________________
૧૨૦ ]
[ શારદા શિરમણિ હોય તો બંધ ન બદલાય. બંધ પ્રમાણે ગતિમાં જવું પડે. સમક્તિની લહેજત કેવી છે સાંભળજો:
નરકમાં ગયેલ છવ સમક્તી છે અને દૈવયકમાં ગયેલે જીવ મિચ્છાવી છે. ગ્રેવયકમાં મારે, કાપો, છેદો, ભેદો, કાંઈ નથી. ત્યાં તો સુખ છે. જ્યારે નરકમાં ત્રણ નરક સુધી પરમાધામી દુઃખ દે છે, પછી બીજી નરકમાં પરસ્પર એકબીજા દુઃખ આપે છે. નરકમાં તે એકલે કાદવ, અંધકાર છે. અહીંયા થોડો કાદવ હોય તે ચાલવાનું મન ન થાય. ગભરાઈ જવાય. જ્યારે નરકમાં કેવી રીતે જીવ રહેતા હશે ! આવા ભયંકર દુઓ ભેગવતો હોય છતાં વયકમાં રહેલા મિથ્યાત્વી જીવે દુઃખી છે જ્યારે નરકમાં રહેલા સમક્તી છે સુખી છે કારણ કે મિથ્યાત્વી જીવેને વધુ મેળવવાની તૃષ્ણ છે. સમક્તી નેઈયા વહેંચણી કરી શકે કે કઈ મને દુઃખ આપતું નથી, મારતું નથી. કાપતું નથી. સમક્તિ છે એટલે અવધિજ્ઞાનથી જોઈ શકે કે મેં પૂર્વજન્મમાં આવા પાપકર્મો કર્યા છે તે કર્મો વ્યાજ સહિત ઉદયમાં આવ્યા છે. સારું થયું કે કર્મ અપાવાની ઉત્તમ ઘડી આવી છે. અહી ઉદયમાં આવેલા કર્મો ખપાવી દઈશ તો મારા માથેથી કર્મનું કરજ ઓછું થશે, જેટલા વધુ ભગવાઈ જશે તેટલા મારા કર્મો વધુ ખપી જશે અને હું જલ્દીથી મારા કર્મોને અંત કરીશ.
પિતે કરેલા ભોગવે પિતે દેશ બીજાના શું જુવે
દાટયા હતા તે દેખાયા, શેક કરીને શું રે ! સમક્તી જીવ આ રીતે વહેંચણી કરે. નરકમાં રહેલા સમક્તી છે જે શાંતિને અનુભવ કરી શકે તે વિયકમાં રહેલા મિથ્યાત્વી દેવે કરી શકતા નથી કારણ કે તેની પાસે બાહ્ય સંપત્તિ છે પણું આત્માની સંપત્તિ સમક્તિ નથી. આત્મિક સંપત્તિ જે સુખ આપી શકે તે બાહ્ય સંપત્તિ આપી શકે નહિ. તે તે દુર્ગતિમાં લઈ જાય.
શેઠાણીને કીમિયે : શેઠાણ પાસે આત્મિક સંપત્તિ ન હતી. એટલે કુંભારના શબ્દો સાંભળીને પારાશીશી ચઢી ગઈ. મારા ધણીનું આવું હડહડતું અપમાન ! ક્રોધના આવેશમાં આવી ગયા. કોધને જીતે તે સાચે માનવ. કોધ ગયો તો સમજવું કે બેડો પાર. તે તો કોધમાં ને કોધમાં ઘેર આવ્યા અને કઈ શોધે તો જડે નહિ એવી વખારમાં જઈને સૂઈ ગયા. તેના મનમાં ફાંકે છે કે હું કહીશ તે પ્રમાણે શેઠ બધું કરશે. ૧૨ વાગે શેઠ ઘેર આવ્યા. શેઠાણી કયાંય દેખાયા નહિ. તેમણે આખા ઘરમાં રૂપાબાની તપાસ કરાવી. છતાં દેખાતા નથી. નકરને પૂછે છે, તારા રૂપાબા કયાં ગયા છે તે દેખાતા નથી? શોધતા કલાક થઈ ત્યારે વખારમાં તેમને પત્તો પડ્યો. શેઠ પૂછે છે શેઠાણી ! શું થયું છે? તાવ આવ્યો છે? કઈ તકલીફ થઈ છે? પણ બોલે તે બીજા. શેઠે ઘણા કાલાવાલા કર્યા. શેઠનું પાણી બરાબર ઉતર્યું. છેવટે શેઠાણી ગુસ્સાથી બોલ્યા-મને શા માટે બોલાવે છે? તમારા પૈસાને શું કરવાના છે? તમારા પૈસા પડયા ખાડામાં. ગામમાં તમારી કિંમત કેડીની પણ નથી. કોઈ તમને બે આનાની ચીજ પણ ઉધાર ન આપે.