________________
૦ ]
[ શારદા શિમણિ પિતાનું અહોભાગ્ય માનતા. આ શેઠ પુણ્યાનુબંધી પુણ્ય લઈને આવ્યા છે એટલે આટલા છલક્તા વૈભવમાં પણ તેમની ધર્મભાવના ખૂબ હતી. તેઓ જૈનધમી હતા. જૈન ધર્મનું જ્ઞાન પણ સારું પ્રાપ્ત કરેલું છે. શ્રાવકના ૧૨ વ્રત અંગીકાર કર્યા છે. આવા પુરંદર શેઠનું ચારિત્ર ખૂબ ઉત્કૃષ્ટ હતું. લક્ષ્મીની છેળો ઉડતી હતી. છતાં તેમનું જીવન નિર્મળ શુદ્ધ હતું. તેમની પત્ની પુણ્યશ્રી પણ તેવી જ હતી. તે શીલવંતી, ગુણવંતી, સાદી, સરળ, નિરભિમાની અને ધર્મની અનુરાગી હતી. રથના બે પૈડા સરખા હતા. પતિ-પત્ની બંને ધર્મ કરતા હોય એવા જીવને જોઈ એ તે આનંદ થાય. બંને સાથે સવાર-સાંજ પ્રતિક્રમણ કરે, ચૌવિહાર કરે. સુપાત્ર દાન દે. નિર્દોષ ગૌચરી વહરાવે. આ રીતે બંનેનું સંસારી- જીવન ખૂબ આદર્શ હતું.
આ પુણ્યવંત શેઠ આ નગરીના શણગાર છે. નગરીની શોભા છે. પુરંદર શેઠના મહેલના દ્વાર સદા અભંગ રહેતા. તેમના આંગણે જે આવે તેને કઈ જાતના ભેદભાવ વગર ખુલ્લા દિલે આપતાં. એક વાર શેઠના મુખ પર થોડી ઉદાસીનતા આવી. શેઠ ગમગીન બન્યા. જમવા બેઠા તે પૂરું જમ્યા નહિ. તેમને ખાવું ભાવ્યું નહિ. જે ગુણીયલ સ્ત્રી હોય છે તે પતિના સુખે સુખી અને દુઃખે દુઃખી હોય છે. પુણ્યશ્રી પતિનું મુખ જોઈને સમજી ગઈ કે આજ મારા પતિ ઉદાસ લાગે છે. બરાબર જગ્યા પણ નથી. આથી પુણ્યશ્રીને પણ ખાવું ભાગ્યું નહિ, છતાં બપોરે ન પૂછયું. સાંજે જમવા આવ્યા તોપણ એ જ સ્થિતિ હતી. પછી શેઠ શેઠાણી બંનેએ પ્રતિક્રમણ કર્યું ત્યાર બાદ વિવેકી ગુણીયલ સ્ત્રી શેઠને વિનયથી પૂછે છે સ્વામીનાથ ! આપણે ત્યાં સુખની કાંઈ કમીના નથી. છતાં આપ આજે ઉદાસ, ગમગીન કેમ દેખાવે છે? શું આપને માથે કોઈ ચિંતા આવી છે? જે હોય તે સત્ય કહે. મને કઈ ચિંતા નથી. એ તે તમને એવું લાગે છે. ના...આપના મુખ ઉપર દેખાઈ આવે છે કે આપ ગમગીન છે. મુખના ભાવ છાના નથી રહેતા. શેઠાણીએ ખૂબ આગ્રહ રાખે ત્યારે શેઠ કહે શેઠાણી!
દે ગંદક સૂરની પેરે સુખ ભોગવતા સંસાર,
અશુભ કર્મના ઉદયથી સંતતિ નહિ તસ એક. ' મને એક વાતને અફસોસ છે કે આપણે ત્યાં સંપત્તિ, વૈભવને તો પાર નથી. દેવે જેવા સુખ ભોગવીએ છીએ, પણ હજુ આપણે ત્યાં સંતાન નથી. આ વૈભવે ભેગવનાર કોઈ નથી તેની મને ચિંતા નથી, પણ મારા ઘરના દ્વાર સદા અભંગ રહે છે જે સંતાન ન હોય તે મારા ઘરના દ્વાર બંધ થઈ જશે. સાધુ-સાધ્વી મારા આંગણે આવે નહિ. સાત પેઢીથી આ લક્ષમી અને ધર્મ ચાલ્યા આવ્યા છે તે કાયમ ચાલુ રહે અને સંતનું આગમન રહે. આથી શેઠાણું સમજી ગયા. થોડી વાર તે મૌન રહ્યા. શેઠ કહે તું ચિંતા ન કરીશ. હું ચિંતા નથી કરતી. હું એ વિચારું છું કે આપણા મહેલમાં પારણું કેવી રીતે બંધાશે. શેઠ કહે એને કોઈ ઉપાય તમને જડે છે ખરો ? સ્વામીનાથ ! હું એ જ વિચારી રહી છું. હું તમને સલાહ આપું, પણ તમે મને