________________
શારદા શિરમણિ ]
[ ૫ આપના જે ગુણ ગવાય છે તે યથાતથ્ય છે. ચરમાવર્તામાં આવેલા છવની પહેલી નિશાની છે આ છે દુઃખી છે પ્રત્યે અત્યંત દયા-કરૂણા. હવે બીજે બોલ છે.
ગુણવાન પ્રત્યે અદ્વેષ : ગુણવાન આત્માઓ પ્રત્યે દ્વેષ ન કરે. મત્સર ભાવ ન રાખે, પણ તેના વારંવાર ગુણ ગાય. ગુણાનુરાગી આભા ગુણવાન પ્રત્યે દ્વેષભાવ કદી ન રાખે. ગુણવાન પ્રત્યે દ્વેષ એટલે ગુણનો ષ. અને ગુણને ઠેષ એટલે પિતાના આમાનો અને મોક્ષનો શ્રેષ. જે જીને ગુણીજનેને જોઈને આનંદ ન થાય અને તેમના ઉપર દ્વેષ થાય તેવા આત્માઓ ગુણીજનોમાં છિદ્ર-દેષ ન હોય તો પણ શોધી લાવે, અને ઉપરથી કહે, તમે વારંવાર શું એમના ગુણ ગાયા કરો છો. તે કેવા છે એ બધી અમને ખબર પડે છે. અમે જાણીએ છીએ. આનું નામ ગુણી પ્રત્યે દ્વેષ. જ્ઞાની કહે છે કદાચ કોઈ ભૂલ કરે તે તે છત્મસ્થ છે. તમે તેની ભૂલ સામું ન જોશે, કારણ કે તેનામાં પણ કંઈક કંઈક ગુણે પડેલા છે. અરે, છાણની રાખ છે તેમાં પણ ગુણ છે પહેલાના જમાનામાં અનાજ સડી જાય નહિ તે માટે તેમાં રાખ ભેળવતા હતા. જેથી અનાજ બગડી ન જાય કે સડી ન જાય. પહેલા તાપસો, સંન્યાસીએઉનાળામાં તડકામાં આતાપના લે. તાપમાં રહે એટલે પરસેવે ખૂબ થાય. માથામાં પરસેવો થાય તે એમાં જ પડી જાય. એટલે માથામાં ને શરીરે બધે રાખ લગાડતા જેથી જુ ન થાય. ઘી તેલવાળા ચીકણું વાસણ હોય તેને રાખથી સાફ કરે તે ચકખા થઈ જાય, એક રાખમાં પણ ગુણ છે. તે દુર્ગુણી કહેવાતા આત્મામાં પણ કઈને કઈ ગુણ તો હોય જ. ગુણવાન આત્માઓ તે કહેવાય કે તે સામાના દોષ કે અવગુણ ન દેખે પણ
ગુણને દેખે.
- શ્રેણિક રાજા પિતાના રીન્ય, લશ્કર સહિત ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા જતા હતા. તેઓ અધવચ પહોંચ્યા ત્યાં કેટલે દૂરથી ખૂબ દુર્ગધ આવવા લાગી. રસૈનિકે કહે મહારાજા ! અહીં તે માથું ફાટી જાય તેવી અસહ્ય દુર્ગધ આવે છે, માટે આપ પાછા વળો. રાજા કહે છે કે મારું કર્તવ્ય છે કે વાસ ક્યાંથી આવે છે અને શા કારણે આવે છે એ મારે તપાસ કરવી જોઈએ. તેમણે રૌનિકેને કહ્યું કે આપ તપાસ કરે કે આટલી બધી દુર્ગધ કયાંથી આવે છે? શ્રેણિક રાજાએ બે ત્રણ રસૈનિકને તપાસ કરવા મોકલ્યા. સૌનિકે ચારે બાજુ તપાસ કરીને પાછા આવ્યા. શ્રેણિક રાજાને કહે-મહારાજા ! આપણી કલ્પનામાં ન આવે એવી ચીજ છે. એક નાની બાળકી આજની કે કાલની જન્મેલી ત્યાં પડેલી છે. દેખાવમાં રૂપરૂપનો અંબાર છે. તેનું રૂપ અલૌકિક છે. તેને જોતાં છઠું થઈ જવાય એવી રૂપવાન છોકરી છે, પણ એની પાસે એક મિનિટ પણ ઊભા ન રહી શકીએ એવી અસહ્ય દુર્ગધ આવે છે. શ્રેણિક રાજા કહે ત્યાં કઈ છે ? ના, મહારાજા. ત્યાં તે ઊભું રહેવાતું નથી. આપ ત્યાં જાવ. એ નાની માસુમ બાળકીનું ધ્યાન રાખજે. તેને કોઈ કૂતરા, કાગડા કોચી ન ખાય તે