________________
શારદા શિરમણિ ]
[૭ સંતને ગયા થોડી વાર થઈ પછી છોકરીના વિચારો પટાયા. જે સંત ગૌચરી આવ્યા હતા તેમના કપડાં ખૂબ મેલા હતા. તેમના શરીર પર પણ મેલ જામેલ હતા. તે મેલને પરિસહ જીતતા હતા. આ છોકરીની વિચારધારા બદલાઈ. અરે! આજે મારા લગ્નને દિવસ હ. આજના શુભ દિવસે આવા મેલાઘેલા ગંધાતા ગેબરા સંત કયાં આવ્યા ? તેઓ કેટલા મેલા હતા? તેમના શરીરમાંથી તે વાસ આવતી હતી. શરીર પર મેલના થર જામ્યા હતા. આજે મને આવા સંતના કયાં દર્શન થયા ! પહેલાં ખૂબ ઉત્કૃષ્ટ ભાવે દાન વહોરાવ્યું, પણ પાછળથી ખૂબ નિંદા-હેલણ કરી, અને તે પાપની આચના કરી નહિ. આ કર્મ તેને આજે ઉદયમાં આવ્યું છે. દાન દીધું તેના પુણ્યબળે સારા સુખી ઘરમાં જન્મ થયો પણ સંતની નિંદા ખૂબ કરી તેના કારણે જન્મ થતાંની સાથે તેના શરીરમાંથી એટલી દુર્ગધ આવવા લાગી કે તેની માતા તો બેભાન થઈ ગઈ. કેઈ તેની વાસને સહન કરી શક્યું નહિ. છેવટે તે કરીને આ નાળા પાસે મૂકી ગયા.
ભગવાન કહે છે શ્રેણિક! હવે તેનું આ કર્મ પૂરું થવા આવ્યું છે. હે ભગવાન! હું અહીંથી પાછા જઈશ ત્યારે તે કરી હશે કે તેને કોઈ લઈ ગયું હશે? તું જઈશ ત્યારે તે છોકરીને કેઈ લઈ ગયું હશે. તેનું કર્મ પૂરું થયું છે, એટલે તેની દુર્ગધ બંધ થઈ ગઈ છે. તેણે જે ભાવપૂર્વક સુપાત્રદાન દીધું છે તેના પ્રભાવે હવે સૌભાગી થશે. અને મોટી થશે ત્યારે તમારી રાણી બનશે. હે ! તેની ખાત્રી આ કે તમે એક વાર, સોગઠાબાજી રમતા હશે ત્યારે શરત કરશે કે જે હારે તેના ખભા પર બેસી જવું. તેમાં તમે હારશે ને રાણી જીતશે, અને તે તમારા ખભા ઉપર બેસી જશે. આ છોકરીને એક ગોવાલણ લઈ ગઈ છે. તેને સંતાન નથી, તેથી ખૂબ લાડકોડથી ઉછેરીને મોટી થશે. સમય જતાં એક વખત કૌમુદી ઉત્સવમાં રાજાએ આ કન્યા જોઈ જોતાની સાથે રાજા એના પર મુગ્ધ થયા. હવે તેનું રૂપ અને સૌંદર્ય ખૂબ ખીલ્યું છે. શ્રેણિક રાજાએ ચતુરાઈથી એ કન્યાની સાડીના છેડે પિતાના નામથી અંકિત વીંટી બાંધી દીધી, પછી રાજા કહેમારી વિટી કયાં ગઈ? આટલામાં પડી ગઈ લાગે છે. તેમણે અભયકુમારને કહ્યું- તમે બધા મારી વીંટીની શોધ કરો. શેધ કરતાં તે દુર્ગધાની સાડીના છેડે બાંધેલી વીંટી પકડી. અભયકુમારે તેને પૂછયું–આ વીંટી તું ક્યાંથી લાવી? મને ખબર નથી. તેની નિખાલસતા ઉપરથી લાગ્યું કે આ નિર્દોષ છે. અભયકુમારના મનમાં થયું કે નક્કી પિતાજીએ આ કપટ કર્યું લાગે છે. અભયકુમારે રાજાને કહ્યું કે આ વીંટીને ચોર પકડાયેલ છે. મને તે લાગે છે કે આ દુગર્ભધાએ તે વીંટી ચેરી નથી પણ તમે કંઈક ચેર્યું લાગે છે. રાજા કહે છે સાચી વાત છે, પછી તેના માતાપિતાની રજા લઈને શ્રેણિક રાજાએ તેની સાથે લગ્ન કર્યા. છેવટે તે દુર્ગધા પણ ભગવાનની વાણી સાંભળીને દીક્ષા લે છે. અને પૂર્વકૃત કર્મની આલોચના કરે છે. તેણે પૂર્વજન્મમાં ગુણવાન સાધુ પ્રત્યે દ્વેષ કર્યો તે તેને તે કર્મો ભોગવવા પડયા.