________________
શારદા શિરેમણિ]
એક દેશમાં રાજા ખૂબ ન્યાયવાન અને નીતિવાન હતા. એકવાર તે શિકાર કરવા ગયા. સામે ગરીબ છોકરે બેઠો હતો. રાજા શિકાર કરવા ગયા હરણીનો અને થઈ ગયે ગરીબ નિર્દોષ છોકરાને. ગોળી વાગતા તમરી ખાઈને ભેંય પડયો ને મરી ગયે. ગરીબ માતાનો એકનો એક લાડકવાયો દીકરો હતો. આ તે એક દીકરો હતો, કદાચ માતાને પાંચ સાત દીકરા હોય તો પણ માને બધા વહાલા હોય છે. દીકરાની મા કાળા પાણીએ રડે છે. તે રસ્તામાંથી પ્રધાન જતો હતો. તેણે આ બાઈને રડતી જોઈ. પૂછે છે બહેન ! તને શું થયું છે? ભાઈ! તને શી વાત કરું? આપણા ગામના રાજાએ મારા એકના એક દીકરાને ગળીઓથી વીંધી નાખે છે.
આ વર્ષમાં અમદાવાદમાં ગોળીથી કેટલા વીધાઈ ગયા છે ! કંઈક માબાપના લાડકવાયા ચાલ્યા ગયા છે. છતાં પ્રજાનો પોકાર સાંભળનાર કેઈ છે? પ્રધાને આ બેનની વાત સાંભળી આશ્વાસન આપ્યું ને કહ્યું કે રાજાએ શિકાર કરતા તારા દીકરાને મારી નાંખ્યો છે. આ ન્યાય કચેરીમાં થશે. તું કાલે કચેરીમાં આવજે. હું તને ન્યાય અપાવીશ. બેનના દિલમાં દીકરાના આઘાતનું ભયંકર દુઃખ છે પણ પ્રધાનના શબ્દોથી તેનું દુઃખ હળવું થયું.
બીજે દિવસે રાજસભા ભરાઈ છે. પ્રજા ઠઠ જામી છે ત્યાં પ્રધાને જાહેર કર્યું કે આજે રાજાએ જે ગુનો કર્યો છે તેને ન્યાય આપવાનો છે. બધાના મનમાં થયું કે રાજાને શો ગુનો ! રાજા રાજસભામાં આવ્યા. રાજાને ખબર પડી કે મારા માટે ફરિયાદ આવી છે. રાજા સમજી ગયા. પ્રધાન કહે-મહારાજા! આપે આ બાઈના છોકરાને ગોળીથી વીંધી નાખ્યો છે? હા, પ્રધાનજી, હરણને વીંધતા તેને તીર વાગ્યું છે. તે મરી ગયા છે. આ બાઈ તેને ન્યાય લેવા આવી છે. જે ન્યાય પ્રજાને માટે તે ન્યાય મારા માટે. પ્રજાને જે શિક્ષા તે મને શિક્ષા. આ શબ્દો સાંભળતા આખી સભાની આંખમાં આંસુ પડવા લાગ્યા. રાજા કહે ખરેખર હું ગુનેગાર છું. પ્રધાન ! તું કહે તે શિક્ષા લેવા તૈયાર છું. ફાંસીની કહે તો ફાંસી. આખી જિંદગીની જેલ કહે તે જેલ અને દેશનિકાલ કહે તો તે. તું કહે તે શિક્ષા સ્વીકારવા તૈયાર છું. ન્યાયમાં બે મત ન હેય. આખી સભા સ્થિર થઈ ગઈ. પ્રધાન તે બેનને કહે છે રાજા શિક્ષા માંગે છે. આ ત્રણમાંથી તું જે કહે તે સ્વીકારવા રાજા તૈયાર છે.
આ ન્યાય સાંભળી બેન સજજડ થઈ ગઈ. ખરેખર ન્યાય આનું નામ. રાજા બેનના ચરણમાં પડીને કહે છે કે તું કહે તે શિક્ષા ભોગવીશ. આ બાઈ રાજાના માથે હાથ મૂકીને કહે છે મેં મારો એક દીકરો ગુમાવ્યા છે પણ આજે મને બીજે દીકર મળી ગયો છે. દીકરાના બદલે જે દીકરો મળે તે હવે મારે ગુમાવ નથી. રાજા કહે મને મારા ગુનાની શિક્ષા ભેગવવા દે. રાજા! તમે શિક્ષા ભેગવવા તૈયાર થયા ત્યાં તમારી શિક્ષા થઈ ગઈ. હવે કઈ શિક્ષા આપવી નથી. મને ન્યાય મળી ગયે. આપ