________________
શારદા શિમણિ ]
| [ ૧૦૫ ફરિયાદ કરવા જશે ને? ડૉકટર સાહેબ! દવા બરાબર લઉં છું, પરેજી પાળું છું છતાં રેગ કેમ જતો નથી? જૈનદર્શન પ્રમાણે અશાતા વેદનીય શાંત થાય ને શાતાદનીય ઉદય થાય તે ગ મટે. તમારે રેગ ન મટે તો કારણ શોધે ને? અહીં તમે રોજ ઉપાશ્રયે આવે છે. વીરવાણી સાંભળે છે. સંતેને સમાગમ કરે છે છતાં વિકારે ગયા નહિ, રાગ-દ્રવ મંદ પડયા નહિ, સંસારને, પત્ની, પરિવારને મેહ છૂટે નહિ. ગુણી પ્રત્યે રાગ ન થયે પણ ગુણ પ્રત્યે દ્વેષ થયે તે ભવગ કયાંથી જાય ? કઈ માણસને કેસર થયું. તમને ખબર પડી કે આ ભાઈને કેન્સર થયું છે. તે તમને થશે કે અરરર.... કેન્સર થયું ? કેસરનું નામ પડતાં ત્રાસ થાય છે. ધ્રુજારી છૂટે છે પણ આ ભવરગ લાગુ પડે છે તેના પર ધ્રુજારી છૂટે છે ? તેને ત્રાસ થાય છે? ભગવાન મહાવીરને માર્ગ મળે, ભગવાનની પેઢીના મેમ્બર બન્યા. જિનવાણી રૂપી અમૃતનું આસ્વાદન મળ્યું છતાં હજુ ભવભ્રમણનું કેન્સર કેમ મટતું નથી? ગુણીજને પ્રત્યે મને દ્વેષ કેમ આવે છે? ધર્મની દુકાને ખેલીને નુકશાની તે નથી કરી ને ?
ચરમાવમાં આવ્યા પછી જીવમાં આ ત્રણ ગુણે આવે. આ ત્રણ ગુણે આવતા વિષય પ્રત્યે વિરાગ, ભવનિર્વેદ અને કષાયોની ઉપશાંતતા થાય. આ બધા ગુણે આવશે કયારે? ચરમાવમાં આવ્યા પછી આગળ પ્રગતિ કરવા આગેકૂચ કરે. એક એક પગથિયે આગળ વધે. આગળ વધતાં જીવ પિતે ગુણી અને ગુણાનુરાગી બનશે. તેનામાં અવગુણ નહિ રહે. વિષય પ્રત્યે વિરાગ આવશે, વિષયો અને કષાય તો બે ભયંકર શત્રએ છે જીવને નરક નિગોદમાં લઈ જનાર છે. આત્માને સંસારમાં રખડાવનાર છે. આ વિષયે અને કષાયોને દૂર કરશું નહિ ત્યાં સુધી ગુણું બની શકીશું નહિ. આત્માને વિશુદ્ધ, નિર્મળ બનાવવા માટે વીરના માર્ગે આવ્યા વગર છૂટકો નથી. તે માટે આત્માને સારે બનાવવું પડશે. આજે માનવી પોતે સારો કેમ દેખાય તે માટે પ્રયત્ન કરે છે પણ સારા બનવા માટે પ્રયત્ન કરતો નથી.
એક ગામડીયે માણસ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. ગલીના નાકે રહેલા ટુડિયોની દુકાન પર તેની દૃષ્ટિ પડી. એ દુકાન પર બર્ડ મારેલું હતું કે તમે જેવા દેખાવા માંગે છે તે ફેટો પડાવ હોય તે તેની કિંમત બે રૂપિયા છે. વર્તમાનમાં તમે જેવા દેખાઈ રહ્યા છે તે ફેટો પડાવવો હોય તે કિંમત ૧ રૂપિયે અને તમે જેવા છો તે ફોટો પડાવવો હોય તો કિંમત આઠ આના. દુનિયામાં આજે મોટા ભાગના જીવે એવા છે કે હું કેમ સામે દેખાઉં. તમે ફેટો પડાવવા જાવ ત્યારે ફોટોગ્રાફર જેમ કહે તેમ સરખા થઈને બેસે. ફોટો સારે પાડે છે તે મુખ હસતું રાખજે. મુખ હસતું રાખ્યું પણ જે દાંત દેખાતા હોય તે કહેશે કે મુખ સરખું રાખો ને ! તમારા દાંત દેખાય છે મુખ હસતું રાખવાનું ને દાંત દેખાય નહિ એ રીતે બેસો તે ફેટો સારે આવે. ત્યાં સરખા થઈને બેસે પણ અહીં બે ઘડીની સામાયિકમાં પણ કાયાની સ્થિરતા રહી શકતી નથી.