________________
૧૧૮ ]
( શારદા શિરેમણિ ગાથાપતિની વાત ચાલે છે. આનંદ ગાથા પતિની બુદ્ધિ કેવી હતી? તે બતાવતા શાસ્ત્રકાર કહે છે રાજ્યમાં કોઈ ગૂંચ પડે, કોઈ મુશ્કેલી આવે તે રાજાઓ પણ આનંદને બેલાવતા. આનંદ જે ચુકાદો આપે, ન્યાય આપે તે રાજા માન્ય કરતા. રાજાએ તેની વાત માન્ય કયારે કરે ? આનંદ ગાથાપતિ તટસ્થ, શુદ્ધ ભાવથી, પ્રમાણિક રીતે ન્યાય કરતા હોય ત્યારે ને ! રાજા મહારાજાના પણ વિશ્વાસપાત્ર બન્યા હતા. આનંદ ગાથાપતિને રાજા, ઈશ્વર, તલવર, માંડલિક, આદિ તરફથી ઘણાં કાર્યોમાં, કાર્યોને સિદ્ધ કરવા માટેના ઉપાયોમાં, બોલાવતા હતા. બધાને માટે સાચા સલાહકાર હતા. દેશ અથવા રાજ્યનું હિત વિચારવા માટે રાજા મહારાજા તેની સલાહ લેતા હતા. કુટુંબમાં કેઈ પણ કેયડો ગુંચવાય ત્યારે કેટ કે કચેરીને આશ્રય લેવો પડતો નહિ. પણ આનંદ તેની બુદ્ધિથી, ન્યાયથી કેયડા ઉકેલતા. આવી બુદ્ધિ મળવી એ પણ પૂર્વના પુણ્ય હોય તો મળે છે. આનંદ જ્યાં જાય ત્યાં આનંદ વર્તાવે છે. આનંદ ગાથાપતિને આદેય અને જશેકીર્તિ નામ પ્રકૃતિને જબ્બર ઉદય છે. એટલે તેમની વાતને બધા આદર કરે. બધા મંજૂરી કરે અને સહર્ષ સ્વીકારી લે. - આનંદ ગાથાપતિમાં નિરાભિમાનતા છે. રંક હોય કે રાજા હોય પણ સર્વ જીવે પ્રત્યે તેને મિત્રીભાવ છે. આવા આનંદ ગાથાપતિ વૈભવશાળી, સંપત્તિશાળી કુટુંબના, દેશના અને જનતાના પ્રેમને જીતનાર પુણ્યવંત આત્મા હતા. તેમને ત્યાં અઢળક સંપત્તિને પરિગ્રહ હતા. જ્ઞાનીએ છ પ્રકાર પરિગ્રહ બતાવ્યો છે. “અcq જા, હું વા, વાં, શુદ્ધ થા, નિત્તતં વા, વિરજંત વા !” અલ્પ એટલે કેડી (જેની કિંમત મામૂલી હોય) ની હોય, બહું એટલે ચાહે ધન, ધાન્ય, હિરણ્ય આદિ હોય, ચાહે તે અણુ હોય અથવા સ્થૂલ હોય, આણુના બે પ્રકાર હોય છે. મૂલ્યથી અને પ્રમાણથી. મૂલ્યથી અણુ તૃણ, લાકડા આદિ અને પ્રમાણથી અણુ વ્રજમણિ આદિ. સ્કૂલ પણ બે પ્રકારના મૂલ્યથી અને પ્રમાણથી. મૂલ્યથી અને પ્રમાણુથી બંને રીતે હાથી-ઘોડા આદિ. હવે સચેત તે પુત્ર, સ્ત્રી, દાસ, દાસી આભૂષણ, અને મકાન આદિ અચેત. આ છ પ્રકારને પરિગ્રહ ભગવાને બતાવ્યું છે. જ્યાં પરિગ્રહ પ્રત્યેની મૂછ છે ત્યાં કર્મબંધન છે. જ્ઞાનીઓ તે કહે છે કે છ ખંડના અધિપતિ ચક્રવર્તી કે જેની પાસે લખલૂટ સંપત્તિ છે પણ તેના પ્રત્યે મૂછ ન રાખે છે તે પરિગ્રહવાન નથી, અને ભિખારી ભીખ માંગતો હોય પણ બંગલા આદિને જોઈને થાય કે હું ક્યારે વસાવીશ? આ બધું સુખ મને કયારે મળશે? ભલે અત્યારે તેની પાસે નથી પણ મેળવવાની તૃષ્ણા છે તેના પ્રત્યે મૂછ છે એટલે તે ભિખારી હોવા છતાં પરિગ્રહવાન છે. પરિગ્રહ પ્રત્યેની મૂછ જીવની ગતિ બગાડે છે. પાપાનુબંધી પુણ્યવાળે પૈસે આવ્યા હોય તે અન્યાય અનીતિ કરાવે, કષાય, રાગદ્વેષ કરાવે, ધર્મથી વિમુખ કરાવે અને અધઃપતનની ખાઈમાં પટકાવી દે. ઘણી વાર લમીને નશો અહંકારે ચઢાવી મોટો અનર્થ સઈ દે છે.