________________
શારદા શિરમણિ 1
[ ૧૦૧ છે? ના. કેમ કે રસ છે પણ ઉપાશ્રયે આવ્યા. સાધુ-સાધ્વીઓને વંદણ કરવી હોય તે થાક લાગે કેમ ખરું ને! કંઈક આત્માઓ કહે છે કે માળા ગણતાં અમારું મન સ્થિર રહેતું નથી. જે મન સ્થિર રહી શકતું ન હોય તે રૂપિયા ગણવા બેસો તે મન આદુંપાછું થાય ખરૂં? ના ત્યાં રસ છે. રૂપિયાની નોટો ગણતાં ઝોકું ન આવે તે માળા ગણતાં ઝોકું આવે કારણ કે અનાદિકાળથી જીવને ધનને, પૈસાને રસ છે તેટલે નવકાર મંત્ર ગણતાં રસ નથી જાગ્યો, પણ યાદ રાખજો કે ધનથી બધું ખરીદી શકશે પણ ધનમાં એ તાકાત નથી કે નરકના બંધ પડયા હોય તે તોડી શકે. અબજોની મિલકત હોય પણ રોગ મટાડવાની પણ તેનામાં તાકાત નથી. કેન્સરની ભયંકર વ્યાધિ હેય તેવા માનવીને રત્નની પથારી પર સૂવાડવામાં આવે તે એ રત્ન શું એને શાંતિ આપી શકશે ખરા? ના નમો અરિહંતાણું બેલતા તો જીવને તીર્થકર ભગવંતો અને કેવળી ભગવંતનું સ્વરૂપ આંખ સામે દેખાય. નમો સિદધાણું કહેતા અનંતા સિદ્ધ ભગવંતેના ગુણો દેખાય. મનમાં એ ભાવના થાય કે અહો પ્રભુ ! હું તારા પદને કયારે પામીશ? નવકારમંત્રની માળા ગણતાં જે તેમાં રસ હશે તો આવા ભાવ જાગશે. આત્મા સ્વભાવને ભૂલી વિભાવમાં ગયો છે એટલે ધન એવા જડ પુદ્ગમાં રસ છે ને માળા ગણતાં રસ નથી આવતો. જ્યારે ભગવાનના વચનામૃતમાં રસ જાગશે ત્યારે ધનમાં ધૂળના દર્શન થશે. સંયમ કયારે લઈ શકાય ? ધન ધૂળ સમાન લાગે ત્યારે. જ્યારે ધનમાં ધૂળ જેવા ભાવ આવશે ત્યારે મોક્ષના દરવાજા ખુલ્લા થઈ જશે, પછી તમારી પાસે ચાંદીની માળા હોય, સોનાની હોય કે લાકડાની હોય પણ તે માળા ગણતાં અરિહંત, સિદ્ધ, સાધુ-સાધવી બધા સામા દેખાશે.
નમાજનો અવાજ ? ભૂલેશ્વર જેવા ભરચક એરિયામાં બે ફકીરે જતાં હતાં. એક ફકીર બીજા ફકીરને કહે જહદી પગ ઉપાડ. નમાજને ટાઈમ થઈ ગયેલ છે. પેલે ફકીર પૂછે છે ભાઈ! તારી પાસે ઘડિયાળ તો છે નહિ, તો તને કેવી રીતે ખબર પડી? ભાઈ! હમણાં ફકીરને નમાજને બૂમરાટ સંભળાય. ફકીર કહે અહીં આટલા બધા અવાજમાં તે નમાજનો અવાજ કેવી રીતે સાંભળે ? કેમ ન સંભળાય. એમ કહીને તેણે પોતાના ખિસ્સામાં ૧૫-૨૦ રૂપિયા રોકડા હતા તે તેણે જેથી જમીન પર નાંખ્યા. પૈસાને ખનન.ન. અવાજ થતાં આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા. બધા ભેગા થઈ ગયા. આ સમયે આ ફકીરે પેલા ફકીરને કહ્યું–દેખ, અહીં તો શાકભાજીના, રેડીયાના, વેપારીના, ફેરીયાઓના કેટલા અવાજ છે ! આટલા બધા અવાજમાં પણ આ બધાના કાને રૂપિયાને ખનનન અવાજ આવ્યો ને બધા ભેગા થઈ ગયા. આટલા મોટા ભરચક એરિયામાં ને આટલા અવાજમાં પણ બધાને રૂપિયાને અવાજ સંભળાય કારણ કે એમને એમાં રસ છે તે પછી મને નમાજને અવાજ કેમ ન સંભળાય ? તમને બધાને શેમાં રસ છે? તમારે કામકાજ હોય, સગાવહાલા, બાળકે વીંટળાઈને બેઠા હોય છતાં નવ વાગે એટલે જિનવાણીને અવાજ તમને પહોંચી જ જોઈએ, તમે ઘરમાં છે કે