________________
શારદ શિરોમણિ ].
૧૩૭ Tiદાવત્ત શિવાનં નામં માયા ત્યા! તે આનદ ગાથાપતિ શિવાનંદા નામની પત્ની હતી. શિવાનંદા પણ ખૂબ ગુણીયલ અને પતિને અનુકૂળ થઈને રહેનારી હતી. તે શાંત સ્વભાવવાળી અને આનંદી હતી. “યથા નામ તથા ગુણા” હતી. પતિના દરેક કાર્યમાં સાથ અને સહકાર આપતી હતી. રથના બે પૈડા બરાબર હોય તો સંસાર સ્વર્ગ જેવો બની જાય. આનંદ ગાથા પતિનું જીવન ખીલેલા ફૂલ જેવું છે. શિવાનંદા પત્ની પણ ડાહી અને અનુકૂળ છે. તે શિવાનંદના જીવનમાં કેવા ગુણો છે તેના ભાવ અવસરે.
ચરિત્ર: પુત્રનું નામ પાડવામાં મીઠે વિવાદઃ પુરંદર શેઠને ત્યાં પુત્રને જન્મ થયો. પુત્રને જોતાં મન ઠરી જાય એ રૂપ રૂપનો અંબાર છે. આ પુત્રનું નામ શું પાડવું તે માટે શેઠ શેઠાણી વિચાર કરે છે. શેઠ કહે, આ પુત્રના લક્ષણો ઘણા ઉત્તમ છે. આપે સ્વપ્નમાં ચંદ્રમા જે છે. એટલે પુત્ર ચંદ્ર જે તેજસ્વી અને અનેક ગુણોથી શોભિત બનવાનું છે માટે તેનું નામ નરોત્તમ પાડીએ. શેઠાણું કહે-નરોત્તમ નામ નથી પાડવું. એ તો બહુ જુનું નામ છે. આ પુત્ર ખૂબ રૂપાળે છે માટે તેનું નામ રૂપસુંદર પાડીએ. શેઠ કહે ના, એવું નામ નથી પાડવું. તે આપણને બંનેને ગમે તેવું નામ પાડીએ. ઘણાં દાનપુણ્ય કર્યા પછી આ બાળક આવ્યો છે માટે તેનું નામ “પુણ્યસાર રાખીએ. બંનેને આ નામ ગમી ગયું. વાહ! આ નામ ઘણું સુંદર છે. બધાએ એ પુણ્યસાર નામ વધાવી લીધું. આ પુત્ર માતાના ગર્ભમાં આવ્યા પછી શેઠ-શેઠાણી ધર્મિષ્ટ તો હતા પણ ધર્મની ભાવના વધુ વધતી ગઈ. દાનના ભંડારે પણ ખુલ્લા મૂકી દીધા. જે આવે તેને ન્યાલ કરી દીધા. આટલું અઢળક દાન દેવા છતાં હું આટલું બધું કરું છું એ વિચાર પણ નથી આવતા.
પુસાર બીજના ચંદ્રની જેમ દિનપ્રતિદિન વધતા જાય છે. તેને ઉછેરવા માટે પાંચ ધાવમાતાઓ રાખવામાં આવી. પાંચ ધાવમાતાઓ જુદા જુદા દેશની હોય એટલે છોકરો પાંચ વર્ષનો થાય ત્યારે એને પાંચ ભાષાનું જ્ઞાન થઈ જાય. પુણ્યશ્રીએ બાળકને જન્મ આપ્યો તે દિવસે શેઠે વાડીમાં ગુલાબને છેડ વાવ્યો. વાડીમાં ગુલાબ ખીલી રહ્યું છે. શેઠની હવેલીમાં પુણ્યસાર ખીલી રહ્યો છે. ગુલાબને માળી સંભાળે. તેને પાણી પાય, તેની કળીઓને કમળતાથી પંપાળે. તે રીતે પુયસાર તેની માતા પાસે અને ધાવમાતા પાસે ઉછરે છે. તેને રમાડે, દૂધપાન કરાવે અને હાલરડા ગાઈને સુવરાવે. સાત ખોટને દીકરો. એના ઉછેરમાં શું ખામી હોય ! વળી તે જમ્બર પુણ્ય લઈને આવ્યો છે એટલે તે ધનના સાગર ઘુઘવે છે ત્યાં એનો જન્મ થયો છે. સોનાના પારણે ઝુલે અને ચાંદીના રમકડે રમે છે. મખમલ અને કિનખાબના ઝબલા પહેરાવે છે ધીમે ધીમે મોટો થાય છે. માતાપિતાની પાસે આવી તેમને પગે લાગે. શેઠાણ તેને ઉપાશ્રયે લઈ જાય તે વ્યાખ્યાન સાંભળવા કાન લાંબા કરતે. પુણ્યશ્રી પિતાના લાલને નવકારમંત્ર કહે. પ્રભુના મીઠામધુરા સ્તવન ગાય એ સાંભળે ને પુણ્યસાર ખીલખીલાટ હસે. માતાપિતા ખૂબ હરખાય છે. પુયસારના જન્મ પછી શેઠ શેઠાણીની ધર્મની ભાવના વધી.