________________
શારદા શિરેમણિ ]
[ ૧૭ છે હું હવે તે પ્રમાણે કરીશ. બીજે દિવસે શેઠ નાહી ધેઈને પદ્માસન લગાવીને અઠ્ઠમના પચ્ચખાણ લઈને બેસી ગયા. એક રાત ગઈ, બીજી રાત ગઈ ત્રીજી રાતે રાત્રીના પાછલા પ્રહરમાં એકદમ પ્રકાશ પ્રકાશ થયે. અઠ્ઠમના પ્રભાવે દેવનું આસન ડોલ્યું. અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને જોયું કે મારો ભક્ત મને યાદ કરે છે. તો જઈને જોઉં કે તેણે મને શા માટે યાદ કર્યો છે? એટલે દેવ આવ્યા. આવીને પુરંદરને કહે છે ખોલ આંખો ખોલ. હું તારા પર પ્રસન્ન થયે છું. તું માંગ-માંગ, માંગે તે આપું. પુરંદર શેઠે આંખો ખોલીને તેમના દર્શન કર્યા. ભાવભીના શબ્દોથી સત્કાર્યા, પછી કહ્યું –અત્યારે અમારી પાસે બધું છે માત્ર એક કુળદીપક જોઈએ છે તે પણ ધનના વારસા માટે નહિ પણ મારો ધર્મ નો વારસો સાચવે એ કુળદીપક જોઈએ છે. શેઠ! તમારા ભાગ્યમાં છે પણ હજુ તમારા કર્મોમાં અંતરાય નડે છે, માટે થોડી મુશ્કેલીઓ પણ છે. તે મુશ્કેલીઓને દૂર કરવા માટે આપ જે કહેશો તે બધું કરીશ. સંસારના સુખ માટે જીવ કેટલું કષ્ટ વેઠવા તૈયાર થાય છે, અને આત્મા માટે કેટલી પીછે હઠ કરે છે.
દેવ કહે છે શેઠ! તમે શુભ ભાવથી દાનને પ્રવાહ વહાવે અને બધાની દુઆ લે. સુપાત્ર દાન, અનુકંપા દાન દો. સુપાત્ર દાન શ્રેષ્ઠ છે. ધર્મ ધ્યાન કરે. વ્રતનિયમ કરો. આઠમ પાણીના પૌષધ કરે. આ બધું કરવાથી તમારું કર્મ દૂર થશે ને તમારા ઘેર પારણું બંધાશે. તમારી ઈચ્છા જરૂરે પૂરી થશે. ભલે. હું જરૂરથી આટલું કરીશ. એમ કહીને દેવ અદશ્ય થઈ ગયા. શેઠને તે આ વાત સાંભળતા ખૂબ આનંદ ને હર્ષ થયા. અઠ્ઠમ પૂરો થતાં શેઠ પૌષધ પાળીને ઘેર ગયા. પુણ્યશ્રી તે રાહ જોઈને બેઠી છે. આજ અઠ્ઠમ પૂરે છે. હમણાં મારા પતિદેવ આવશે. તેમના પારણાની તૈયારીઓ કરી છે. ત્યાં શેઠને આવતા જોયા. તે ગાંડીઘેલી બની ગઈ તેનું અંતર આનંદથી ઉછળવા લાગ્યું. શેઠના સામાં જઈને તેમનું સ્વાગત કર્યું. પુણ્યશ્રી કંઈ પૂછતી નથી. તે સમજે છે કે અઠ્ઠમ પૌષધ હતો એટલે પાણીને શેષ પડયો હોય. શાંતિથી શેઠને પારાગું કરાવ્યું. પાર પતી ગયા બાદ શેઠની પાસે જઈને બેઠી અને પૂછયું-આપે અઠ્ઠમ તપ કર્યો તેનું પ્રમાણપત્ર મળ્યું કે નહિ? અઠ્ઠમ તપ સફળ થયે કે નહિ ? દેવી! અઠ્ઠમ તો સફળ થયે છે પણ તેમાં થોડું અંતરાય કર્મ છે. તે કર્મને દૂર કરવા માટે તેમણે કહ્યું છે કે આપ સુપાત્રદાન આદિ કરે. ગરીબના આંસુ લૂછજો. તેમની દુઆ મેળવો. લક્ષ્મી પરમાર્થમાં વાપરજે, અને આઠમ–પાણીના પૌષધ, ઉપવાસ, સામાયિક આદિ ધર્મધ્યાન કરજે. જેથી તમારું અંતરાય કર્મ ખપી જશે. મેં તેમને આ બધું કરવાનું વચન આપ્યું છે. પુણ્યશ્રી કહે-ભલે આપ જે કહેશે તે બધું કરવા હું તૈયાર છું. સંતાનની પ્રાપ્તિ માટે કેટલું કરવા તૈયાર થયા! શેઠ-શેઠાણી તે દિવસથી ધર્મ આરાધનામાં વધુ જોડાવા લાગ્યા. દાનપુણ્ય શરૂ કર્યું. સંતની, ગુરૂ ભગવંતોની ખૂબ ભક્તિ કરવા લાગ્યા. આપણે ત્યાં પણ તપ ત્યાગના મંગલ દિવસે આવી રહ્યા છે. આપ આપની શક્તિને ગાવશો નહિ. તપ વિના કર્મ ક્ષય થવાના નથી. આ શેઠ-શેઠાણી ધર્મ ક્રિયાઓ તથા દાન આદિ કરી રહ્યા છે હવે ત્યાં શું બનશે તે વાત અવસરે.