________________
શારદા શિશમણિ ]
[ ૧૫૧ કેને કેને પાર કરી રે બેલો, કેને કાજે ખુવાર થવું રે બોલે, સ્નેહી સંબંધી, કંચનકાયા. પદવી પ્રતિષ્ઠા મિલકત માયા...કેને
મહાપુરૂષ કહે છે હે ચેતન ! સમજ. જે ઘડીપળ જાય છે તે પાછી નહિ આવે. જીવનની અંતિમ ઘડી હોય ત્યારે ડોકટરોને બોલાવે. ૫૦૦ વિઝિટના દઈ દો અને કહો કે મારા પુત્રને બચાવી દે, ત્યારે ડોકટર પણ કહી દેશે કે હવે મારું પણ ચાલે તેમ નથી. મરવાના ભય કરતાં એ ભય રાખે કે મારે મરવું છે એવું કે ફરીને જન્મવું ન પડે. મૃત્યુના ભય કરતાં એ ભય રાખો કે હવે મારે દુર્ગતિ તો જોઈતી નથી. સદ્ગતિ થાય તે જોઈ એ છે. આ માયાને કીચડ, પૈસાને રાગ અને મેહ જીવને બહાર નીકળવા દેતા નથી.
લોભી અને દંભીની ખેતી ભાવનાઃ એક શેઠ દુકાનેથી ઘેર જમવા આવ્યા. એ સમયે દુકાને તાર આવ્યો. નોકર તાર લઈને શેઠના ઘેર આવ્યા. શેઠના હાથમાં તારા આપે. નોકર તો આશાભેર ઉભે રહ્યો. જે સારા સમાચાર હશે તો વધુ નહિ પણ પાંચ રૂપિયા તો આપશે. શેઠે તાર ફેડીને વાં. વાંચ્યા પછી શેઠાણીને કહે છે કે ઉનું પાણી મૂકજે. નેકર તે બિચારે ગભરાઈ ગયો. તેને થયું કે કેઈકના મૃત્યુના સમાચાર આવ્યા લાગે છે. શેઠ મને પાંચ રૂપિયા તે નહિ આપે પણ લાગ આવશે તે મને ધમધમાવશે. બક્ષિસને બદલે બે ચાર ગાળો મળશે. જવા દે જલ્દી નોકર તે બારા ગણી ગયો. નેકર તે સમજીને ઘર બહાર નીકળી ગયું પછી શેઠે કહ્યું કે શેઠાણી ! એ ઉના પાણીમાં દૂધ, સાકર, એલચી બધું નાંખજે. આ સાંભળી શેઠાણું ચમક્યા. શેઠ આમ કેમ કહે છે? પૂછે છે, શેને તાર છે? આપણે દીકરે અમેરીકામાં ભણે છે તે પરીક્ષામાં ફર્સ્ટ કલાસ પાસ થયો છે. આશાભેર આવેલા નોકરને બે પાંચ રૂપિયા આપવા પડે તે માટે કહ્યું-ઉનું પાણી મૂકો. ભલા, તમે આવા દંભી તે નથી ને ! કે સરસ તાર આવ્યું છે ! આ સમાચાર વાંચતા રોમરોમમાં શેઠને આનંદ થયો હતો, પણ પાંચ રૂપિયા આપવા પડે તે માટે આનંદ, હર્ષને દબાવી દીધે. લેભી માણસ ન કરે એટલું ઓછું. આવા આત્માઓનું સ્થાન સગતિમાં ન હોય. આટલે દંભ કરનારાને એ ખબર નથી કે આવું કરવા જતાં કદાચ ચાનો કપ બચી જરો પણ મહાકિંમતી આત્મા વેચાઈ જતો હોય છે. જે શેઠાણી સારા હોત તો ગાડું ચીલે ચડત, પણ અહીં તો બંને સરખા છે. આવા આત્માઓની ગતિ ક્યાંથી સુધરે? પુણ્યદય હોય ત્યારે સદ્દગુણી પત્ની મળે. ભલે રૂપમાં ન હોય પણ ધમક અને સદ્ગુણી હોય, તેને અમે સુરૂપ કહીએ છીએ. સદ્દગુણી, સ્વમાં સ્થિર થયેલા અને આત્મ-મસ્તીમાં ઝુલતા હોય તેવા આત્માએ દુર્ગતિમાં ન જાય. મનુષ્ય ગતિ મળી પણ ઑછોમાં અને કસાઈને ઘેર જન્મ થયો તો આવા જન્મથી મનુષ્યગતિને દુર્ગતિ કહી છે અને કર્મભૂમિમાં આર્યદેશ, આર્યકુળમાં જન્મ થાય કે જ્યાંથી સાધના કરીને સિદ્ધિ મેળવી શકાય એવી મનુષ્યગતિને સુગતિ કહી છે. દેવમાં પણ ઈદ્ર આદિની પદવી પામે છે. તે અપેક્ષાએ સુગતિ કહી