________________
૧૩૦ ]
[ શારદા શિરેમણિ છે. એક દિન સૂતી સેજમાં રે પુણ્યશ્રી સતી સુખદાય,
સ્વપ્ન દેખી ચંદ્રમા રે જાગૃત થઈ તદાય રે એક દિન પુણ્યશ્રી રાત્રે પિતાની સુખશય્યામાં સૂતી હતી. રાત્રે કંઈક ઉંઘતા ને કંઈક જાગૃત અવસ્થામાં તેમણે સ્વપ્નમાં ચંદ્રમા જે. સારું સ્વપ્ન જોઈને પુણ્યશ્રી તરત જાગૃત થઈ ગઈ. મનમાં ચિંતવવા લાગી કે મને આજે આ ચંદ્રનું સ્વપ્ન આવ્યું છે તેથી નકકી મારી કુંખે પુત્ર આવશે. સારું સ્વપ્ન જોયા પછી પુણ્યશ્રી સૂતી નહિ પણ ધર્મ જાઝિકા કરી. સવાર થતાં તેના પતિ પુરંદર શેઠ પાસે ગઈ. જઈને વંદન કરીને વિનયપૂર્વક કહે છે. સ્વામી ! આપ મારી એક વાત સાંભળો. આજે રાત્રે અર્ધજાગૃત અવસ્થામાં મેં ચંદ્ર જે છે તે આ સ્વપ્નનું ફળ શું હશે? તે આપ કૃપા કરીને મને કહો. સ્વપ્નની વાત સાંભળતા શેઠને ખૂબ આનંદ થયો. શેઠ કહે છે દેવી ! આ સ્વપ્ન તમારું ખૂબ સુંદર અને ઉત્તમ છે. આપે સ્વપ્નમાં ચંદ્ર જે છે તેથી આપની કુંખે ચંદ્ર જેવા તેજસ્વી પુત્રરત્નને જન્મ થશે. શેઠના મુખે સ્વપ્નની વાત સાંભળી પુણ્યશ્રી પિતાના સ્થાનમાં આવી ધર્મ આરાધનામાં જોડાઈ ગઈ.
પુણ્યશ્રીની ફળેલી આશા સારા દિવસે પહેલા સુધમાં દેવકથી એક જીવ ચવીને પુશ્રીની કુક્ષીમાં આવ્યો. ત્રણ માસ થયા ત્યારે શેઠાણને સારા સારા દોહદ ઉત્પન થવા લાગ્યા. પુણ્યશાળી જીવ માતાની કુંખે આવે ત્યારે એના વિચાર, વર્તન બધું સારું થાય છે. તેમ અહીં પુણ્યશ્રીની કુંખે પુણ્યવાન જીવ આવતા સારા દેહદ ઉત્પન્ન થયા. શેઠ આ શેઠાણના બધા દેહદ પૂરા કરે છે. માતૃત્વના બધા ચિન્હો પુણ્યશ્રીના શરીર ઉપર દેખાવા લાગ્યા. પુરંદર શેઠ અને શેઠાણી બંનેને ખૂબ આનંદ છે. સમય જતાં સવાનવ માસે બરાબર મધ્યરાત્રે પુણ્યશ્રીએ એક બાળકને જન્મ આપે. દાસીએ શેઠ પાસે જઈને પુત્ર જન્મની વધામણી આપી. આ સમાચાર સાંભળતા શેઠને તો આનંદનો પાર ન રહ્યો. પુત્ર જન્મની વધામણું દેવા આવનાર દાસીને શેઠે ખૂબ સારું ઇનામ આપી તેનો સત્કાર કર્યો. પુત્રનું રૂપ તે એટલું બધું છે કે જાણે દેવકુમાર જોઈ લે ! તેની નાની નાની આંખમાં તેજસ્વીતા દેખાતી હતી. તેનું લલાટ પણ પુણ્ય પ્રભાવે ચમકતું હતું. જાણે ગુલાબનું ફૂલ આ ધરતી ઉપર માનવના રૂપે આવ્યું ન હોય ! પુત્ર જન્મથી શેઠના મહેલમાં આનંદમંગલ વર્તાઈ રહ્યો છે. આખા ગામમાં આનંદ છે. શેઠે પુત્રને જન્મ મહોત્સવ ઉજવ્યો. એ દિવસથી દાનની ગંગા ઉમટી પડી. શેઠે ખૂબ દાન દેવાનું શરૂ કર્યું. બધાએ પુત્રને મંગલ આશીર્વાદ આપ્યા. પુણ્યશ્રી દીકરાને જુએ ને હરખાય. દીકરે જરા રડે તો એનું કાળજું કપાઈ જાય. પુરંદર શેઠે પણ આવા સુંદર તેજસ્વી દેવરૂપ જેવા બાળકને જોઈને ખૂબ આનંદ અનુભવે છે. હવે આ પુત્રનું નામ શું પાડશે તેના ભાવ અવસરે. અષાઢ વદ અમાસ ને બુધવાર : વ્યાખ્યાન નં. ૧૬ : તા. ૧૭-૭– ૮૫
અનંતજ્ઞાની ભગવાન સમજાવે છે કે અનંતકાળથી આત્મા આ વિરાટ સંસારમાં રખડી રહ્યો છે છતાં હજુ તેના ભવના ફેરાને અંત કેમ આવતું નથી? આત્માની