________________
શારદા શિશમણિ ]
[ ૭૯ અંધારી રાતે ખીલા ઠેકાણ, બે પગ વચ્ચે ખીર રંધાણી,
એવા સમતાના ભંડાર પ્રભુ મારે તારા જેવું બનવું છે..... આવા સમતાના સાગર ભગવાને કોઈના દોષ ન જોયા પણ પિતાના કર્મોના દેવ જોયા. તમે કોના સંતાન છો? (તા–ભગવાન મહાવીરના) મારા મહાવીરના સંતાન આવા માયકાંગલા કે રતડીયા હોય ? ના...ના વીરના પુત્ર વીર હોય. શિવાજી
જ્યારે રાજસિંહાસને બેસતા ત્યારે માતા જીજાબાઈ પડદા પાછળ બેસતી. એક વાર શિવાજી સિંહાસને બેઠા છે, ત્યારે એક સૈનિક રૂપવંતી કન્યા લઈને ત્યાં આવ્યો. તેના મનમાં આનંદ છે, ઉમંગ છે કે આ સુંદર કન્યા રાજાને હરાવીને લઈ આવ્યો છું. તો શિવાજી તે લેશે અને મને કાંઈક બક્ષિસ આપશે. સેનિક રાજાના ચરણમાં ધરે છે. જીજાભાઈ વિચાર કરે છે કે મારા શિવાજી શું કરશે ? તેણે બધી વાત સાંભળી છે. કન્યાને અર્પણ કરે છે ત્યારે શિવાજી શું બોલે છે હે માતા ! તું સ્વરૂપવાન અને રૂપવાન છે. તારા પેટે હું જ હેત તો તારા જે થાત! આ શબ્દ સાંભળી માતાની છાતી ગજગજ ઉછળવા લાગી. ખરેખર! વીર માતાને પુત્ર વીર છે. કાયર નથી. સેવકને તો મટી આશા હતી પણ શિવાજીએ તે હે માતા! કહીને બોલાવી.
શ્રેણિક રાજા મારનારને કહે છે હું ત્રિલેકીનાથ મહાવીરનો સેવક છું. મને માર પડે, લેહીની ધાર વહે, લેહીના ખાબડા ભરાય છતાં મને દુઃખ નથી પણ આનંદ છે. કારણ કે મેં ભગવાન મહાવીરનું શરણું લીધું છે. જેના શરણા લઈએ એના જેવા થઈએ. તમે તેના શરણું લીધા છે? પત્નીના, પુત્રના, પૈસાના, પરિવારના ને ! (હસાહસ) અહીં અમારી પાસે ચાર શરણું સાંભળો તે તેમાં પણ સંસારના જે કાર્ય કરવા જતા હોય એની સફળતાની આશા હોય. કેટલી તમારી ભૂખ છે? શ્રેણિક રાજા કહે છે મેં ભગવાનનું શરણું લીધું છે પછી મને દુઃખ ક્યાંથી હોય? શરણું ગ્રહણ કર્યું મેં પ્રભુનું, હવે મને આધિ અને વ્યાધિ કે ઉપાધિ કઈ ચિંતા ના રહી (૨)
ચિંતા કને હોય? જેને ભગવાનનું શરણું નથી લીધું તેને લીધું છે તો એમાં તમય બન્યો નથી તેને. તમે પણ ભગવાનને શરણ લે છે ખરા પણ તમારા ભાવમાં સંસાર ભર્યો છે. હવે સંસારને રાગ છેડો. સંસાર તે કીચડ છે. સંસારના સુખે, વૈભવે, સંપત્તિ બધું કીચડ લાગશે ત્યારે તેમાંથી બહાર નીકળીને શાંતિ મેળવી શકશે. શ્રેણિકે કહ્યું છે ભાઈ! તું કોણિકને સેવક છે. એને પગારદાર માણસ છે એટલે મને મારતા તારા હાથે દુઃખે પણ હું ભગવાન મહાવીરનો સેવક છું. મેં એમનું શરણું લીધું છે. એટલે મને મારવા છતાં જીવનમાં મસ્તી છે. “તું માર મારતાં થાકે પણ હું માર ખાતા ય ન થાઉં.' છે આટલી શ્રદ્ધા તમારા જીવનમાં! આ વાત