા કેવી કરૂણ અને ભયંકર હાય છે. એ તેા જેને રીમાન્ડ પર લીધા હાય છે એને જ એની ભય'કરતાના ખ્યાલ આવે