________________
શારદા શિરામણ ]
[૧૨૯
તેા ન મેલવી. દરેક વ્યક્તિએ ભાષાને ઘણી સાવધાનીથી પ્રયાગ કરવા જોઇએ. ચાહે સાધુ હૈ। ચા શ્રાવક હા. વિવેક રાખ્યા વિના ખેલવાથી અપ્રિય પ્રસ`ગ ઉપસ્થિત થઇ જાય છે. આનંદ ગાથાપતિ બુદ્ધિશાળી, પ્રભાવશાળી અને કુટુંબમાં મેઢીભૂત હતા. પેાતાના કુટુંબના ચક્ષુરૂપ હતા. અર્થાત્ જેમ આંખ મા ને પ્રકાશિત કરે છે તેમ આનંદ ગાથાપતિ પેાતાના કુટુંબીઓના પણ બધા અર્થાંના પ્રકાશક હતા. સાચા માર્ગ બતાવનાર હતા અને બધે આનદ વર્તાવનારા હતા. હવે થોડી વાર ચરિત્ર લઈ એ.
ચરિત્ર : પુર દર શેઠ અને પુણ્યશ્રી શેડાણી અને પુણ્યવાન ધર્મિષ્ઠ આત્માએ છે. તેમને ત્યાં આટલી લખલૂટ સંપત્તિ હોવા છતાં તેને વારસદાર કઈ ન હતું. અંતે દેવ આરાધનાથી દેવે કહ્યુ કે અંતરાય કર્યું છે. તેને તેડવા દાનશાળા ચાલુ કરો. ગરીબ, અપ'ગ, અનાથના આંસુ લૂછજો અને કોઈની દુઆ લેજો તા તમારું' કર્મ હટી જશે અને તમારા ઘેર પારણું ખ’ધાશે. ‘દુઆ' જીવનમાં શું કામ કરે છે ?
એક રાજાને ભયંકર અસાધ્ય રોગ થયા. રાજા હોય એટલે દવા ઉપચારમાં શું ખામી હોય ! ઘા વૈદ્યો, હકીમા અને મોટા મોટા ડોકટરોની દવા કરી પણ રાજાને રાગ મટતા નથી. ગમે તેટલા ઉપચાર કરીએ પશુ જ્યાં સુધી અશાતા વેદનીયના ઉદય હોય ત્યાં સુધી રોગ મટે નહિ. રાજા રાગથી ખૂબ કટાળી ગયા. છેવટે એક સંત મહાત્મા પાસે ગયા. સંત જૈન ન હતા. રાજા સંતના ચરણમાં પડીને કહે છે કે મહાત્મા! મને આ રાગ કઈ હિસાબે મટતા નથી. આપ મને એવા ઉપાય બતાવે કે જેથી મારા રોગ શાંત થાય. સ`ત કહે-રાજન્ ! આજ દિન સુધી તમે કેઈની દુઆ લીધી નથી. તા કોઈની દુઆ લેા તા તમારા રોગ મટે. અત્યાર સુધી રાજાએ દાન પુણ્ય કર્યાં નથી કોઈના આંસુ લૂછ્યા નથી પણ હવે પેાતાના રોગ મટાડવા છે અને કોઈની દુઆ લેવી છે એટલે ઉદાર દિલે, ખુલ્લા હાથે દાન દેવા માંડયુ. હજારા લાખા લેાકેા દાન લેવા માટે આવે છે. ઔષધ, અનાજ, પૈસા જે જરૂર હોય તે ખૂબ દિલાવર દિલથી આપે છે. દાન દેવામાં જો સ'કુચિત ભાવના હોય તેા તેના લાભ તેવા મળે છે જે દાન લેવા આવે તે બધા સંતાષ પામીને જાય છે. આ રીતે રાજાએ ૧૨ મહિના સુધી દાનના પ્રવાહ ચાલુ રાખ્યો. તેમાં એક ગરીબ પશુ પુણ્યશાળી માણસ આવી ગયા. રાજાએ તેને જે જરૂર હતું તે આપ્યું. તે માણસના મુખમાંથી શબ્દો સરી પડયા કે ભગવાન તમારું ભલુ કરે. તમારી આશા પૂરી કરે. આ માણસની દુઆ મળી ગઈ. ત્યારથી રાજાના રોગ શાંત થતા ગયા. ધીમે ધીમે રાજા નિરોગી બની ગયા. જ્ઞાની કહે છે કે જો સુખ જોઈ એ છે તેા બીજાને સુખ આપતા શીખેા.
આ રાજાની જેમ શેડ પણુ ઉદાર દિલે છૂટા હાથે દાન દેવા લાગ્યા. દેશવિદેશમાં પુરંદર શેઠનું નામ દાનેશ્વરી તરીકે ગણાવા લાગ્યું. અનેક આત્માઓની શેઠે દુઆ લીધી અને શેડનુ` મ`ગલ ઇચ્છયું. દાનના પ્રભાવે શેઠનુ અંતરાય કર્મ તૂટી ગયું!
૯