________________
| [ ૧૩૩
શારદા શિરેમણિ ]
આ રે વૈભવના ભંડાર પાછળ દુઃખને સાગર છલકે સેનાના પિંજરમાં કેદ પૂરી તને દુનિયા જોને કેવી મલકે
જા છેડી આ જંજાળ..કે તારો પંથ નિરાળે છેતું સેચ જ્ઞાની પુરૂષ સમજાવે છે કે સંસાર એ સેનાનું પાંજરું છે પાંચ ઈન્દ્રિયેના વિષયો અને સુખ રોટલી જેવા છે. ઉંદર સમાન આત્માઓ એની લાલચમાં ફસાઈને એમાં પૂરાઈ જાય છે. જ્યાં સુધી તે સુખે મળે ત્યાં સુધી ઉંદરની જેમ તેમને નીકળવાનું મન થતું નથી. સિંહ સમાન શૌર્યવાન આત્માઓએ એ પિંજરાને તેડીને બહાર નીકળવાને પ્રયત્ન કર્યો. જે બહાર નીકળી ગયા તે પિતાનું કાર્ય સિદ્ધ કરી ગયા. તમે સંસારના પાંજરામાં પૂરાયેલા ઉંદર છે કે સિંહ ? સંસારના પાંજરામાંથી છટકવાની વૃત્તિ અને પ્રવૃત્તિ હોય તો સિંહ! અને પાંજરામાં વિષય રહે ત્યાં સુધી નીકળવાને વિચાર કે વર્તન ન થાય તો ઉંદર જેવા. આપણો આત્મા તીર્થંકર ભગવાનના સમવસરણમાં જઈ આવ્યો હશે છતાં હજુ ભવમાં ભમવાનું બંધ કેમ થતું નથી ? રોટલીના જેવા વિષયો વહાલા કર્યા પણ ત્યાગને માર્ગે વહાલ ન કર્યો. બંધુઓ! જીવે વૈભવે વહાલા કર્યા પણ વિરતિ વહાલી ન કરી, ધન વહાલું કર્યું પણ ધર્મ વહાલ ન કર્યો, સ્વજને ગમ્યા પણ સર્વજ્ઞ ન ગમ્યા, પરિવાર ગમ્યો પણ પરમેશ્વર ન ગમ્યા. બધી જડ સંપત્તિ વહાલી લાગી પણ એને તોડવાને પુરૂષાર્થ નથી ઉપાડવો, ધન, વૈભવ, સંપત્તિ બધું શાશ્વત નથી. શાશ્વત શું છે તેની શોધ કરે.
માની લે કે તમે જંગલમાં ભૂલા પડ્યા. રખડીને થાકી ગયા. સાચે માર્ગ દેખાતો નથી. ધગધગતો ઉનાળો છે. ધરતી ખૂબ તપી ગઈ છે. તાપના કારણે ગળું ખૂબ સૂકાઈ ગયું છે, પાણીને શોષ પડયા છે. રસ્તે ચાલતા ચક્કર આવે છે. આવા સમયે દરથી એક વિશાળ ઊંચે મેટ વડ જે. વડલે જોતાં તમને હાશ થશે. ચાલતાં ચાલતાં વડલાની પાસે પહોંચ્યા. ત્યાં નજીકમાં પાણીની પરબ ઈ. તરસથી આકુળ
વ્યાકુળ થયા છે. પરસેવાથી રેબઝેબ થઈ ગયા છે. આ સમયે તમે વડલા નીચે ઉભા રહ્યા. વડલાની શીતળ છાયા મળી.- પાણીની પરબમાંથી પાણી લાવીને પીધુ. ભૂખ કકડીને લાગી છે. થોડા દૂર ગયા તે સદાવ્રત દેખાયું. ત્યાં તમને ભેજન મળી ગયું. પછી વડલાની શીતળ છાંયડી મળી. ખાવાપીવાનું મળી ગયું. પછી વડલાની છાયામાં સૂતા. મઝાના શીતળ ઠંડા પવનમાં ઉંધ આવી ગઈ. છતાં મનમાં તો એ વિચાર આવશે કે આ ભયંકર વગડે છે. મારું ગામ હજુ દૂર છે. રાત પડે એ પહેલા તો મારે મારા ગામે પહોંચી જવું જોઈએ. ખાવાપીવાનું મળી ગયું છતાં નિરાંતથી બેસો ખરા? રાત પડે એ પહેલાં તમારા ગામે પહોંચવાનું ભૂલે ખરા? ના. તે સમયે કઈ વટેમાર્ગ મળી ગયે. તેણે પૂછયું–તમે કયાં રહે છે? ફલાણા ગામમાં. મારા ગામમાં જવાને રસ્તો તમારા ગામ થઈને જાય છે. તમારે આવવું હોય તો ચાલે મારી સાથે. હજ તડકો ઘણે છે. ધરતી કરી નથી છતાં વડલાની છાયા છેડીને સૂતેલા ઉભા થઈને ચાલો કે નહિ? પાણીની પરબ અને સદાવ્રત છેડીને જતાં દુઃખ થાય ખરું? ના.