________________
૧૦૬ ]
[ શારદા શિરમણિ કેવો ફેટે પડાવ છે?: પેલે ગામડી માણસ સ્ટડીમાં ગયો. ફેટાગ્રાફરે પૂછ્યું-ભાઈ! તમારે કે ફેટો પડાવ છે ? ગામડિયે કહે મારે આઠ આનાને પડાવે છે. ભાઈ! આઠ આનાને ફેટો પડાવનાર તું પહેલવહેલે આવ્યો છે બાકી બધા તો પોતે હોય એના કરતાં વધુ સારા દેખાવાના હેતુથી બે રૂપિયાને ફેટો પડાવવા આવે છે. આપણા આત્માની પણ આ દશા છે. સારા બનવા માટે જીવ પ્રયત્ન કરતો નથી, પણ કેમ સારો દેખાઉં તેના માટે તે ઉપાય શોધે છે અને જીવનમાં સારો દેખાવ કરવા માટે થાય તેટલા અન્યાય, અનીતિ, અધર્મનું સેવન કરવા માટે પણ તૈયાર થઈ જાય છે, પણ ભગવંત કહે છે સારા દેખાવા કરતાં સારા બનવું એટલે સદ્દગુણી બનવું તેમાં આત્માનું શ્રેય છે. માત્ર અપ ટુ ડેટ કપડા પહેરવાથી કેસરની ભયાનકતા, ગુમડાની પીડા કે ખસ આદિ ઓછા થતા નથી. બહાર દેખાવ ગમે તેટલે સારે કરે. છતાં રોગ મટતો નથી. એ તો એના અશાતાદનીય શાંત થયા હોય તે મટે છે. જ્ઞાની કહે છે કે સારા દેખાવા માટે આત્માએ માયા-કપટ ઘણા કર્યા પણ આત્માને સારો અને સુંદર બનાવે છે તો નિર્મળ–સરળ બનવું પડશે. ખેડૂતને જે અનાજને પાક મેળવે છે તો કાળી ભૂમિમાં બીજ વાવશે તે અઢળક પાક મળવાને છે, તેમ સમક્તિના બીજ વાવવા છે તો આત્મા રૂપી ધરતી સરળ-ભદ્રિક અને પવિત્ર બનાવવી પડશે. આનંદ ગાથા પતિને ત્યાં ૪૦ હજાર ગાયો હતી. તેના કારણે બીજા સેંકડે જીવેનુ ભરણપોષણ ત્યાં થાય છે. આનંદની બુદ્ધિ કેવી તીવ્ર છે અને તે કેવા પ્રભાવશાળી છે તેના ભાવ અવસરે.
ચરિત્રઃ પુરંદર શેઠ વૈભવશાળી અને ખૂબ સુખી છે, પણ પુત્રની બેટ તેમને સાલે છે. તેમનામાં અને તમારામાં ક્યાં ફરક છે? તમારે ત્યાં પુત્ર ન હોય તો એમ થાય કે મારા ધનને વારસો કેણુ ભગવશે? જ્યારે શેઠ સંસારના સુખો માટે કે લક્ષ્મી માટે સંતાનની ઈચ્છા નથી કરતા. તેમના મનમાં એ ભાવના છે કે મારા ધર્મને વારસો પુત્ર વિના કોણ સાચવશે ? મારા અભંગ દ્વાર સદા ખુલ્લા રહે. સંતને સુપાત્રદાન બંધ ન થાય અને ધર્મની પરંપરા ચાલુ રહે તે માટે પુત્રની ઈચ્છા કરે છે. પતિની ચિંતા દૂર કરવા પુણ્યશ્રીએ કહ્યું નાથ! આપ ફરી વાર લગ્ન કરે. શેઠે કહ્યું કે તું આ વાત કયારે પણ કરતી નહિ. બે પત્નીને પતિ કયારે પણ સુખી હોતા નથી. તે સિવાય બીજે કઈ ઉપાય હોય તો તું બતાવ.
પુત્રની પ્રાપ્તિ માટે શેઠના પ્રયત્ન : પુણ્યશ્રી કહે છે નાથ! કઈ દેવ-દેવી દીકરા આપી શકતા નથી. ગજસુકુમાલ વખતે કૃષ્ણજીએ પિતાની માતાની ઈચ્છા પૂરી કરવા અઠ્ઠમ કરીને દેવની આરાધના કરી, પછી દેવ પ્રસન્ન થયા ત્યારે કહ્યું કે હવે મારી માતા દેવકીજીના ભાગ્યમાં સંતાન છે ? તે રીતે આપ અઠ્ઠમ કરીને દેવની આરાધના કરો અને પછી પૂછી જુઓ કે અમારા નસીબમાં સંતાન છે? જે હશે તે હા પાડશે. નહિ હોય તો કાંઈ દેવ દીકરા દેતા નથી. શેઠ કહે દેવી ! તારી વાત સાચી