________________
શારદા શિરામણિ ]
[ ૧૩૧
ઉન્નતિ કેમ થતી નથી ? તેનેા વિચાર થાય છે ખરો? જીવને જેટલેા જડ પદાથાં પ્રત્યે રાગ છે તેટલા ચેતન પ્રત્યે નથી. નવ તત્ત્વમાં મુખ્ય એ તત્ત્વ, એક જીવતત્ત્વ અને બીજો અજીવ તત્ત્વ. અન’ત કાળથી આત્મા જડની પાછળ પાગલ બન્યા છે. તે દેહને પૂજારી બન્યા છે. દેહાષ્ટિ કેળવી છે પણ અનંત શક્તિના સ્વામી એવા આત્મા તરફ દૃષ્ટિ કરી નથી. આખા દિવસ દેહની ચિંતવણા કરી છે પણ હુ કોણ છુ ? કયાંથી આવ્યે છું? કયાં જવાનો છું? આવી આત્માની ચિંતવણા કરનાર અહુ ઓછા છે. આ જીવે દેહદિષ્ટ તેા અન ત અને'ત કાળથી રાખી છે. તેથી આ વિરાટ સ`સારમાં ભટકતા રહ્યા છીએ. હવે આ જિનશાસનને પામીને એ ષ્ટિ છેડીને આત્મદૃષ્ટિ કેળવવાની છે. એકની એક ક્રિયા હોવા છતાં જો સમ્યક્ દૃષ્ટિ હોય તેા આત્માના વિચાર કરે અને મિથ્યા દિષ્ટ હોય તેા જડનેા વિચાર કરે. દા. ત. તમે જમવા બેઠા. જમવામાં તમને મનગમતી વસ્તુએ! ખાવા મળી ગઈ. જો એવો વિચાર કરે કે આજે મને કેવું સરસ જમવાનું મળ્યું! જમવામાં ખૂબ મઝા આવી. બહુ આનંદ થયા એની પ્રશંસા કરી એ જડ ષ્ટિ થઈ. આત્મષ્ટિ વાળા જીવ જ્યારે જમવા બેસે ત્યારે એ વિચાર કરે કે આજે પાખી જેવા પવિત્ર દિને હું ઉપવાસ, આય'બીલ ન કરી શકયો. અરે! મારે ખાવું પડયુ. તે આમાંથી બે કોળીયા એછા જમીશ તે ઉણાદરી તપના લાભ મળશે. વળી આ જમણુના ગુણુ શા ગાવા? એના પર મેાહ શા માટે રાખવા? આ માલ અંતે તે મળ થઈ જવાના છે. આવા ભાવ આવે તે સમજવુ કે આત્મષ્ટિ છે.
તમારા વહેપારની વાત કરું. તમે વહેપાર કરો છે. ત્યાં એમ વિચાર થાય કે ગમે તેમ કરીને કમાઈ લઉ, વધારે મેળવી લઉ. વધુ મેળવવા માટે અન્યાય, અનૈતિ તથા અઢાર પાપનુ સેવન કરવુ પડે તે કરે અને પૈસા વધુ મળે તેા હરખાય. બસ, હવે એના પર લડૅર કરી શકાશે. આનુ નામ જડષ્ટિ પણ જો એમ વિચાર આવે કે હું સંસારમાં વસ્યા છું. સંસારમાં ડગલે ને પગલે પૈસાની જરૂર પડે છે પણ મારે અન્યાય, અનીતિથી ધન મેળવવુ નથી. મારા પેટ પૂરતુ તેા મળે છે. કદાચ પુછ્યાયે વધુ મેળવીશ તેા ધર્માંના ક્ષેત્રે હું વાપરીશ. જો આવા વિચાર આવે તે આત્મષ્ટિ. જડની જાહેાજલાલીની ષ્ટિથી અને દેહની સુખાકારતાની ષ્ટિથી તેા જીવન ઘણું જીવ્યા. તેથી સ'સારની રખડપટ્ટી ચાલુ છે. હવે આત્મદૃષ્ટિએ જીવન જીવવાના સાનેરી અવસર આવ્યેા છે. જો આત્માની ઉન્નતિ કરવી છે તેા જ્યાં ને ત્યાં જડદૃષ્ટિ કરી છે તે રોકીને આત્મદૃષ્ટિ કેળવવાની જરૂર છે. જો જડદૃષ્ટિ છેડીને આત્મદૃષ્ટિ ઉભી કરીએ તે એમાં કાંઈ ખાવાનું નથી કે દુ:ખી થવાનું નથી. અનંત અનંત કાળથી ચાલી આવતી મિલન જડષ્ટિને મૂકીને પવિત્ર આત્મદૃષ્ટિ ઉભી કરવાથી મનને ખૂબ શાંતિ રહે છે. આ રીતે સ`સારના કામેામાં પણ જડષ્ટિને બદલે આત્મદૃષ્ટિ કેળવી શકાય છે. રાત્રે જાગી ગયા ત્યારે મનમાં એમ થાય કે હજુ રાત ઘણી ખાકી છે. ઊધી જવા દે ને ! તેા એ જડદૃષ્ટિ, પણુ જો એમ વિચાર આવે કે ઊંઘમાંથી જાગ્યા છે તેા હવે સ્વાધ્યાય-ધ્યાન