________________
૧૩૨ ]
[ શારદા શિરેમણિ આદિ કરવા દે. આ જીવન ધર્મ સાધના માટે મળ્યું છે. તે સમજવું કે આત્મદષ્ટિ આવી છે.
વેપાર કરતાં જે ધંધામાં ખોટ આવે ત્યારે દુઃખ થાય, હાયય થાય. આર્તધ્યાન થાય છે તે જડદષ્ટિ છે પણ મનમાં એમ થાય કે ચક્રવતીને છ ખંડના રાજ્ય, ૧૪ રત્ન અને નવનિધાન હતા તે ગયા તો તેમની અપેક્ષાએ મારું તે કાંઈ જ ગયું નથી. આ તો કર્મના ખેલ છે. અશુભ કર્મોના કચરા ભગવાઈને ખલાસ થયા. આ રીતે આત્મદષ્ટિ રાખવાથી આત્મામાં શાંતિ સમાધિ ટકી શકે છે. સ્ટવ પરથી ચા ઉતારી ત્યારે એ ભાવ થાય કે તપેલી ઢાંકે નહિ તે ચા ઠરી જશે તે જડદષ્ટિ પણ આત્મદષ્ટિ હેય તો એમ કહે કે તપેલી પર ઢાંકે. એ ખુલ્લી રહેશે તે એમાં ઉડતા જીવજંતુ પડશે ને મરી જશે. નાની નાની બાબતમાં ગુસ્સો કે કલેશ કરે એ જડ દષ્ટિ છે. આપણું જીવન તરફ દષ્ટિ કરીશું તે દેખાશે કે ઠેર ઠેર જડદષ્ટિના વ્યવહાર ચાલે છે પણ એમાં નુકશાન કેટલું છે એનું જીવને ભાન નથી. ચિંતા નથી. બાકી નુકશાન તે પાર વિનાના છે. જડદષ્ટિના કાર્યોમાં અઢળક પાપ બંધાય છે. જ્ઞાની કહે છે કે આત્મા સિવાયના બધા પદાર્થો જડ છે, નાશવંત છે છતાં તેના પ્રત્યે મમત્વ શા માટે રાખે છે? જે પદાર્થો પિતે નાશવંત છે એમાં આત્મદષ્ટિ કેળવે તો સંસારના બંધનમાંથી છૂટી શકશો. એક ન્યાય આપું !
એક પાંજરું, સિંહને પૂરાવાનું મોટું છે, અને ઉંદરને પૂરાવાનું પાંજરું નાનું છે. ઉંદર પાંજરામાં પૂરાય અને સિંહ પણ પાંજરામાં પૂરાય પણ બંનેમાં તફાવત છે. માને કે ઉંદર પાંજરાની બહાર છે અને સિંહ પણ પાંજરાની બહાર છે. પાંજરામાં રોટલીનો ટુકડો જશે તે ઉંદર પાંજરામાં પેસી જાય છે. બીજા પાંજરામાં સિંહને શિકાર પૂરેલો છે. સિંહ પિતાની આંખ સામે શિકાર દેખે છે છતાં પાંજરામાં જવા તૈયાર નહિ થાય. કદાચ કોઈ કપટથી સિંહને પાંજરામાં પૂરી દે તે પણ તેમાં રહેવાનું પસંદ નથી કરતો. પ્રતિપળ એ પાંજરામાંથી મુક્ત થવાને વિચાર અને પ્રવૃત્તિ કરે છે. જ્યારે ઉંદર પાંજરામાં પૂરાયા પછી જ્યાં સુધી એને ખાવાપીવાનું મળે છે ત્યાં સુધી તે તેમાંથી નીકળવાનો પ્રયત્ન નથી કરતો. હવે આ ન્યાય આપણે સમજવે છે.
આ સંસાર પણ એક પાંજરું છે. તેમાં કલ્પના કરે કે કોઈ જીવ સિંહ સમાન છે. તો કઈ ઉંદર સમાન છે. ઉંદર જેટલીની લાલચથી પાંજરામાં પૂરાઈ જાય છે તેમ આ સંસારના પાંજરામાં મનગમતા ભેજને, વસ્ત્રો, સંસારના વિષય સુખ, રસેન્દ્રિય આદિ પાંચે ઇન્દ્રિયને ગમતા વિષયો, કામગો, બધું તેમાં મોજુદ છે છતાં જે સિંહ જેવા આત્માઓ છે તે તો પિંજરામાં શિકાર રૂપી સુખો દેખવા છતાં તેમાં જતા નથી. કદાચ કર્મસંગે પૂરાયા હોય તો પણ સિંહની જેમ તેને તોડીને બહાર નીકળવાને પ્રયત્ન કરે છે. ચક્રવર્તીએ, બળદે, રાજા-મહારાજાએ બધાએ શું કર્યું ? સંસાર રૂપ પિંજરામાં આવ્યા. મનગમતા સુખ મળ્યા છતાં એને તેડીકેડીને પ્રયત્ન કરીને બહાર નીકળી ગયા.