________________
૬૮]
[ શારદા શિરેમણિ ભયંકર વ્યસની બની જાય. ધર્મ, વિનય, નમ્રતા આદિ ગુણોને તે નિકાલ થઈ જાય. સંસારના સુખોમાં ખૂચ્યા રહે. પરિણામે અર્ધગતિમાં ચાલ્યા જાય. ભગવાને મિક્ષના ચાર દરવાજા બતાવ્યા. દાન, શીયળ, તપ અને ભાવ. તેમાં તપ આવ્યો અને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ તેમાં પણ તપ તે આવ્યું. તપની તો ખૂબ જરૂર છે. તીર્થકર થનાર આત્માએ પણ છદ્મસ્થ અવસ્થામાં તપ કર્યા છે ને કર્મો ખપાવ્યા છે. અતિ મેલા કપડાને સ્વચ્છ કરવા માટે એને ભઠ્ઠા પર વાસણમાં બાફવા પડે છે. કપડાંને બાફે ત્યારે એને મેલ છૂટો પડે છે, તેમ તપ એ બાફણું છે. તેમાં આત્માને તપાવવાથી આત્મા પર મેલ છૂટો પડી જાય છે. તપમાં અજબગજબની શક્તિ છે ગાડી ચલાવનાર ને બ્રેક ના રાખે તો એ ગાડી તેને ક્યાંય ખાડામાં પટકાવી દે છે તેમ પાંચ ઈન્દ્રિયના વિષયમાં ઈન્દિના ઘોડા દોડી રહ્યા છે. એમને દોડતા અટકાવવા માટે તારૂપી બ્રેકની જરૂર છે. જે તારૂપી પ્રેક રાખી હશે તે દુર્ગતિના ખાડામાં પડતા બચી જઈશું. અરે તમારા સંસારને સ્વર્ગ જેવો બનાવવા માટે પગુ તપની જરૂર છે. એક ન્યાય આપીને સમજાવું.
એક વૈભવશાળી સમૃદ્ધ શેઠ હતા. તેમને એક દીકરો હતો. માતા તેને નાનપણમાં મૂકીને ગુજરી થઈ. શેઠ વિચાર કરે છે મને હેજે બ્રહ્મચર્ય પાળવાને અવસર આવ્યો છે. હવે મારે ફરીવાર લગ્ન કરવા નથી. શેઠે લગ્ન ન કર્યા. દીકરો તે સમયે આઠ વર્ષને હતે. ધીમે ધીમે મેટો થતો ગયો. તેને ભણાવી ગણાવી તૈયાર કર્યો. સુખી ઘર છે. છોકરા ભણેલે છે. એટલે શ્રીમંત ઘરની કન્યાના કહેણ આવવા લાગ્યા. શેઠ વિચાર કરે છે મારે છેક હોંશિયાર, બુદ્ધિશાળી છે. અમે પૈસે ટકે સુખી છીએ. અમારે કરિયાવરની જરૂર નથી. મને કરિયાવરનો મોહ નથી. ભલે સામાન્ય ઘરની દીકરી હોય પણ તે સંસ્કારી હોય. ધમીષ્ઠ હોય, મારું ઘર સારી રીતે સંભાળે તેવી હોય એવી કન્યારત્ન જોઈએ છે. સાસુ છે નહિ. છોકરી સારી આવે તે મારા છોકરાના સંસ્કાર પણ સારા રહે. તે માટે સારી છોકરીની શેધ કરે છે. શેધ કરતાં કરતાં ઘણી શોધને અંતે એક ઘર મળ્યું. તે શેઠની દીકરી ખૂબ ડાહી, ગુણીયલ, સમજણવાળી દરરોજ ચૌવિહાર કરે, સામાયિક પ્રતિક્રમણ કરે. ધર્મના રંગે રંગાયેલી અને સંસ્કારી હતી. આવી સુંદર કન્યા મળી અને તે વળી સારા સુખી ઘરની મળી. બંને શેઠ વૈભવશાળી હતા. ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા. | દેવી સમાન વહુ : કન્યા પરણીને સાસરે આવી. સંસારનો વ્યવહાર બરાબર ચાલે છે. શેઠને થયું કે હવે મારી ચિંતા ઓછી થઈ. વહ ખૂબ ડહી અને ગુણીયલ છે. મને ખૂબ સંતોષ છે. ઘરની જવાબદારી ઓછી થઈ. આજે કંઈક ઘરમાં પિતાના દીકરાઓ જવાબદારી સંભાળે તેવા થઈ ગયા હોય. તેઓ કહે બાપુજી! આપ હવે ભાર ન રાખશે. અત્યાર સુધી અમારા માટે ઘણું કર્યું. હવે અમે સંભાળી લઈશું. આપ આનંદથી ધર્મ ધ્યાન કરે. દીકરાઓ કહે તે પણ છૂટતું નથી. મારો હોદ્દો ન જેવો જોઈએ. આ જીવ સંસારમાં પરને માટે બધા કર્મો કરે છે. બળખામાં માખીની માફક ખુંચેલે રહે છે. તે બહાર નીકળી શકતા નથી. તમે ઉપાશ્રયમાં બેઠા હો અને અચાનક મેટા