________________
શારદા શિશમણિ ]
[ ૭૧ પિતા તુલ્ય સસરાજીનું વચન તે સાચવવું પડે. હવે મારું મન કંટ્રોલમાં રહેતું નથી. સંસારના સુખો જોઈએ છે. તો મારી વાત બહાર કઈ જાણે નહિ અને એક પક્ષમાં કલંક લાગે નહિ એ કેઈ ઉપાય શોધી કાઢું.
સસરા પાસે કરેલી માંગણી : જ્યારે મનુષ્ય મેટા રસ્તા ઉપર ચાલવાને તૈયાર થાય છે તે તેની બુદ્ધિ પણ કઈને કઈ ખોટો રસ્તો શોધી લે છે. આ પુત્રવધૂએ પિતાના વિચારોને વર્તનમાં લાવવા માટે એક કિમિ શોધી લીધે. બીજે દિવસે તેણે સસરાજીને કહ્યું બાપુજી! આપણે રયો ખૂબ વૃદ્ધ થઈ ગયેલ છે. આંખે બરાબર દેખતા નથી. આજે દૂધ-ભાત ખાતા તેમાંથી એક ઈયળ નીકળી. રસેઈ બનાવવામાં પણ તેને મુશ્કેલી પડે છે. કેઈ કામમાં જતના જળવાતી નથી, માટે આપ કઈ નવયુવાન રઈ લઈ આવે. તે તે રસાઈ સારી બનાવે. કેઈ પણ કામમાં અજતના ન થાય. હું આજથી તે વૃદ્ધ રઈયાને રજા આપવા ઈચછા રાખું છું. હવે તે ઘરડે રઈ કઈ કામને નથી. પુત્રવધૂના આટલા શબ્દોમાં શેઠ સમજી ગયા. શેઠની બુદ્ધિ જીવનના ચઢાણ-ઉતરાણના પ્રસંગમાં ખૂબ ગંભીર અને વિચિક્ષણ બની ગઈ હતી. તે પુત્રવધૂના આટલા શબ્દો સાંભળતા બધી વાત સમજી ગયા. હવે દૂધ ફાટવાની તૈયારી છે. દૂધમાં દહીં પડયું છે. હજુ ફાટયું નથી, માટે આ વાત વિચારવા જેવી છે. ત્યારે તે શેઠે કહ્યું ભલે બેટા ! હું ના યુવાન રઈયે લઈ આવીશ. શેઠે પુત્રવધૂને બીજા કેઈ શબ્દ ન કહ્યા.
પુત્રવધૂને સુધારવા કરેલો કિમિયો શેઠે પુત્રવધૂને ધમકાવવાના બદલે, મારવાના બદલે આત્મનિરિક્ષણ કર્યું. આમાં મોટી ભૂલ મારી જ છે. મેં એને બધી સુખ સુવિધાઓ આપી પણ તેની સાથે ઈન્દ્રિયો અને મન ઉપર અંકુશ રાખવા માટે તપની તાલીમ તો ન આપીને! ત્યારે આ પરિણામ આવ્યું ને ! મારી ભૂલનું મારે, પ્રાયશ્ચિત લેવું જોઈએ કે જેથી એને તપની તાલીમ મળે અને એનું મન દુર્વિચારોથી અટકે. દુષ્ટ ઘડા જેવા મનને કાબુમાં રાખવા માટે ધર્મરૂપી શિક્ષાની લગામ જરૂરી છે. સસરા સમજે છે કે મારે એને એવી રીતે રાખવી છે કે બીજે જાય નહિ. મારી આબરૂના કાંકરા થાય નહિ. તેવી રીતે પ્રેમથી જીવાડવાની છે. આ માટે રસવંતા ભજનો, વિગયનો ત્યાગ થાય તો બ્રહ્મચર્ય સારી રીતે પાળી શકાય. શેઠે પિતાની વણિક બુદ્ધિને ઉપયોગ કર્યો. તેમણે કહ્યું બેટા ! કાલે અગીયારસ છે મારે તે ઉપવાસ કરે છે તે તમે જમનારા એકલા છે તે વૃદ્ધ રાઈ રઈ બનાવી દેશે, પછી હું યુવાન રસંઈ લાવી દઈશ. વહુએ પિતાની પ્રતિષ્ઠા જમાવવા માટે કહ્યું, બાપુજી ! તમને જમાડ્યા વિના હું નહિ જમું. આપ જે આટલી ઉંમરે ઉપવાસ કરશે તે હું પણ ઉપવાસ કરીશ. સસરાએ આનંદપૂર્વક કહ્યું-દીકરી! તારી જેવી ઈચ્છા. સંસ્કારી પુત્રવધૂને આ ધર્મ છે. સસરાને તો આ જોઈતું હતું. આ પુત્રવધૂએ કયારેય એકાસણાં જેટલું તપ નથી કર્યું તેના બદલે આજે ઉપવાસ કર્યો એટલે ઉપવાસ વસમે તે લાગે