________________
શારદા શિરમણિ ]
[ ૮૯ પિતાના જાનને કુરબાન કરવા તૈયાર થયેલો ભેરૂશા : કેદીઓને મુક્ત કર્યા બાદ ભેરૂશા સહીવાળો કાગળ અને તલવાર લઈને ઘોડા પર બેસી દિલ્હી પહોંચ્યું. જઈને હુમાયુને કહે છે નામવર ! આપ આ તલવાર મારા પર ચલાવો. તલવારના ઝાટકે મારું માથું ઉડાવી દે. કેમ ભાઈ ! પણ છે શું ? શા માટે તલવાર ડોક પર ચલાવવાની કહો છો ? મેં આપને ગુને કર્યો છે. હું આપનો ગુનેગાર છું. માટે આપ મારા પર તલવાર ચલાવે. કેરા કાગળ પર મેં આપની સહી કરાવી. ૯૦૦૦ કેદી - એને ત્રાસ હું જોઈ શકતો નહોતો. તેમનું દુઃખ મારાથી જેવાતું નહોતું. તમારી સહીને ઉપયોગ મેં એ ૯૦૦૦ કેદીઓને મુક્ત કરવામાં કર્યો છે. મારા એકના જાનની કુરબાની પાછળ ૯૦૦૦ રૌનિકોના જીવન જે બચી જતાં હોય તો તેનાથી વધારે મારા જીવનને સદુપયોગ શું હોઈ શકે ! આનું નામ ધર્મ પામ્યા કહેવાય. આનું નામ કરૂણા ! પણ રાજન ! મને એક વાત કહેવા દે. તે કેદીઓને મુક્ત કર્યા ત્યારે મેં આપનું નામ જાહેર કર્યું હતું કે આપ બધાને જે જીવતદાન મળતું હોય તો તે બધે પ્રતાપ હુમાયુનો છે. હુમાયુ રાજા તમને બધાને કાયમ માટે મુક્ત કરે છે. એમ કહી સહીવાળો પત્ર વાંચવા આપ્યો. તે સમયે તે કેદીઓ એવા હરખઘેલા બની ગયા. તમારું નામ લઈને આનંદથી નાચ્યા. તમારા ગુણગ્રામ ગાયા, અને આશીર્વાદ વરસાવ્યા. તે સમયે તેમને જે આનંદ હતો તેનું વર્ણન મારાથી થાય તેમ નથી. એમ કહેતા તેમની આંખમાંથી આંસુ આવી ગયા.
આ સાંભળતા હુમાયુ તો સ્તબ્ધ બની ગયા. મંત્રીની કેટલી કરૂણા અને ભવ્ય ભાવના ! પોતે કેદીઓને છોડાવ્યા છે અને તેનો યશ મને આપે છે. હું તે કાંઈ જાણતા નથી. મારા નામે બીજાઓને અભયદાન આપ્યું છે. ભેરૂશા ! તમને મારા કોટી કરી ધન્યવાદ છે. પોતાના હાથે પોતાના દેહને મૃત્યુના મુખમાં નાખી બીજાના જીવન બચાવવા નીકળેલા વણિકની ખુમારી જોતાં રાજા તેના પર આફરીન પોકારી ગયે. ધન્ય છે આ ભારતની ભૂમિને ! ધન્ય છે તારી માતાને કે આવા સુપુત્રને જન્મ આપ્યો ! હુમાયુ સિંહાસન પરથી ઉતરી ગયું અને ભેરૂશાને હર્ષાશ્રુ સાથે ભેટી પડયો. આનું નામ કરૂણા. દુઃખી જીવો પ્રત્યે અનુકંપા. ચરમાવતમાં આવેલા છની અનુકંપા આવી હોય. દુ:ખ આવે તો અકળાય નહિ. ગુસ્સો ન કરે. પિતાના દેહને ભેગે પણ બીજા જીની કરૂણા કરે. બીજે બોલ અવસરે વિચારીશું.
ચરિત્ર : પાંચાલ દેશમાં ગોપાલપુર નગરમાં રાજા ખૂબ ન્યાયી હતા. એ નગરમાં પુરંદર નામના ધનાઢય શેઠ હતા. વિદેશીઓને જોતાં આકર્ષણ થાય એવી પુરંદર શેઠની હવેલી હતી. પાંચાલ દેશમાં તેમની હવેલી ખૂબ પ્રખ્યાત હતી. તેની કારીગરી, કેતરણી, તેના ઝરૂખાઓ, તેની રચના, બાંધકામ, હવેલીની બહાર ઝૂલતા હાથી-ઘોડા એ બધું જેનારને આકર્ષણ કરે એવું હતું. હવેલી કરતાં હવેલીના માલિકનું આકર્ષણ પણ જેવું તેવું ન હતું. પુરંદર શેઠને મળવામાં, તેમની સાથે વહેપાર કરવામાં લેકે