________________
૧૫૪ ]
[ શારદા શિરેમણિ જીવન જી. પિતાનું કામ કરતાં પિતાને આનંદ આવ જઈએ. શિષ્યો ગુરૂ આજ્ઞાનું પાલન કરતા. બધું કામ જાતે કરતા. રોજ સવારે ઉઠીને ગુરૂને પગે લાગતા. ગુરૂએ બીજો પાઠ શીખવાડે જીવદયાને. આપણાથી કોઈ પણ જીવની હિંસા ન થાય. હિંસા કરવાથી પાપ લાગે. પુણ્યસાર ખૂબ વિનય વિવેકપૂર્વક જ્ઞાન ભણે છે. વિનયવિવેકપૂર્વક જ્ઞાન લીધું હોય તો તે ટકે છે. પુણ્યસારની બુદ્ધિ ખૂબ તીક્ષ્ણ છે. ગુરૂ એક વાર પાઠ આપે તે તેને તરત યાદ રહી જાય. થોડા સમયમાં તે તે ખૂબ કુશળ અને હોંશિયાર બની ગયો. ગુરૂએ ત્રીજે પાઠ શીખવાડ્યો સાદાઈનો! હે શિષ્યો ! આ દેહને બહુ શણગારશે નહિ. આ દેહ તે અંતે બળીને ખાખ થઈ જવાને છે. માટે દેહને સાદાઈથી શણગારો. તમારા જીવનને સાદું બનાવજે. ચૂંથો પાઠ કરાવ્યો ચારિત્રને. જીવનમાં બધું જાય તો જવા દેજે પણ ચારિત્રને જવા દેશો નહિ. ચારિત્ર વિનાનું જીવન સઢ વિનાના વહાણ જેવું છે. વિષય-વિકારોને પવન ફૂંકાય અને ચારિત્ર રૂપી સઢ સલામત ન હોય તે જીવન નાવ ભાંગીને ભૂક્કો થઈ જાય.
પુણ્યસાર ગુરૂને સંપૂર્ણ અર્પણ થઈ ગયું. તેમની ભક્તિ કરે, તેમનું કામકાજ કરે. ગુરૂનું મન તેણે ખૂબ જીતી લીધું. ગુરૂને કાંઈક કામ માટે બહાર જવું હોય તે આ પુણ્યસારને બધું કામ સંપીને જાય. તે બધા વિદ્યાર્થીઓને ભણાવે. પુણ્યસાર વ્યાકરણ, ન્યાય, તર્કશાસ્ત્ર બધામાં પારંગત થયો. તેનામાં વિનય વિવેક ખૂબ હતા તેનાથી જે મોટા વિદ્યાર્થી ઓ હોય તેમનું પણ સન્માન કરે. તેમના પણ કામ કરે. સાહિત્ય અને સંગીતની કળા પણ હસ્તગત કરી લીધી. ગુરૂ અભ્યાસની કસોટી કરે તેમાં પણ પહેલે નંબર આવે. બધા તેની ખૂબ પ્રશંસા કરે છે તે પણ તે જરાય અભિમાન ન કરે. સદા નમ્ર રહે.
તે નગરી માહે રત્નસાર શેઠ, રત્નમંજરી તસ નાર,
તેહની કુખેથી ઉપરની પુત્રી, રત્નસુંદરી સુખકાર...રે.... આ ગોપાલપુર નગરમાં રત્નસાર નામે શેઠ હતા. રત્નમંજરી શેઠાણી હતાં. તેમને રત્નસુંદરી નામની કન્યા હતી. તેનું રૂપ અથાગ હતું. કોયલ જે કંઠ હતે. ગર્ભ શ્રીમંત શેઠની દીકરી છે. તેને સંગીત કળાને ખૂબ શોખ. તે રોજ ગુરૂકુળમાં સંગીત શીખવા આવે. તેને રૂપનું, ધનનું અને પિતાની કંઠકળાનું ખૂબ અભિમાન હતું. વાતવાતમાં વિદ્યાર્થીઓને ઉતારી પાડે. બોલવામાં જરાય વિવેક ન રાખે. પુણ્યસારની વારેઘડીએ ઠેકડી કરે અને એને જ્ઞાનની મશ્કરી કરે. પુયસાર તે ખૂબ સીધે, સરળ અને નમ્ર છે. આ બંને સંગીત શીખે. ગુરૂ પુણ્યસારને માન આપે તે તેનાથી સહન ન થાય. હું આવી સરસ અને હોંશિયાર છતાં ગુરૂ તે છોકરાને માન આપે ને મને કંઈ નહિ, તેનામાં માને ઘણું તેથી માને કે મારું વર્ચસ્વ તે હોવું જોઈએ. તે ખટપટ કર્યા કરે. પુયસાર તો કઈમાં માથું ન મારે. છતાં આ રત્નસુંદરી તેને નીચે પાડવા માટે કેવા પ્રયત્ન કરશે ને શું બનશે તે અવસરે.