________________
૧૪૬]
[ શારદા શિરેમણિ ગુણસંપન્ન નથી તે કાળસૂરિ કસાઈ. આ આનંદ ગાથાપતિ અને શિવાનંદા બંનેમાં રૂપ અને ગુણ બને છે. વધુ અવસરે
ચરિત્ર : પુસાર બધા પુણ્યના નિશાન લઈને આવ્યા છે. તેની કાલી કાલી ભાષા બધાને ખૂબ ગમે છે. આમ કરતાં સાત વર્ષનો થતાં તે સંસ્કારના શણગારથી શોભી ઉઠયો. પિતાની સાથે દુકાને જાય. રસ્તે જતા આવતા લોકોને જુવે. ત્યાંથી કઈ સાધુ સંત નીકળે તો ઉભા થઈને વિનયથી વંદન કરે. પુથુસાર એટલું બધું પુણ્ય લઈને આવ્યો છે કે નગરજને તેને દેખે ને ખમ્મા ખમ્મા કરે માથે હાથ ફેરવે ને મીઠા આશીર્વાદ આપે. દીકરાના લક્ષણો જોતાં બધાના મુખમાંથી સહેજે ઉદ્દગાર સરી પડે કે “દીકરો હો તો આ હો ઘરે કઈ મહેમાન આવે તો તેમને વંદન કરે. કેઈ કાંઈ પૂછે તો તેને જવાબ વિનયથી આપે. નગરની બધી બેને પુણ્યશ્રીને કહે, બહેન ! તારું પુણ્ય ઘણું છે. તારે દીકરો તે બડો ભાગ્યવાન દેખાય છે. એ તમારું નામ દીપાવશે. આખા ગામમાં પુણ્યસારની પ્રશંસા થઈ રહી છે.
પુણ્યસાર સાત વર્ષનો થયો એટલે માબાપે વિચાર કર્યો કે હવે એને આપણે ભણવા મૂકીએ. તે સમયે આજની જેમ ફૂલે ન હતી. વિદ્યાપીઠો હતી. જ્ઞાન વેચાતું ન હતું. દીકરો ભણવા ગ્ય ઉંમર થાય એટલે માતાપિતા પોતાના પુત્રને ગુરૂકુળમાં મૂકી આવે. ત્યાં તો ૧૨ વર્ષ રહેવાનું. ૧૨ વર્ષે ભણીને ઘેર આવે. સારા દિવસે પુત્રને ભણવા મૂકે છે. શેઠ શેઠાણીને આનંદનો પાર નથી. એના આનંદમાં નગરમાં મોટો વરઘોડો કાઢો. નાના બાળકોને પતાસા વહેચ્યા. મીઠાઈ વહેંચી. ગરીબોને દાન આપ્યું. ભૂખ્યાને ભેજન આપ્યું. પછી હાથીની અંબાડીએ બેસાડીને વાજતે ગાજતે મૂકવા જાય છે. દૂરથી વિદ્યાપીઠ દેખાઈ એટલે તે અંબાડી પરથી નીચે ઉતરી ગયા અને ચાલતો મા-બાપની સાથે વિદ્યાપીઠમાં દાખલ થયા. જઈને ગુરૂના ચરણમાં પ્રણામ કર્યા અને લાવેલી ભેટો ગુરૂ ચરણમાં ધરી.
માતાપિતા પુણ્યસારને ગુરૂના ચરણે અર્પણ કરે છે પછી કહે છે ગુરૂદેવ ! અમારો બાળક તમને ઍપીએ છીએ. આપ તેને જ્ઞાન આપજો. આપ જીવન ઘડતરના સાચા શીલ્પી છે. આપ તેના પર જ્ઞાનના ટાંકણું મારી મૂતિ સમાન બનાવજે. તેનું જીવન ઘડતર બરાબર ઘડજો. તેને સાચે માનવ બનાવજે. આ રીતે મા-બાપે ગુરૂને ખૂબ ભલામણ કરી પછી દીકરાને માથે હાથ મૂકી આશીર્વાદ આપતાં કહ્યું-બેટા ! તું ગુરૂની આજ્ઞામાં રહેજે, કયારે પણ તેમના સામું બેલીશ નહિ. તેમની સેવા ભક્તિ કરજે. વિનય–વૈયાવચ્ચ કરે છે. ખૂબ ખૂબ ભણજે. ભણી ગણીને વિદ્વાન થજે. શેઠશેઠાણીએ ગુરૂને સારી ભેટ આપી. તેમજ વિદ્યાપીઠમાં બધા બાળકને સારી સારી વસ્તુઓ વહેંચી. બધા બાળકને ખૂબ આનંદ થયે. બાળકે તો બિચારા નિર્દોષ હેય છે. તેમના મનમાં થાય છે કે આવા શ્રીમંતોના છોકરા રોજ ભણવા આવજે. પુણ્યસારને આશીવાદ આપી માતા-પિતા રડતી આંખે પાછા જતાં કહે છે ગુરૂદેવ ! જે કાંઈ જોઈતું