________________
શારદા શિરમણિ ]
[ ૧૦૯ એટેક આવ્યો છે ખરે પાપને? : આ તો એક સામાન્ય વાત છે. તે ભાઈના માથે ચિંતાનો બોજો વધી ગયો તે ભાઈને એટેક આવી ગયો. આ વાત આપણા જીવન પર વિચારવી છે. આપણા જીવનની પ્રત્યેક પળે કેટલા પાપથી ખરડાઈ રહી છે? પેલા ભાઈના દુઃખ કરતા આપણા પાપ તે અનંતગણુ છે. આત્મા પર અમાપ પાપને બે ખડકાઈ ગયો છે, છતાં હજુ સુધી જીવને ક્યારેય તેને એટેક આવ્યું છે ખરો? આપણો આત્મા જીવનમાં કેટલા કેટલા અને કેવા કેવા પાપ કરી રહ્યો છે? આ પાપ શા માટે કરે છે? મનની આશાઓ પૂરી કરવા માટે. આપણું પુણ્ય મર્યાદિત છે અને આશાઓ અમર્યાદિંત છે. પછી આ આશાઓ પૂરી થાય કયાંથી? એ આશાએ, ઈચ્છાઓ પૂરી ન થાય તે જીવનમાં ક્રોધ આવી જાય. કયારેક વ્યક્ત ક્રોધ ન આવે તો અવ્યક્ત ક્રોધ પણ આવી જાય છે. કંઈક વાર ક્રોધ તે એટલી હદ વટાવી જાય કે એ ક્રોધ પાસે ચંડકૌશિક સર્પ પણ હારી જાય. ક્રોધને લાવનાર માને છે. બાહુબલીજીને માન આવ્યું કે હું મારા નાના દીક્ષિત ભાઈઓને વંદન કેમ કરું? એ માને તેમને કેવળ જ્ઞાન આવતા અટકાવ્યું. અષભદેવ ભગવાને બ્રાહ્મી સુંદરીને મોકલી. એમના શબ્દોએ
અભિમાન થયું ક્ષણમાં સાફ ને પામ્યા કેવળજ્ઞાન” આપણે માનની તે વાત જ શી કરવી ? આ પાંચમા આરામાં આપણને એક માત્ર છેવટુ સંઘયણ છે પણ અભિમાનને થાંભલે તે જાણે વાષભનારાય સંધયણનો બન્યો હોય એવું લાગે છે. કોણ જાણે કયારે એ તૂટીને જમીનદોસ્ત થશે! ત્રીજો નંબર છે માયા. મનમાં દુષ્ટમાં દુષ્ટ અશુભ વિચાર કરીએ અને બહાર આપણી જાતને સજજન તરીકે ઓળખાવીએ છીએ. લેભની તો વાત શું કરવી! એક લાકડાના ટુકડા માટે અંધારી ઘનઘોર રાત્રીમાં મૂશળધાર વરસાદમાં જાનના જોખમે પાણીના પૂરમાં પડતો લેભી મમ્મણ શેઠ. શું એની તૃષ્ણ! કેટલો લાભ! આપણા જીવનમાં પણ લોભ કયાં ઓછો છે ! કંઈક વાર માનવીના અસંતોષી જીવન તરફ દષ્ટિ કરીએ તો લાગે છે કે આ સંસારમાં અત્યારે મમ્મણની મિત્રાચારી કરે એવા આત્મા છે ખરા. આખી દુનિયાની સંપત્તિ તેને મળી જાય તે પણ તેને તૃપ્તિ થશે કે કેમ એ શંકા છે.
કામરાગ તો જીવ પર સ્વાર થઈને બેઠો છે. માનવીનું મન સતત વાસના ગ્રસ્ત રહ્યા કરે છે. વાસના તથા કષાયોના કારણે અઢળક પાપના પૂંજ ઉભા કરે છે. આટલા અલક્ષ પાપોથી આપણું જીવન ખરડાઈ ગયું છે, છતાં એના કારણે હજુ કયારેય કેઈને એટેક આવ્યો છે ખરો? એ પાપના પ્રશ્ચાતાપ રૂપે આંખમાંથી આંસુના બે ટીપા પણ પડયા નથી. એ પાપ પ્રત્યે સુગ પણ આવી નથી. આવું સુંદર માનવજીવન અને અનંતકાળે દુર્લભ એવા વિતરાગ શાસનને પામીને આત્માએ દિલની એવી કમળતા કેળવવાની છે કે પાપનો નાનો સરખો વિચાર પણ જીવનમાં ધ્રુજારી પેદા કરે. આંખમાંથી આંસુ પાડે. જે આત્મા પાપોની પાછળ રડે છે તેને દુઃખોની પાછળ રડવાના દિવસો આવતા નથી. નરક ગતિના દુઃખો ભેગવવાનો સમય આવતું નથી. જે જીવનમાં પાપોના કારણે