________________
૯૬ ]
[ શારદ શિરોમણિ રીતે તેનું રક્ષગુ કરજે. હું ભગવાનના દર્શન કરીને આવું છું. રાજાની આજ્ઞા થાય એટલે ઇચ્છાએ કે અનિચ્છાએ પણ માનવી તો પડે જ. આ તો નોકરી કહેવાય. રાજાની આજ્ઞાથી નોકરો તે બાળકીનું ધ્યાન રહે તે રીતે ઊભા રહ્યા. રાજાની આજ્ઞા પાળ્યા વગર છૂટકે નથી આ રીતે જે ભગવાનની આજ્ઞા પાળીએ તે આપણે બેડ પાર થઈ જાય. પરાધીન પણે જીવ કેટલી વાર દબાયા, કચરો, કપાયો. ત્યાં બધું સહન કર્યું દુઃખો વેઠયા. હવે જવ વાધીન પણે સ્વલક્ષે જે સહન કરે તો અનંતા કર્મોની નિર્જરા થાય.
પ્રશ્ન પૂછતા શ્રેણિક રાજા : શ્રેણિક રાજા તો પિતાના રીન્ય પરિવાર સહિત ભગવાનના દર્શન કરવા માટે ગયા. ભગવાને બધા શ્રોતાજનોને ઉપદેશ આપ્યો. દેશના પૂરી થયા બાદ શ્રેણિક રાજા કહે ભગવાન ! આપને શાતા છે? મારે કાંઈક પૂછવું છે. દેવાનુપ્રિય ! પૂછો. ભગવાન તો જાણતા હતા કે શ્રેણિક રાજા મને શું પૂછવાના છે? શ્રેણિક રાજા કહે, અહો ! મારા ગુરૂ ભગવંત ! હું આજે આપના દર્શન કરવા માટે આવતા હતા. ત્યારે રસ્તામાં એક સ્થાને અસહ્ય દુર્ગધ આવવા લાગી. કૌનિકે દ્વારા તપાસ કરાવી કે આટલી બધી દુર્ગધ કયાંથી આવી રહી છે? તે ખબર પડી કે એક બે દિવસની જન્મેલી બાળા કે જેનું રૂપ તો અથાગ છે એવી રૂપરૂપના અવતાર સમી એક બાળા ત્યાં પડેલી હતી. તેના શરીરમાંથી અસહ્ય દુર્ગધ આવતી હતી. કોઈ એક મિનિટ પણ ત્યાં ઊભા રહી શકે નહિ. તો આ છોકરીએ એવું કહ્યું કર્મ બાંધ્યું હશે કે જન્મ થતાંની સાથે જ માતાપિતા તેને આ રીતે છોડી દે છે તેમજ તેના શરીરમાંથી આટલી બધી દુર્ગધ કેમ આવે છે ?
વિચારધારામાં વળે વળાંક : ભગવાન કહે છે શ્રેણિક ! તું સાંભળ. કર્મ શુભ હોય કે અશુભ હોય પણ જીવને અવશ્ય ભોગવવા પડે છે. આ છોકરી પૂર્વજન્મમાં એક ધનાઢય શેઠની કરી હતી. તેનું રૂપ ખૂબ હતું. દિવસે દિવસે સમય જતાં તે મોટી થઈ. માતાપિતાએ તેને ભણાવી ગણાવીને તૈયાર કરી. તેનું રૂપ તે ખૂબ ખીલ્યું હતું. છોકરી મોટી થઈ એટલે માતાપિતાએ સારા સુખી ધર્મિષ્ઠ ઘરના છોકરા સાથે સગપણ કર્યું અને લગ્નનો દિવસ નકકી થયો. જે દિવસે તે છોકરીના લગ્ન છે તે દિવસે સારા વસ્ત્રાલંકારથી વિભૂષિત થઈ ને તે ઘરની બહાર જવાની તૈયારી કરતી હતી. પરણવાની થેડી વાર હતી. ત્યાં તેના ભાગ્યોદયે માસખમણના અભિગ્રહધારી તપસ્વી સંત ગૌચરી કરતાં કરતાં તેના આંગણે જઈ ચઢયા. સંતને જોતાં તે છોકરી ગાંડીઘેલી થઈ ગઈ. મનમાં અત્યંત આનંદ થયો. અહે હું કેટલી ભાગ્યશાળી ! મારા લગ્નના દિવસે આજે આ મહાન તપસ્વી સંતના દર્શન થયા. આજે મને સુપાત્ર દાન દેવાનો કે મોટો અનુપમ લાભ મળ્યો ! સુપાત્ર દાન એ શ્રેષ્ઠ દાન છે. દાન દેતા ખૂબ હર્ષ છે. રોમેરોમમાં આનંદ છે. ઉત્કૃષ્ટ ભાવે ગૌચરી વહરાવી. સંત તે ગૌચરી લઈને ચાલ્યા ગયા. સુપાત્ર દાન આપીને તેણે પુણ્ય બાંધ્યું.