________________
૧૪૦ ]
[ શારદા શિરેમણિ નિરાભિમાનીપણું ! ભરયૌવનમાં બધું છોડીને સંયમી બન્યા. શ્રેણિક રાજાએ જે રૂપને વખાયું તો તેમનું રૂપ કેટલું હશે? હે આર્ય ! શું તમારી સૌમ્ય પ્રકૃતિ છે! ધન્ય છે આપને! આપને સત્તા, સંપત્તિ, બળ, રૂપ, વૈભવ બધું મળ્યું છતાં બધું છોડીને નીકળી ગયા. તો હું શા માટે અભિમાન કરું છું? જ્ઞાની કહે છે હું કંઈક છું એ વાત ભૂલી જા. સદાય નમ્ર બનજે. બીજા શું કરે છે તે તારે જવાની જરૂર નથી. તું તારા આત્માને જે. કાગડા જેવી દષ્ટિ ન રાખીશ. આખું શરીર સારું હોય છતાં કાગડાની નજર સારા પર ન જાય પણ જ્યાં ચાંદુ હોય ત્યાં દષ્ટિ જાય, તેમ કોઈના હજારે ગુણ હોય અને એક અવગુણ હોય તો તેના તરફ દષ્ટિ ન કરીશ, પણ તેના ગુણ સામે દષ્ટિ કરજે.
આ સંસારને જ્ઞાનીઓએ જેલની ઉપમા આપી છે. એક જેલ એવી છે કે જ્યાં દુઃખ ત્રાસ ઘણાં હોય. બીજા નંબરની જેલમાં મજુરી કરાવે પણ ત્યાં મારકુટ ન હોય. ત્રીજા નંબરની જેલ એ સાદી જેલ છે તેમાં અતિ સુખસગવડ નહિ ને દુઃખ પણ નહિ. ચોથા નંબરની જેલમાં દુઃખ તો છે જ નહિ પણ સુખેથી રહી શકે છે. કહેવા પૂરતી જેલ છે. ત્યાં રેડીયો સાંભળવા મળે, આરામથી રહેવા મળે. ખાવાપીવાનું સારું મળે. તમે આ ચારમાંથી કઈ જેલમાં રહેવાનું પસંદ કરે? (શ્રોતા: અરે એકમાં નહીં) નરક એ પહેલા નંબરની જેલ છે. ત્યાં દુઃખ દુઃખ ને દુઃખ છે. તિર્યંચ ગતિ એ બીજા નંબરની જેલ છે. ત્યાં પરાધીનતાનું દુઃખ છે. મનુષ્ય ગતિ એ ત્રીજા નંબરની જેલ છે. અહી નરક જેવું દુઃખ નથી ને દેવગતિ જેવું સુખ નથી. સુખ દુઃખ બંને છે. અને દેવલેક ચોથા નંબરની જેલ છે. જ્યાં સુખ છે. જીવને જે સુખ જોઈતું હોય તો જ્ઞાની કહે છે કે તું ગુણ જેજે. પણું કેઈના અવગુણું ન જોઈશ. અનાથી મુનિ કેવા હતા. તેમનું રૂપ, વર્ણ સૌમ્યપ્રકૃતિ અને ભરયુવાનીમાં સંસારને ત્યાગ આ બધા ગુણ જેનારને આશ્ચર્ય પમાડે તેવા હતા. ધન્ય છે આવા ત્યાગી મુનિને.
આનંદની પત્ની શિવાનંદા ખૂબ રૂપવાન હતી. રૂપની સાથે વર્ણ પણ સારો હતા. તેથી સુશોભિત હતી. રૂપ, વર્ણ, સૌદર્ય બધું સારું હોય પણ પ્રકૃતિ સારી ન હોય તો સંસાર સળગી ઉઠે. શિવાનંદામાં બધા ગુણેનો સુમેળ છે. પતિને અનુકૂળ થઈને રહે છે. તેમની ભાવના શું છે. તેમના વિચારે શું છે તે બધું મુખની રેખા પરથી જાણી લે છે. શિવાનંદામાં વિનય, સૌમ્યતા, શિષ્ટતા, સુંદરતા આદિ ગુણો હતા. સંસારના કે ધર્મના દરેક કાર્યોમાં સાથ અને સહકાર આપનારી હતી. સાચી પત્ની તો એ છે કે પિતાને પતિ કદાચ આડે રસ્તે ચાલતો હોય તો એને સમજાવીને સુધારીને ઠેકાણે લાવે. આજે તો તમે બધા કન્યામાં શું જોઈ રહ્યા છે. રૂપ અને રૂપિયા, હાઈટ અને હાઈટ. કઈ ગુણને જોતા નથી. જો પત્ની ગુણવાળી હશે તો તમારું ઉત્થાન કરાવશે. ધર્મથી વિમુખ હશે તો ધર્મ પમાડવા પ્રયત્ન કરશે. પાપના કાર્યોથી અટકાવશે દુર્ગતિ અટકાવી સુગતિમાં મોકલશે. પિતાને પતિ યુગબાહુ મરણ પથારીએ પડયો છે.