________________
શારદા શિરેમણિ ] કમળ બનાવવું છે. કેમળ જીવન કર્મ સામે કેશરીયા કરી શકે છે. કેમળ બનીશું તો જીવનના કર્મ જંગમાં જીત મેળવી શકીશું.
જેમનું જીવન પથ્થર જેવું કઠેર નથી પણ પાણી જેવું કમળ છે એવા આનંદ ગાથાપતિની વાત ચાલે છે. જેને દ્રવ્યથી આનંદ છે અને ભાવથી આત્માને આનંદ મેળવવાને છે. એવા આનંદ ગાથા પતિ મહાવૈભવશાળી અને ખૂબ સમૃદ્ધ હતા. વાણિજ્ય નગરમાં એક સુખી વ્યક્તિ તરીકે તેમની ગણના થતી હતી. આનંદ ગાથાપતિને ત્યાં સંપત્તિ કેટલી હતી તે બતાવતા શાસ્ત્રકાર કહે છે. “તHoi Niાવરૂ ચત્તાર हिरण्णकोडीओ निहाण पउत्ताओ, चत्तारि हिरण कोडीओ बुट्टि पउत्ताओ, चत्तारि हिरण्णकोडीओ पवित्थर पउत्ताओ”।
આ આનંદ ગાથાપતિને ત્યાં ચારકોડ સોનિયા ખજાનામાં હતાં એટલે જમીનમાં દાટેલા હતા. તે સમયે અત્યારની જેમ બેંકે નહતી કે બેંકના ખાનામાં મૂકી આવે. એટલે ઘરમાં રાખતા. તે આત્માઓ પુણ્યવાન હતા. તેમને ડાકુનો, ચેરનો કે લૂંટારાને ભય ન હતો. કેઈની પણ લેવાની કે લૂંટવાની વૃત્તિ ન હતી. બે નંબર અને કાળાબજાર તે સમજતા જ નહોતા. આનંદ શ્રાવકને ત્યાં ચાર ક્રોડ સોનૈયા જમીનમાં દાટેલા હતા. ચાર કોડ સોનૈયા તેમણે વેપારમાં રોકાયા હતા અને ચાર કોડ સોનીયા ઘર સામગ્રીમાં રોક્યા હતા.
આનંદ ગાથા પતિની સંપત્તિ આજના જેવી ન હતી. આજે તો ૨૫ લાખ કે ૫૦ લાખને વહેપાર કરતા હોય પણ મૂડીમાં તો ત્રીજા ભાગની પણ ન હોય. પારકે નાણે પતંગો ઊડે છે. બે નંબર અને કાળા બજારના ધંધા ચાલી રહ્યા છે.
રૂપક : એક વાર સાબરમતી નદી રડતી હતી. લેખકે પૂછયું તું શા માટે રડે છે? ત્યારે સાબરમતીએ કહ્યું કાળા બજારીયા બધા મારા પાણીમાં હાથ ધઈ ગયા તેથી મારું પાણી કાળું થઈ ગયું છે. મારું પાણી તે નિર્મળ અને પવિત્ર છે પણ કાળું થઈ ગયું તેથી હું રહું છું. આજે જ્યાં જુઓ ત્યાં બધે બ્લેક-બ્લેક ને બ્લેક. આ બ્લેક કરીને આત્મા પણ લેક બની ગયા છે.
આનંદ ગાથા પતિની સંપત્તિ બ્લેક ન હતી, પણ ન્યાય નીતિવાળી હતી. પ્રમાણિકતા વાળી હતી. નીતિવાળા એક રૂપિયાનું દાન અનીતિના હજાર રૂપિયા કરતાં ચઢી જાય છે. અન્યાયના હજાર રૂપિયા ન્યાયના એક રૂપિયાની તોલે ન આવે. આનદ ગાથાપતિ ૧૨ ક્રોડ સેનિયાના સ્વામી હોવા છતાં પિતાના જીવનમાં જરા પણ અભિમાન ન હતું, પણ નમ્રતા હતી. આંબે મોર આવે ત્યારે નીચે નમે તેમ આનંદ ગાથાપતિ નમ્રતાવાળા હતા. તે ખૂબ સરળ અને ભદ્રિક હતા. જે આત્માઓ જીવનમાં કંઈક પામીને જવાના છે. તેમના લક્ષણે પહેલેથી દેખાય છે. આ હળુકમી જીવ હતા. તમે કહે છે ને કે “પુત્રના લક્ષણ પારણુમાં” તેમ જે આત્મા ભાવિમાં આત્માની ઉજજવળતા