________________
૧૫૦ |
[ શારદા શિરમણિ આપીશ ને? આ સાંભળીને પૈસો હસી પડ્યો. તને ભાન નથી કે તું મને પૂછે છે? તારા બાપદાદાઓ મૂકીને ગયા ને તારે મૂકીને જવાનું છે. હું કોઈની શરમ ધરું એ નથી. કેઈની લાંચમાં ફસાઉં તેમ નથી. હું તારી સાથે આવવાને નથી. તે મને પૂછયું તે હું ખુલ્લા શબ્દોમાં કહી દઉં કે, તને બાળવા લાકડા લાવવા પડશે તે માટે તેને મદદ કરીશ. તે લાકડાથી બધા તને બાળી મૂકશે. આ સાંભળીને શેઠ - ગભરાયા. અહ તને આટલી સાચવી, તને સાચવવા ચાવી સાથે લઈને ફર્યો, રોજ તને ગણગણ કરી, ઉપરથી તું એમ કહે છે કે તને બાળવા માટે જે લાકડા જોઈશે તે લાવવામાં હું મદદ કરીશ. ખેર, હવે લક્ષ્મીને મેહ રાખવા જેવું નથી.
આ ભાઈને વિચાર થયો કે લક્ષ્મીએ તે મને સાફ ના પાડી દીધી કે હું તારી સાથે આવવાની નથી. તે હવે હું મારી પત્ની પાસે જાઉં. તે તો મારી અર્ધાગના કહેવાય. પત્નીને કહે છે તારા માટે તો મેં આ સંસારમાં બધા નાટક કર્યા. હીરા, માણેક, મેતી, મીના, સેના, ચાંદીના દાગીનાથી તને શણગારી. તારી પાછળ ગાંડે બને. હવે હુ અહીંથી જઈશ ત્યારે મારી સાથે આવીશ ને? પત્ની કાંઈ બોલી નહિ. તે મૌન રહી. પતિ કહે–તારા મનમાં જે હોય તે કહે. પત્ની કહે–આ સંસારમાં અનેકવાર આવા સગપણ કર્યા, ને મૂક્યા. તમે બધાને મરતા તે જુઓ છે ને? તમે મને પૂછે છે તે હું કહું છું કે તમે અહીંથી જશે ત્યારે હું શેરીના નાકા સુધી વળાવવા આવીશ. શમશાન સુધી નહિ આવું. અરે, ચેતર સુધી પણ આવવાની નથી. ભાઈને થયું કે પત્ની પણું સાથે આવવાની ના પાડે છે. લક્ષમીએ ના પાડી, પત્નીએ ના પાડી. તે હવે મારા દીકરાને પૂછી જોઉં, દીકરો તે મારો છે ને ! દીકરાને પૂછયું. હે દીકરા ! તારા માટે સાચુંખોટું કરી, અધર્મ, અન્યાય, અનીતિ કરી માલમિલ્કત ભેગી કરી. એ મેળવતાં કેટલાં પાપ બાંધ્યાં? તારા માટે મેં પ૦ લાખ રૂપિયા ભેગા કર્યા. બીજી સ્થાવર જંગમ મિલકત થઈને એક ક્રોડ રૂપિયાની થાય. એ બધું ભેગું કરવામાં મેં મારી કાયા નિચાવી નાંખી. લક્ષ્મી, પત્ની તે કઈ મારું સગું થયું નહિ; મને સાથ સહકાર આપવાની ના પાડી. તે તું તે મારે સાથીદાર થઈશ ને? પરલેકમાં પ્રયાણ કરતી વખતે મને સહાયક બનીશ ને ! દીકરે કહે પિતાજી! આપ જાણે છે કે કેઈ કેઈની સાથે ગાયું નથી ને જવાનું નથી. આપ મરી જશે ત્યારે કદાચ હું ગામમાં હાજર નહિ હોઉં તો તાર, કોલ કરીને મને બહારગામથી તેડાવશો. મારું મોટામાં મોટું કામ આપને અગ્નિદાહ આપવાનું. ભાઈને સમજાઈ ગયું કે હું બધાને મારા મારા માનું છું પણ આ દુનિયામાં મારું કેઈ નથી. ભગવંત બેલ્યા છે.
माया पिया न्हुसा भाया, भज्जा पुत्ता य ओरसा । નાઈ તે મમ તાળ, સુતરા નg ઉ. અ. ૬. ગા. ૩
સ્વકૃત કર્મોથી દુઃખી થતા જીવની રક્ષા કરવાને માટે માતાપિતા, પુત્રવધૂ, ભાઈ, પત્ની અને પુત્ર કેઈ સમર્થ નથી. અર્થાત્ કઈ પણ તેને દુઃખથી છોડાવી શકતું નથી. કે શરણભૂત બનતું નથી.