________________
શારદા શિરમણિ] માટે ફાળો કર્યો, અને આ કાંદાવાડી ધર્મસ્થાનક ઉભું થયું. એ પ્રતાપ પૂ. ગુરૂદેવને છે. ૧૯૮૯ માં અજમેરમાં સાધુસંમેલનમાં જઈને તેમણે નામ દીપાવ્યું હતું. સાધુ સમાજમાં તેમનું નામ મોખરે હતું. પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી, મ. પૂ. છોટાલાલજી મ. પૂ. કુલચંદજી, મ. આદિ શિવે તથા પૂ. જડાવબાઈ મહા. પૂ. પાર્વતીબાઈ, મહા. પૂ. પરસનબાઈ મહા. આદિ શિખ્યા વર્ગ હતો. તેમનું જીવન ખૂબ પ્રભાવશાળી હતું. તેમનું વર્ણન હું શબ્દોથી કરી શકું તેમ નથી. હાલ આચાર્ય ગચ્છાધિપતિ પૂ. મહાન વૈરાગી કાન્તિઋષિજી મ. આદિ ઠાણાઓ પૂ. છગનલાલજી મ. ના શિષ્ય પરિવાર છે.
આવા પ્રતિભાશાળી ગુરૂદેવને પોતાની અંતિમ ઘડી સૂઝી આવી. સં ૧૯પના વૈશાખ વદ દશમના દિવસે સવારથી કહી દીધું કે હું ઉપર જાઉં છું. વ્યાખ્યાન ૧૦ વાગે પૂરું કરી દેશે. ગૌચરી પાણી રાખશે નહિ. ઘણા સંકેત કર્યા. છેલ્લે આત્મસાધનામાં જોડાઈ સંથારો કરી દસ વાગે જૈનશાસનને ઝળહળતો દીવડો બૂઝાઈ ગયે. તેમને માટે કહું તેટલું ઓછું છે. છગનલાલજી મ. અને રત્નચંદ્રજી મ. જાણે મહાવીર ગૌતમની જોડલી. એવા ગુરૂ શિષ્યના પ્રેમ હતા. આજે તેમની પુણ્યતીથિએ અડ્ડમ કરાવ્યા છે. આજે તેમની પુણ્યતીથિના દિવસે તેમને યાદ કરી તેમના ગુણોનું સ્મરણ કરી સારા વ્રત પચ્ચખાણ કરીએ તે જ સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાય. આજે પૂ. કાતિઋષિજી મ. સા. તેમના નામને રોશન કરી રહ્યા છે. વધુ ભાવ અવસરે. અષાડ વદ ૧૧ શનિવાર : વ્યાખ્યાન ન. ૧૨ : તા. ૧૩-૭-૮૫
કરૂણાના કિમિયાગર, આગમના રત્નાકર, દર્શનના દિવાકર એવા વીતરાગ ભગવંતોએ દ્વાદશાંગ રૂપ વાણીનું નિરૂપણ કર્યું. આગમ એ મહાન રત્નોને ખજાનો છે. મિથ્યાત્વ, અજ્ઞાનના અંધકારને દૂર કરતો તેજસ્વી સૂર્ય છે. જેમાંથી સમ્યગ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપના સોનેરી કિરણો મળ્યા કરે છે અને એ કિરણો દ્વારા આત્મ પિતાને પ્રકાશિત કરી શકે છે, અને સંસાર સાગરથી તરી શકે છે. સંસાર રૂપી સાગરને પાર થવું ખૂબ મુશ્કેલ છે. આજે જગતમાં જે મોટામાં મોટા સાગર કહેવાય છતાં વૈજ્ઞાનિકોએ તેનું માપ કાઢયું છે. સાગરની લંબાઈ કેટલી, પહોળાઈ કેટલી, ઊંડાઈ કેટલી ? પણ ભવસાગરનું માપ નીકળી શકે તેમ નથી. તેનું માપ કાઢવું ખૂબ મુશ્કેલ છે. સાગર સારે પણ ભવસાગર નહિ સારે. ભવસાગરને તરવા માટે આત્મા સંસાર સુખ માટે જે દોટ મૂકી રહ્યો છે ત્યાંથી પાછું વળવું પડશે. સંસાર સુખના રસીક આત્માને રાતદિવસ એક જ રટણા છે, એક જ બળતરા છે ને એ જ અજંપો છે કે કયારે ને કયાંથી હું મળવું ? જેણે એ સુખ મેળવ્યું છે તેને પૂછી જોજે તો ખરા કે મેળવ્યા પછી તમને સુખ મળ્યું ? શાંતિ મળી? તે તે કહેશે કે ના. કેમ કે જેમ લાભ વધતા ગયો તેમ તેભ વધતો ગયે. તૃષ્ણની આગ વધતી ગઈ. ઠાણાંગ સૂત્રમાં ભગવાને ચાર ખાડા બતાવ્યા છે. સમુદ્રનો, મશાનને, પેટને અને તૃષ્ણાને. ચાર ખાડામાંથી બે ખાડા તે તમારી પાસે છે. તમે લઈને બેસી ગયા છે તે બે ખાડા જીવને શું