________________
શારદા શિરોમણિ ]
[ ૮૩ ચાલ્યા જાય છે તેના કુટુંબનું શું થશે? તે સાવ નિરાધાર બની જશે. મામૂલી ભૂલે પરિણામ ભયંકર. આવી બાબતમાં તમે બીજાની ચિંતા કરતા નથી. માત્ર પિતાની ચિંતા કરી છે. આવી માત્ર સ્વાર્થભરી વિચારણા જીવને સુખથી વધુ ને વધુ દૂર રાખે છે. જે છે બીજાની ચિંતા કરે છે એટલે બીજાનું અહિત ન થાય પણ બીજા છ પણ કેમ સુખ પામે તે પોતે પણ સુખ મેળવી શકે છે.
આનંદ ગાથાપતિનું જીવન એવું હતું. તે પિતાની સાથે પરની ચિંતા કરતા હતા. હું સુખી છું તો બીજા ને પણ સુખ કેમ મળે તે તેમની ભાવના હતી. તે
અપરિભૂએ” કેઈનાથી પરાભવ પામે તેવા ન હતા, તેમજ તે મેઢીભૂત હતા. આનંદ ગાથાપતિને મેઢીભૂત શા માટે કહ્યા? તમારા આખા મકાનને ભાર, આધાર પીઢીયા છે તે પીઢીયા આખા ઘરનો ભાર ઝીલે છે તેના આધારે ઘર ટકે છે તેમ આનંદ શ્રાવક મેઢીભૂત હતા. તેઓ કુટુંબના પરિવારના આધારભૂત હતા. બધાના સલાહકાર હતા. તેઓ સંપત્તિથી, બુદ્ધિથી, બળથી, કુટુંબથી કોઈનાથી પરાભવ પામે તેવા ન હતા. ભલે તેઓ શરૂઆતમાં હજુ સમતિ પામ્યા નથી, પણું તેમનું મિથ્યાત્વ મંદ પડી ગયું હતું, તેથી તેમનું જીવન ઉજજવળ અને નિર્મળ હતું. સમક્તિ પામતા પહેલા તેના ગુણ આવવા લાગે. આત્મા અનંતકાળ અચરમાવર્તકાળમાં રહ્યો છે. અચરમાવર્તકાળ કોને કહેવાય? ક્યા જીવોને હેય? અચરમાવર્તકાળ એટલે અનાદિ અનંત પુદ્ગલ પરાવર્તનકાળ. એક પુદ્ગલપરાવર્તનમાં અનંતા કાળચક વહી જાય. આવા અનંતા પગલપરાવર્તનકાળ એટલે અચરમાવર્તકાળ. પહેલા ગુણઠાણે રહેલા અને નિગોદના જેને આ કાળ હોય. આ કાળમાં જીવ પર કમમેલનું જોર એટલું બધું હોય છે કે એને સમ્યક્ ધર્મરૂપી પચ્ચની ઈચ્છા થતી નથી, અને પાપરૂપી કુપ ઉપર અરૂચી થતી નથી. બાહ્ય ભાવથી ભૌતિક લાલચેથી પ્રેરાઈને કઈ કઈ વાર ધર્મક્રિયાઓ કરે ખરો પણ તે મોક્ષના હેતુથી નહિ, કર્મક્ષય કરવા માટે નહિ, પણ ભૌતિક સુખોની પ્રાપ્તિ માટે. મોક્ષનો શુદ્ધ આશય મૂળમાં ન હોવાથી એ ક્રિયાઓ મેહના ઉદયથી થતી હોવાથી એ ક્રિયાઓ મોક્ષ સાધક બનતી નથી.
આપણે ચરમાવર્તકાળ વિષે સમજવું છે. ચરમાવર્ત કાળ એટલે ધર્મયૌવનકાળ. જીવ ચરમાવર્ત કાળમાં આવ્યો એટલે ધર્મને વેપારી બની ગયો. ચરમાવર્તકાળ એટલે આત્મ ઉત્થાનનો અપૂર્વ અવસર. જીવ આ કાળમાં આવ્યો એટલે એનો સંસારમાં ૧ ક્રોડાકોડી સાગરોપમ કાળ બાકી રહ્યો. એક કોડાકોડ સાગરોપમથી વધુ કાળ બાકી હોય ત્યાં સુધી યથા પ્રવૃત્તિકરણ ન કરે ચરમાવર્તમાં આવેલા જીવને સંસારવર્ધક ક્રિયાઓ પ્રત્યે, આરંભ સમારંભ પ્રત્યે, વિષયોગો પ્રત્યે થોડો અણગમો હોય છે. ધર્મ પ્રત્યેના રાગના કારણે ભેગો નિરસ લાગે છે. પાપક્રિયાઓ તરફ સહજ અણગમો હેય છે. આ કાળમાં આવ્યા પછી જીવને સંતાનો સમાગમ વગેરે નિમિત્તોના બળ ઉત્તરોત્તર આત્મવિકાસ થતો રહે છે. ભવ અને ભેગો તરફ વધુ ને વધુ ઉદાસીન ભાવ