________________
૧૧૬ ]
[ શારદા શિરેમણિ ધરમદાસ શેઠનું દિલ લેવાઈ ગયું. શેઠ બેભાન થઈ ગયા. પાણીને છંટકાવ કરતાં ભાનમાં આવ્યા ત્યારે બોલ્યા. આવી ફૂલ જેવી કે મળ વહુને આવા દુઃખ ! નાનપણમાં માતાપિતા ચાલ્યા ગયા. પરણીને સાસરે આવી, સુખની ઘડી આવી ત્યારે તેને પતિ ચાલ્યો ગયે. શું કર્મરાજા તારા ખેલ છે ! નીલા કહે બાપુજી! રડશો નહિ, કર્મો કેઈને છેડતા નથી. આપને જે વાત પૂછવી હેય તે પૂછે.
- તમારું ભાવિ શું ઘડયું છે?: શેઠ હૈયું કઠણ કરીને બોલ્યા, બેટા ! મને એક મુંઝવણ છે દુઃખ છે. જે મુંઝવણ હોય તે ખુલ્લા દિલે કહે. હવે મને ઘડપણ આવ્યું છે. મૃત્યુ કયારે ભરખી જશે તેની મને ખબર નથી. મારા મરણ પછી તમારું શું થશે ? આટલા મોટા બંગલામાં, તમે એકલા કેવી રીતે રહી શકશો? તમે તમારી જિંદગીનો વિચાર કર્યો છે? તે જાણવાની મને અધીરાઈ આવી છે. બાપુજી! તમને તો હમણાં આ પ્રશ્ન થયો હશે પણ મેં તો તમારે દીકરે ગુજરી ગયે ત્યારથી નિર્ણય કરી લીધો છે. આ સાંભળતા સસરાના મનમાં અનેક તર્ક-વિત થવા લાગ્યા. હજારે વિચાર આવવા લાગ્યા. આવી રૂપરૂપનો અંબાર, નવયૌવના ના મનમાં વિચારના તરંગો તો હોય જ ને! બેટા ! તમારું ભાવિ તમે શું ઘડયું છે? તે સંકેચ ન હોય તો મને કહો. પુત્રવધૂનો વિચાર સાંભળવા શેઠ ઉત્સુક બન્યા. એ જવાબમાં આગની ગરમી હશે કે બાગની ઠંડક હશે ? એ કલ્પી શકાય તેમ ન હતું.
મારું ભાવિ ભાગવતી દીક્ષા: નીલાએ મક્કમ મને કહ્યું, બાપુજી! આપ દીર્ધાયુષ બને ને મને આપની સેવાનો લાભ મળે, મારા ભાગ્યમાં જ્યાં સુધી આપની સેવાનો લાભ મળશે ત્યાં સુધી લઈશ. જ્યારે આપની સેવાનો લાભ મળવાનું મારું સદ્ભાગ્ય નંદવાઈ જશે ત્યારે હું ભાગવતી દીક્ષા અંગીકાર કરીશ. આ શબ્દો સાંભળતા શેઠની છાતી ગજગજ ઉછળવા લાગી. બેટા ! તું ખરેખર કુળદીપક છે ! આટલી બધી ખાનદાની તારામાં છે! તું સાચી વીરાંગના છે. મને તો આ સંકલ્પ પણ નહોતે કે તે તારા જીવન માટે આવું નિર્માણ ઘડયું છે. ધન્ય છે બેટા ધન્ય છે તને! મારા માટે તેં તારું જીવન સેવામાં અર્પણ કર્યું. અને મારા મૃત્યુ બાદ તું સાચી વિરાંગના બનીને જૈન ધર્મની ભાગવતી દીક્ષા લઈને મારી સાત પેઢીને ઉજજવળ કરીશ. મારી સાત પેઢીનું નામ ઉજજવળ થવાનું હશે એટલે તમારા લગ્ન મારા દીકરા સાથે થયા. દીકર તે મરી ગયે પણ પેઢીનું નામ રાખવા તમારા જેવા સ્ત્રીરત્નને મૂકતો ગયો. બાપુજી! આપના ઘરમાં આવ્યા પછી મેં જે સંસ્કાર મેળવ્યા છે તેને આ બધા પ્રતાપ છે ! હવે આપ મારી ચિંતા ન કરતાં જીવનના છેલ્લા વર્ષોમાં ધર્મ સાધના કરે.
આપણે જીવન કેવું જીવવું છે? બરબાદ બનાવવું છે કે આબાદ બનાવવું છે? એ આપણા હાથની વાત છે. ભગવાનના સંતે શિલ્પી છે. તેમના ચરણે જીવન અર્પણ કરશું તો જીવનનું સાચું ઘડતર થશે. એક સારા પ્રસંગે રવિવારના દિવસે બહેન ભાઈના