________________
શારદા શિરમણિ ]
[૧૪પ ભાગ્યેાદયે ભગવાન તેને મળી ગયા. ભગવાનના માત્ર બે શબ્દોથી તેનું હૈયું પીગળી ગયું. ભગવાનને કહે છે પ્રભુ! હવે મારે નરકની રીમાન્ડ પર દુઃખ ભોગવવા નથી જવું. હું તમારા શરણે છું. મને જે શિક્ષા કરવી હોય તે કરે. તેણે પિતાને ગુને કબૂલ કરી લીધે. કર્મના ગજગજ સાફ થઈ ગયા. જેણે સેંકડો જેને માર્યા છે, નરકે જવું પડે તેવા કર્મો હતાં છતાં. ભગવાનની પાસે ભૂલ કબૂલ કરી લીધી એટલે અંતરથી પશ્ચાતાપ કરી લીધે તે બાંધેલા કર્મો ૧૫ દિવસમાં ખતમ થઈ ગયા. નરકને બદલે આઠમા દેવલોક પહોંચી ગયો. આ રીતે પાપની કબૂલાત કરનાર આત્માઓ જગતમાં વંદનીય બન્યા છે. આજે સૌ કેઈ તેમને યાદ કરે છે.
પાપની કબૂલાત કરવાને બદલે પિતાને બચાવ કરવા ગયા તેઓ સંસારમાં કેવા ફેકાણું એવા પણ કંઈક દાખલાઓ છે. જમાલીએ ભગવાનના વચન ઉથાપ્યા તો કિવિણીમાં ફેંકાઈ ગયા. આપણે બધા છદ્મસ્થ છીએ. એટલે ભૂલે થવાની, છતાં જે જાગૃતિ હશે તો વધુ પાપ થતાં અટકશે. એની સજામાંથી મુક્ત થવું હોય તે એક ઉપાય છે. એને બચાવ ન કરે પણ એની કબૂલાત કરી લે. કેઈની ભૂલ ન જોતાં આપણી ભૂલો જોતાં શીખે. તમે તમારું સંભાળે. પરનું સંભાળવામાં ન પડે. માત્ર એક આત્માનું લક્ષ રાખે. જન્મ મરણની પરંપરાને અટકાવવી હોય તો આત્માને નદીના પાણી જે નિર્મળ રાખે. હવે જીવનમાં પાપ કરે નડિ. કદાચ પાપ થઈ જાય તો પણ એને છૂપાવશે તો નહિ જ. મુખ પર કેઈ ડાધ પડ્યો હોય તો તરત સાફ કરી નાખે છે. સફેદ કપડાં પર શાહીનું એક ટીપું પડી જાય તો તરત ધોઈ નાંખે છે. આંખમાં તણખલું પડ્યું હોય તે એ તરત દૂર કરી દે છે. આ બધા કામમાં વિલંબ કે ઢીલ કરતા નથી. એ જ રીતે પાપ થયું કે તરત કબૂલાત કરી લે. રીમાન્ડ પર જવા કરતાં ભૂલ કબૂલ કરીને એનું પ્રાયશ્ચિત લઈ લેવું સારું છે. ભૂલ થઈ તેનો એકરાર કર્યા પછી ફરીવાર ન થાય તે સાચું પાપનું પ્રાયશ્ચિત કર્યું કહેવાય. આપણા જીવનને દુઃખમુકત. પાપમુક્ત અને કર્મમુક્ત બનાવવું છે તો આ સીધે ને સરળ ઉપાય છે કે ભૂલ થાય કે તરત કબૂલ કરતા શીખે.
- આનંદ ગાથાપતિની પત્ની રૂપવાન છે, સૌદર્યવાન છે અને સાથે ગુણવાન પણ છે. રૂપની સાથે ગુણ હોય તો તે રૂપ વધુ ખીલી ઉઠે છે. ભગવાને ઠાણાંગ સૂત્રમાં ચાર પ્રકારના ફૂલ બતાવ્યા છે. (૧) રૂ૫સંપન્ન છે અને ગુણસંપન્ન છે. તે ગુલાબનું ફૂલ. (૨) રૂપસંપન્ન છે, પણ ગુણ સંપન્ન નથી તે આવળનું ફૂલ (૩) ગુ ગુસંપન્ન છે પણ રૂપસંપન્ન નથી તે બોરસલીનું ફૂલ. (૪) રૂપસંપન્ન નથી ને ગુણસંપન્ન પણ નથી તે આકડા ધંતુરાનું ફૂલ. આ રીતે ચાર પ્રકારના આત્માઓ છે. રૂપસંપ છે અને ગુણસંપન્ન છે જેમ કે ભરત ચક્રવતી (૨) રૂપસંપન્ન છે, પણ ગુણસંપન્ન નથી જેમ કે બ્રહ્મદત્ત ચકવર્તી (૩) ગુણસંપન્ન છે પણ રૂપસંપન્ન નથી તે હરિકેશી મુનિ (૪) રૂપસંપન્ન નથી અને
૧૦