________________
૧૨૮]
[ શારદા શિરેમણિ હર્ષભેર કેમ આવી હશે ! નકી તે દુરાચારિણી છે. ઘરમાં દાખલ થતાં તેણે ગુસ્સાથી પૂછયું—આ બધા શણગાર અને સજાવટ કેના માટે છે? દુર્ભાગી ! તે તો સાસરા અને પિયર પક્ષને કલંક લગાડયું છે.
નિશ્ચયકારી ભાષાએ સજેલે અનર્થ : પતિ ઘરમાં ગયો. ઘર પણ સુંદર શણગાર્યું છે. આ જોઈને પતિ પૂછે છે આ બધું શું છે? આ બધું આપના માટે છે. મને કાલે ખબર પડી કે આજે આપ આવવાના છે. તારી વાત બધી પેટી છે. શું અહીં તને કોઈ એ ભવિષ્યવાણી કહી ? તું તારા પાપને ઢાંકવા માટે બનાવટી વાતો કરી રહી છે. નાથ ! હું ખોટું બોલતી નથી. હું દરરોજ સંતના પ્રવચનમાં જાઉં છું. તેમણે મને ઉદાસ જોઈને સહજ ભાવે પૂછ્યું–મેં કહ્યું ૧૨ વર્ષથી મારા પતિ પરદેશ ગયા છે. તેમના કેઈ સમાચાર પણ નથી. સંત બલી ગયા કે તારા પતિ કાલે ૧૦ વાગે આવશે. હું તે સાધુ ને માનતો નથી. આ રીતે પતિ-પત્ની વાતો કરી રહ્યા હતા. એટલામાં સાધુ ગૌચરી માટે ત્યાંથી નીકળ્યા. સંત બોલતા બોલી ગયા પણ પાછળથી તેમને પિતાની ભૂલ સમજાણું કે મેં બહુ મોટી ભૂલ કરી છે. હું નિશ્ચયકારી ભાષા બોલી ગયો. સંતને ગૌચરીએ આવતા જોઈને તે બાઈએ ભક્તિ ભાવથી ગૌચરી વહોરાવી. શેઠે સંતને પૂછયુંઆપે મારી પત્નીને કહ્યું હતું કે તારે પતિ કાલે ૧૦ વાગે આવશે. શું આપ ભવિષ્યમાં થનારી વાતને બતાવી શકે છે? હું આપની વાત કેવી રીતે માનું ! આપ મને એ કહે કે મારી ઘેડી ગર્ભવતી છે તેને શું આવશે? વછેરી કે વછેરે ? સંત બેલી ગયા કે વછેરે. સંતની વાત સાચી છે કે બેટી તે જાણવા તેણે ઘોડીના પેટમાં તલવાર મારી અને પેટ ચીરી નાખ્યું. તરત વછેરે બહાર પડયો, સાધુની વાત તો સાચી હતી. પણું સાચી વાત કહેવાથી કેવું ભયંકર પરિણામ આવ્યું !
સંતે પિતાના શબ્દોનું જ્યારે આ ભયંકર પરિણામ જાણ્યું ત્યારે તેમને ખૂબ પશ્ચાતાપ થયો. મારા શબ્દથી ઘડીની અને તેના બચ્ચાની હત્યા થઈ ગઈ ! દિલમાં ભયંકર આઘાત લાગ્યો. પિતાના પાપનું પ્રાયશ્ચિત કરવા ચારે આહારનો ત્યાગ કરી સંથાર કરી લીધો. બાઈને ખબર પડી કે બે જીની હત્યા જોઈને સંતે સંથારે કર્યો. હું કેવી અભાગણી ! મૂળ મારા નિમિતે સંથારો કરવો પડે ને ! તે પિતાના મકાનના ત્રીજા માળે જઈને દરવાજા બંધ કરી ગળામાં દોરડું પહેરીને ફાંસો ખાઈમરી ગઈ. તેના પતિએ જોયું કે ઘડી અને તેનું બચ્ચું મરી ગયું. સંતે સંથારે કરી લીધો. ઘરમાં મારી પત્ની કેમ દેખાતી નથી ? તપાસ કરતાં ત્રીજે માળે ગયા તે પત્નીનું મડદું લટકતું હતું. અરરરકેટલે અનર્થ થઈ ગયો ! મારી પત્ની ચાલી ગઈ તે હવે મારા જીવનનું શું ? હવે મારે જીવીને શું કરવું છે? એમ વિચારી પત્નીના ગળામાં જે દેરડું હતું તે પોતે પહેરી લીધું. તે પણ ત્યાં મરી ગયો. “તારા પતિ કાલે આવશે.” સંતના આ નિશ્ચયાત્મક શબ્દોથી પાંચ પાંચ જીની ઘાત થઈ ગઈ. માટે ભગવાને કહ્યું છે કે હું મારા