________________
૮૮ |
[ શારદા શિરેમણિ જવાનું. તમારા બધાને ત્રણ દિવસને ખાધાપીધાને બધો ખર્ચો હું આપીશ. હુમાયુના નેકરે કહે–ભલે. ભેરૂશા આટલી કબૂલાત કરાવી મારતે ઘોડે દિલ્હી પહોંચ્યા. તે સમયે લેન કે ટ્રેઈન ન હતા. દિલ્હી જઈને હુમાયુને સલામ ભરી. નમસ્તે કરી તેમના ચરણમાં કિંમતી ઝવેરાતને થાળ ધર્યો, રાજાને વશ કરવા નજરાણું ભેટ ધર્યું. હુમાયુએ આ કિંમતી રત્ન જોયા. ભેરૂશાની નમ્રતા, તેમને વિનય, વિવેક, બેલવાની મીઠાશ બધું જોઈને રાજા પ્રસન્ન થયા, અને ભેરૂશાને કહ્યું માંગ, માંગ, માંગે તે આપું. માંગવાને મોકો બરાબર મળ્યો છે. આવા સમયે તમને કઈ કહે કે માંગ માંગ માંગે તે આપું. તે તમે શું માંગે? રાજન ! આપ મને માંગવાનું કહે છે તે હું એટલું જ માંગુ છું કે આપ મને આ કેરા કાગળ પર સહી કરી આપો. આપ મારા પર વિશ્વાસ રાખજો કે તેને ઉપયોગ એ નહિ થાય કે તમારું નામ બદનામ થાય. તે દુરૂપયોગ નહિ થાય. હું વિશ્વાસઘાત નહિ કરું. આ સહીને ઉપગ આપનું ગૌરવ વધારવામાં થશે. ભેરૂશાએ હુમાયુની પાસે જઈને કેરા કાગળમાં સહી કરાવી લીધી. શેઠની પ્રમાણિક્તા, વિનય, નમ્રતા, જેઈને હુમાયુએ સહી કરી આપી, પછી પૂછતા નથી કે આ સહી તું શા માટે કરાવે છે? શેની કરાવે છે? ભેરૂશા પર કેટલે વિશ્વાસ હશે! તમારા સંસારમાં આજે બાપને દીકરા પર અને દીકરાને બાપ પર વિશ્વાસ નથી. જેને તમે તમારી અર્ધાગના કહે તે પત્ની પણ આ રીતે સહી કરી આપે ખરી? ના. કરે તે તરત પૂછશે કે આ સહી શા માટે કરાવે છે ? તેને પણ તમારા પર વિશ્વાસ નથી. આ તમારે સળગતે સંસાર !
બંધનથી મુક્તિ : હુમાયુને ભેરૂશા પર કેટલે વિશ્વાસ હશે કે સહી કરી આપી. એટલું પૂછ્યું પણ નહિ તમે સહી શા માટે કરવો છે? ભેરૂશા એ કાગળ લઈને તરત રવાના થયા. મારતે ઘેડે પોતાના ગામમાં પહોંચી ગયા. સહી કરેલા કાગળ ઉપર લખી નાંખ્યું કે “૯૦૦૦ કેદીઓને તાત્કાલિક છોડી દો.” હુમાયુની સહીના બરાબર ઉપરના ભાગમાં લખ્યું. ભેરૂશાએ જઈને એ કાગળ હુમાયુના માણસને બતાવ્યો, તે માણસે કહ્યું જે રાજાની સહી હોય તે માટે રાખવાની શી જરૂર ? ૯૦૦૦ કેદીઓને મુક્ત કરી દીધા. જે કેદીઓને ખાવાપીવા મળતું ન હતું, માર અને પ્રહારો મળતા હતા, પશુની જેમ બે ઉપડાવતા હતા. આ બધા ત્રાસમાંથી તે કેદીઓને દુઃખમુક્ત કર્યા ત્યારે તેઓએ આશીર્વાદની કેવી વર્ષો વહાવી હશે ! આશીર્વાદ મળે ન મળે. બધા કેદીઓને છેડયા ત્યારે ભેરૂશા કહે છે મારા ભાઈઓ! તમને અત્યારે છૂટકારો મળ્યો તે પ્રતાપ મહારાજા હુમાયુને છે. આ કાગળમાં તેમની સહી છે. તેમને આપ બધા પર દયા આવી. કરૂણા આવી એટલે આપ બધાને છોડી દીધા છે. બધા કેદીઓ બંધનથી મુક્ત થયા એટલે નાચવા ને ફૂદવા લાગ્યા, અને બેલ્યા-મહારાજા ! દીર્ધાયુષી બને. તેમના પર આશીર્વચનને વરસાદ વરસાવવા લાગ્યા. બધા કેદીઓ ખુશ થતાં પિતાના ઘેર ચાલ્યા ગયા.