________________
૧૨૪ ]
[ શારદા શિરેમણિ મનરાજાએ તો આ જીવને લેભ, મોહ, તૃષ્ણ અને મમતાની ઓળી પકડાવીને ભીખ માંગતો ભટકાવ્યો છે. વીરનું આવું વિરાટ શાસન પામીને શું આ કરવાનું હોય? ચકવતીને દીકરે ભીખ માંગે રે ? ના...ના...ચકવતી સમાન વીતરાગ શાસન પામીને ભીખ માંગવાની હોય? ના. અનંતકાળથી જીવ ભીખ માંગી રહ્યો છે. હવે તેની ઝોળી ભરાઈ ગઈ ખરી ? ના, માટે હવે એ દિશા તરફથી મનને વળાંક લેવાને છે. એક ન્યાયથી સમજીએ.
એક વાર દરિયાઈ મુસાફરીએ એક વહાણ નીકળ્યું. દરિયાઈ સફર શરૂ કરતા પહેલા ખલાસીઓએ પોત પોતાના ઈષ્ટદેવને નમસ્કાર કર્યા પછી વડાણ હાંકવાનું શરૂ કર્યું. બધા મુસાફરે આનંદ કિલ્લેલ કરી રહ્યા છે. વહાણ ઝડપથી દરિયાઈ માજાઓને કાપતું આગળ વધી રહ્યું છે. દિવસ પૂરો થતાં સંધ્યાકાળ થયો. સંધ્યાના અવનવા રંગમાં પાણી સુંદર દેખાતું હતું. એ કુદરતી દૃશ્ય સૌના મનમાં આનંદના તરંગો પેદા કરતું હતું. સંધ્યા અસ્ત થતાં રાત્રી શરૂ થઈ. ચારે બાજુ અંધકાર છવાઈ ગયે. રાત્રીના શાંત વાતાવરણમાં માત્ર પાણીના મોજાઓના અવાજ સિવાય કેઈ અવાજ સંભળાતે નથી ચારે બાજુ નીરવ શાંતિ હતી. બધા મુસાફરે નિદ્રાધીન થઈ ગયા. ત્યાં અચાનક બૂમ પડવા લાગી. બધા જાગી ગયા. શું થયું? ભયંકર વાવાઝોડાને પવન ફૂંકાવા લાગ્યો. ખૂબ ભયંકર પવન છે. બધા ભયભીત થઈ ગયા ને સહુ પિતાના ઈષ્ટદેવનું એકચિત્ત સ્મરણ કરવા લાગ્યા. આવા સમયે મન કયાંય જાય ખરું? ના. પવનથી વહાણ હાલમડોલમ થવા લાગ્યું. બધાને લાગ્યું કે હવે આપણે જાન જોખમમાં છે છતાં ખલાસીઓ પ્રતિકૂળ પવનની સામે વારંવાર સઢ ફેરવીને વહાણને બચાવવાના પ્રયત્ન કરતા હતા. ખરેખર એમના પ્રચંડ પુરૂષાથે વહાણને બચાવી લીધું. બધા યાત્રિકે હવે નિર્ભય બન્યા, અને જોખમી વાતાવરણમાંથી વહાણ સર્વથા બચી ગયું. બધાને ખૂબ આનંદ થયો. ખરેખર સઢ ફેરવવાની કળા આવડતી હતી તે પ્રતિકૂળ જોખમી વાતાવરણમાંથી પણ વહાણને સલામત રીતે કિનારે લાવી શકયા. એ વાત ખલાસીઓએ સિદ્ધ કરી આપી. - મનના સ૮ને ફેરવવાની કળા : આ ન્યાય આપણું જીવન માટે ખૂબ ઉપયોગી છે. આ સંસાર સાગરથી પાર થવા અને મોક્ષના કિનારે પહોંચવા માટે આપણે સંસાર સાગરમાં આપણે નાવ તરતી મૂકી છે. એ નાવને તેડવા માટે અનેક પ્રતિકૂળતાએ જીવનમાં આવે છે. કયારેક અચાનક રોગ હુમલો કરી જાય, કયારેક કક્ષાના પ્રસંગે ઉભા થતા હોય, કયારેક અણગમતું કરવાનો પ્રસંગ આવે, કઈ વાર ન ધાર્યા હોય એવા અશુભ અધ્યવસાયની હારમાળા ખડી થઈ જાય. આવા ન ધાર્યા પ્રસંગો ઉભા થાય ત્યારે મનને સ્વસ્થ રાખવું ખૂબ કઠીન છે. આવા કસોટીના સમયમાં સાધકના જીવનની પરીક્ષા થાય છે. આ સમયે મનના સઢને ફેરવવાની કળા હસ્તગત કરી લઈએ તે ભયંકર પ્રતિકૂળતાઓ પણું આપણું સાધકના જીવનમાં કયાંય કાણું પાડી શકે તેમ નથી. આ કળાઓને હસ્તગત કરી હોય એવા મહાપુરૂષોના ગૌરવવંતા