________________
શારદા શિરમણિ ]
[ ૧૫૩ દિવસ શેઠાણી કહે – શેઠ! મારી એક વાત સાંભળશો? શેઠ કહે – હું સમજી ગયો કે તું મને ઉપાશ્રયે લઈ જવાની વાત કરવાની છે. તારો રેજને કકળાટ છે. તારે મને ઉપાશ્રયે લઈ જવે છે. હું ઉપાશ્રયે આવું પણ મારી એક વાત સાંભળીશ? શેઠાણ કહે-આપ મને કલબમાં લઈ જવાના છો. એ જ કહેવું છે ને? ભલે હું આવીશ પણ પહેલા તમારે મારે ત્યાં, પછી તમારે ત્યાં આવીશ. શેઠ કહે હું આવીશ તો ખરો પણ છેલ્લો બેસીશ, બધા કહેશે શેઠ ! આગળ આવે. તેમને મારી પાસે ખીસું ખંખેરવું હોય એટલે આગળ લાવે પણ તું મને ના કહીશ. ભલે. આપને જ્યાં ગમે ત્યાં બેસો.
બીજે દિવસે શેઠાણી શેઠને ઉપાશ્રયે લઈ ગયા. ઉપાશ્રય ભરચક ભર્યો છે. બધાની નજર શેઠ પર ગઈ. સંતના મનમાં થયું કે કેઈ નવો માણસ આવ્યો છે. શેઠ છેલ્લે બેઠા. સંતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરૂષાર્થ ઉપર સુંદર સમજાવ્યું. કામશત્ર માનવીને ૨૪ કલાક પડતો નથી. તે કેઠામાં પેઠે. તેની ઈચ્છા પૂરી થાય એટલે પતી જાય પણ અર્થ શત્રુ તો એ છે કે તે જીવને એક સેકંડ પણ છોડતો નથી. અર્થ શત્રુ ખૂબ ખરાબ છે. તે અનેક અનર્થ કરાવે છે. પૈસા વધે એટલે જીવનમાં વ્યસનો વધે. સંતે તે આ વિષય પર ખૂબ ઝપાટો લગાડે. આ બધું શેઠને તો બધું હદયમાં ઉતરવા લાગ્યું, ને મનમાં થયું કે મેં મોટી ભૂલ કરી છે. હું આટલા દિવસ નથી આવ્યો તેમાં મેં ઘણું ગુમાવ્યું છે. ખરેખર! દુનિયામાં મારું કેઈ નથી. શેઠના માટે એક વ્યાખ્યાન બસ થઈ ગયું અને તમે કેટલા વ્યાખ્યાન સાંભળ્યા ?
વ્યાખ્યાન પૂરું થયું. શેઠાણીએ જોયું કે શેઠના મુખની રેખા બદલાઈ ગઈ લાગે છે. તે કહે-રસ્તામાં હોસ્પિતાલ આવે છે તો આપણું સગા માંદા છે તેમની ખબર લેતા જઈએ. આ હોસ્પિતાલ કેન્સરની હતી. કેઈને દાંતના કેન્સર, કેઈને ગળાના, કેઈને જીભના કેન્સર થયા છે. એ દર્દમાં પીડાતા બધાને જોયા. શેઠાણી કહે છે આ ભાઈ દારૂ પીતો હતો એટલે એને ગળાનું કેન્સર થયું, જે પરસ્ત્રીગમન કરે, જુગાર રમે, તેમને આવા દુઃખો ભેગવવા પડે છે. એકેક પાપના ફળ કેવા ભયંકર ભોગવવા પડે છે? આ જોઈ ને શેઠની આંખમાં તે આંસુની ધાર વહેવા લાગી. જે કઈ દિવસ ઉપાશ્રય આવતા ન હતા તે એક દિવસ આવ્યા, સંતનું વ્યાખ્યાન સાંભળ્યું, કર્મનાં ફળ ભગવતા દદીઓ જોયા. ઘેર પહોંચતાં સુધીમાં તો શેઠ એકદમ પીગળી ગયા. શેઠનું પરિવર્તન થઈ ગયું. શેઠે નિર્ણય કર્યો કે હવે મારે કર્માદાનના વેપાર કરવા નહિ. શેઠ શેઠાણના પગમાં પડીને કહે છે ખરેખર તું મારો ગુરૂ છે. આનું નામ અર્ધાગના. પતિના સુખે સુખી અને દુઃખે દુઃખી રહે. તેમને ધર્મ પમાડવો હોય તો પ્રેમથી પમાડાય પણું સત્તાથી નહિ. શિવાનંદા ખૂબ ગંભીર ગુણીયલ હતી. પતિની પાછળ અનુસરનારી હતી. તેનું જીવન ખૂબ આદર્શ હતું. વધુ અવસરે.
ચરિત્ર : ગુરૂફળમાં મેળવેલું જ્ઞાન : પુણ્યસાર ગુરૂકૂળમાં ભણે છે. ગુરૂની ખૂબ સેવા કરે છે. ગુરૂએ પહેલો પાઠ ભણાવ્યો સ્વાશ્રયને. ગુરૂ કહે હે શિષ્યો! સ્વાવલંબી