________________
શારદા શિરોમણિ | ઉપર આક્રમણ કર્યું. સામા રાજાને પરાજય કર્યો, અને હુમાયુને વિજય થયો. હુમાયુએ સામા રાજાના ૯૦૦૦ રૌનિકેને પકડી લીધા. એક તે તે રાજા હારી ગયા, તેના ઘરબાર લૂંટાઈ ગયા. બધું ફનાફના થઈ ગયું, અને ઉપરથી ૯૦૦૦ રૌનિકને કેદ કર્યા. તે બધા કેદીઓને દૂર દૂર પરદેશમાં લઈ જઈ વેચવાના અથવા તે તેમને એવા જંગલમાં મૂકી દેવા કે જ્યાં વાઘ, વરૂ, સિંહ સિવાય કોઈ હોય નહિ. દાડમ તેડીને ખાય તેમ આ કેદીઓ જીવતા જંગલી જાનવરોના મુખમાં ચવાઈ જાય. શેરડી ચીડામાં પીલાય તેમ વાઘ-સિંહની દાઢમાં પીસાઈ જાય. કેટલી ક્રર પ્રકૃતિ! ધન અને સત્તાના લેભે માનવી કેટલા પાપ કરે છે! તેને એ વિચાર નથી આવતું કે આ પાપના કટુ ફળ મારે કેવા ભેગવવા પડશે! હુમાયુએ પિતાના અતિ વિશ્વાસુ માણસને આ કેદીઓને લઈ જવા માટે સોંપ્યા, અને તેમને રીબાવી રીબાવીને વેચવા માટે આજ્ઞા કરી.
પલે માણસ તો રાજાની આજ્ઞા પ્રમાણે કેદીઓને લઈને જાય છે. પગે ચાલીને જવાનું હતું. ચાલતાં ચાલતાં કેદીઓને તરસ લાગી. પાણી માંગે છે તે પાણીના બદલે પ્રહાર પડે છે. ભૂખ લાગે તે ખાવાનું ન આપે, પણ ચાબુકના માર મારે. ચાલતાં થાકી જાય. ભૂખ્યા, તરસ્યા કેવી રીતે ચલાય? ચાલી ન શકે તો પીઠ પર કેરડા વડે માર મારે. ઉપાડી ન શકાય તેટલે ભાર તેમના પર નાંખે. માર સિવાય વાત નહિ. બિચારાના મનમાં થાય કે આ કરતાં તલવારના એક ઘાએ મારી નાંખ્યા હતા તે સારું. આ તે જીવતાં છતાં મરેલા જેવી દશા છે. બધાની આંખમાંથી ધારા આંસુ પડે છે, પણ ત્યાં કેણ તેમની દયા કરે? બધા રડતી આંખે લથડિયા ખાતા ખાતા ચાલતા હતા. મનુષ્યનું જીવન મળવા છતાં દશા પશુ જેવા થઈ છે.
એક દિવસ એક ગામમાં પડાવ નાંખે. તે ગામમાં ભેરૂશા નામનો જૈન મંત્રી હતું. આ કેદીઓને ત્રાસ ગામના લોકોએ જોયો. બધાના મનમાં અરેકાર થઈ ગયો. કેટલે જુલ્મ! કેટલે ત્રાસ ! આ વાત ફેલાતાં ફેલાતાં એ ગામનો ભેરૂશા નામને જૈન મંત્રી (પ્રમુખ) હતો તેને આ સમાચાર મળ્યા. સંઘના પ્રમુખ કેને કહેવાય? જેના રોમરોમમાં દયા હોય, કરૂણ હોય, અનુકંપા હોય, પિતાનું સર્વસ્વ લૂંટાઈ જાય તો લૂંટાઈ જવા દે પણ ધર્મમાં આંચ ન આવવા દે. તે પિતાની સામે અત્યાચાર, અનાચાર થતાં જોઈ ન શકે. આ ભેરૂશા મંત્રી ખૂબ દયાળુ અને કરૂણાવંત છે, તેમને આ વાતની ખબર પડી એટલે કેદીઓ જે છાવણીમાં હતા ત્યાં આવ્યા. હુમાયુના માણસને મળ્યો. તેમની સાથેની વાતચીત ઉપરથી ખબર પડી ગઈ. આ બિચારા કેદીઓ પરદેશમાં કમોતે મરશે? ના...ના.... મારા પ્રાણના ભોગે પણ આ બધાને બચાવવા જોઈએ.
કિમિયાગર મેરૂશા : તરત એ હુમાયુના માણસને મળ્યો, અને કહ્યું તું ત્રણ દિવસ ધીરજ રાખજે. હું આવું પછી તારે અહીંથી રવાના થવું. તે પહેલા નહિ.