________________
શારદા શિરેમણિ ]
[ ૧૧૫ કાળે મિથ્યા થતું નથી. લેખ પર મેખ કઈ મારી શકતું નથી. શેઠ પુત્રવધૂને પણ હિંમત આપે છે. વહુબેટા! હવે તું રડીશ નહિ. આપણુ પાપનો ઉદય છે માટે આવું બન્યું. નાનપણમાં તારા માબાપ ચાલ્યા ગયા, સાસુ પણ ચાલ્યા ગયા. છેવટે તારું જીવન જેને ચરણે ઝૂકાવ્યું તે પતિ પણ ચાલ્યો ગયો. હું સમજું છું કે તારા માટે આ આઘાત . તે નથી પણ આપણું ભાગ્ય પરવારી ગયું. માટે હિંમત રાખ, કેઈને આજે તે કેઈને કાલે જવાનું છે. નીલા પણ ધર્મને પામેલી છે, પિતાના કર્મને દોષ દેતી મનમાં ધીરજ ધરવા લાગી. સંસારમાં માનવીના માથે કર્મસત્તાએ એવું એકેય દુઃખ નાંખ્યું નથી કે સમય જતાં એ વિસારે ન પડે. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ નીલાનું દુઃખ અને આઘાત શમતા ગયા. ધર્મના રંગે રંગાયેલી નીલાએ તેના જીવનને ધર્મમાં જેડી દીધું.
શેઠના મનમાં એ વિચાર આવે છે કે શેઠાણી ગુજરી ગયા પછી હું દુઃખીયાર તે હતો. તેમાં આ પુત્રવધૂનું વિધવાપણાનું દુઃખ જેવાનું આવ્યું. કેવા મારા જમ્બર પાપને ઉદય? કર્મ વિના કાંઈ બનતું નથી. નીલા તે હવે સામાયિક, પ્રતિકમણ, ચૌવિહાર આદિ ધર્મક્રિયાઓ કરવા લાગી. તે સસરાને કહે છે. “બાપુજી! હવે આપણે રસોઈએ જોઈતો નથી. ઘરમાં હું અને તમે બે જણા છીએ. હું જાતે રસોઈ કરીશ. આ નેકો પણ જોઈતા નથી. એક કામ કરવા માટે બાઈ રાખે” કારણ કે તે સમજે છે કે મારું રૂ૫ અથાગ છે. યુવાની ખીલેલી છે. ભરયુવાનીમાં ચારિત્ર સાચવવા માટે ઘરમાં યુવાન રસોઈયે કે નેકર કયુારેક બાધારૂપ બની જાય, માટે તેણે રસોઈયા, નેકરોને રજા આપવાનું કહ્યું –સાથે કહ્યું કે આપણે તેમને અચાનક રજા આપીએ તો તેમને દુખ થાય. તેઓ કયાં જાય? માટે આપ દરેકને એક બે વર્ષના પગાર આપીને છૂટા કરે જેથી તેમને દુઃખ ન થાય.
હવે નીલાનું કેશુ? : સસરા વહને દીકરીની જેમ રાખે છે. નીલા પણ લાજમર્યાદામાં રહીને સસરાની સેવાભક્તિ કરે છે. સમય મળે તેમાં સારું વાંચન, ચિંતન કરે છે. આ રીતે દુઃખમાં પણ સુખ માનીને જીવન વીતાવે છે; પણ શેઠને મનમાં એક કડે કેરી ખાય છે હવે હું ઘરડો થયો છું. મારા માટે પણ ક્યારે ગોઝારે દિવસ આવી જશે એ ખબર નથી. મારા મરણ પછી નીલાનું કેણુ? આટલા મોટા આલિશાન બંગલામાં આ સુખ અને વૈભવમાં તે એકલી કેવી રીતે રહી શકશે? શેઠના મનમાં આ મુંઝવણ છે છતાં કઈ દિવસ કહેતા નથી. નીલાને પરણીને આવ્યા વર્ષો થયા છતાં નીલાએ નથી મુખ જોયું સસરાનું કે સસરાએ નથી મુખ જોયું નીલાનું. નીલા તેની મર્યાદામાં રહીને સેવાભક્તિ કરે છે. એક દિવસ સસરાથી ન રહેવાયું. તેમણે નીલાને બોલાવીને કહ્યું, વહુ બેટા ! મારે તમને એક વાત પૂછવી છે. મેં તમને મારા અંતરની વાત કરવા બોલાવ્યા છે. નીલા સફેદ સાડીમાં લાજ કાઢીને સસરાની પાસે આવી. ત્યારે સસરાએ નીલાનું મુખ જોયું. ચાંદલા વગરનું કપાળ અને વેદનાયુક્ત મુખ જોતાં