________________
શારદા શિરેમણિ ]
[ ૧૪૩ તું ગુનાની કબૂલાત કરી છે. પિતા તો પછી ચાલ્યા ગયા. પોલીસ માર મારવા આવ્યો ત્યારે છેકરાએ કહ્યું કે મેં દશ હજાર રૂપિયાની દાણચોરી કરી છે. છોકરાએ આ ભયંકર દુઃખમાંથી છૂટવા માટે ગુનાની કબૂલાત કરી લીધી. છોકરાએ ગુનાની કબૂલાત કરી કે તરત તેને રીમાન્ડ પરથી છૂટો કર્યો અને ત્રણ મહિનાની સાદી જેલની સજા આપી, ત્યાં મજુરી, મારકુટ કાંઈ નહિ. હું તમને પૂછું કે જ્યાં લોહી નીતરે એટલા માર પડતા હતા, પાણી માગે ત્યારે પિશાબ આપતા હતા. એ જેલ આગળ તેને આ સાદી જેલ દુઃખરૂપ લાગે ખરી ! ના લાગે. સાદી જેલમાં રહીને ત્રણ મહિને બહાર આવ્યું એને હવે સમજાઈ ગયું કે જિંદગીમાં ગુને કરે સારે નથી. કયારેય ગુનો કરે નહિ. કદાચ થઈ જાય તે કબૂલ કર સાથે પણ એને છૂપાવ તે નહિ જ, કારણ કે ગુને કબૂલ કરતા જે દુઃખ પડ્યું છે તેના કરતાં ગુનાની કબૂલાત ન કરતાં જે દુઃખ ભોગવવું પડયું એ ખૂબ ભયંકર છે. રીમાન્ડના દુ ખ આગળ ૩ મહિનાની જેલનું દુઃખ તે અંશ માત્ર નથી. ગુનાની કબૂલાતની સજા હજુ સહન થઈ શકે છે પણ કબૂલાત ન કરવાની સજા સહન કરવી મુશ્કેલ છે.
ભૂલની કબૂલાત નહીં ત્યાં રીમાન્ડ : હવે આ ન્યાય આપણું જીવન સાથે ઘટાડે છે. આપણે આત્મા આ સંસારમાં ભમી રહ્યો છેશા માટે? કઈને કઈ પાપક્રિયા ચાલુ છે પાપ કરીએ એટલે કર્મ બંધાવાનું છે. કર્મમાં કઈ કર્મ સામાન્ય હોય, કેઈ કર્મ ભયંકર હોય કે જેને સમાજ સાંભળે તે તેની નિંદા કરે, અવર્ણ વાદ બોલે. કર્મ કર્યું એટલે ગુનો તો કર્યો. પછી કર્મ સત્તાનું વેરંટ છૂટયું. કર્મના ગુનામાંથી તે તીર્થકર ભગવંતે પણ નથી છૂટી શક્યા, કર્મના ફળ તો તેમને પણ વ્યાજ સહિત ભેગવવા પડયા છે. કર્મ બાંધ્યા એટલે વેરંટ છૂટયું અને કર્મસત્તાએ પકડયા. કર્મ સત્તાના બંધનમાં આવી ગયા. હવે ગુરૂ ભગવંતે રૂપી ન્યાયાધીશ સામે તમારી ભૂલ ખુલ્લી કરી દો. જે ભૂલો ખુલ્લી નહિ કરે, ભૂલો કબૂલ નહિ કરે તે રીમાન્ડ પર લેશે. નરક ગતિ એ રીમાન્ડ છે. અહીં તે માર મારે, મારતાં થાક લાગે તો થોડી વાર વિસામે લે પણ નરક ગતિમાં તો મારકુટ મશીનની માફક એકધારી ચાલ્યા કરે. પાપ કર્યા છે, એ ભૂલેને ગુરૂ સમક્ષ પ્રગટ કરીને પાપની આલોચના કરી દઈએ કે હવે ફરીને હું આ પાપ નહિ કરું. આ પાપને કરાર કરી લઈએ તે નરક ગતિ રૂપ રીમાન્ડ પર જવાને પ્રસંગ ન આવે. ભૂલને કબૂલ કરી લો તો નરકમાં નહિ જવું પડે. ભૂલનું પ્રાયશ્ચિત કરી લો અને ફરીને એવા પાપ ન કરવાની પ્રતિજ્ઞા લઈ લો.
- અર્જુનમાળી રોજ સાત નું ખૂન કરે એટલે મોટો ભયંકર ગુનો કર્યો તે કહેવાય પણ સુદર્શન શેઠના સમાગમથી ભગવાન મહાવીર સ્વામી જેવા ન્યાયાધીશ મળી ગયા. પેલા ગુનેગાર છેકરાએ પિતાને ગુનો કબૂલ ન કર્યો તે રીમાન્ડ પર લઈ ગયા. ચાર ચાર દિવસ ભયંકર માર પડયો. લેહીની ધારો થવા લાગી. બેભાન થઈ ગયે, પણ ગુનાની કબૂલાત કરી તે મારકુટ બંધ થઈ ગઈ અને માત્ર ૩ મહિનાની