________________
૭૮ ]
[ શારદા શિરેમણિ કઈ પર રાગ-દ્વેષ કે વિષમ ભાવ નહીં. કેવી અજબની સમતા, ત્યાં કેવી ખતવણી કરી. હે આત્મા! ધન્ય ઘડીને ધન્ય દિન છે. સત્તામાં પડેલા કમેં મારે આજે સામેથી ઉદયમાં આવ્યા છે. ઉદયમાં આવ્યા ન હોત તો મારા કર્મો કેવી રીતે ક્ષય થાત ? કર્મો ખપે નહિ તો ભવના ફેરા જાય નહિ. જન્મમરણ અટકે નહિ. કણિકનો તો મારા પર કેટલે ઉપકાર છે !
માર ખાતા ય મસ્તાન : આજે આપણી શી દશા છે? ઉદયમાં લાવવાને પ્રયત્ન તે કરતા નથી. ઉદયમાં આવતા પહેલા એને અટકાવવાના પ્રયત્નો કરીએ છીએ. માને કે શરદી થઈ તો તરત દવાખાને પહોંચી જશે. રખે ને મને તાવ ન આવે. તે માટે ઉપચાર કર્યા, પણ દર્દ આવે ત્યારે વિચાર કરો કે હે જીવ! તારા કેઈ પણ જન્મના કર્મો ઉદયમાં આવ્યા છે તે આનંદથી ભોગવી લે. તે તારા કરજમાંથી મુક્ત થઈશ. ઉપવાસ કર્યો ને ખૂબ વસમો લાગે છતાં જે સમભાવ રહે તે એ કર્મો ઉદીરણા દ્વારા ખપી ગયા. પણ સમભાવ રહે તે. શ્રેણિક રાજાને પૂર્વ જન્મનું કર્મ ઉદયમાં આવ્યું. તેથી પુત્ર આ રીતે કષ્ટ આપે છે છતાં સમભાવ! અપૂર્વ આનંદ! આત્માની મસ્તીમાં રહેતા હતા. ભગવંતે સમજાવેલું કર્મના ગણિતનું ચિંતન મગધરાજને આશ્વાસન આપતું હતું. રેજ હંટરના માર મારતા એ મારનારના હાથ દુઃખવા આવ્યા. હાથે કળતર થવા લાગ્યું. તે બેઠા બેઠા પિતાના હાથ દબાવે છે. હવે આ વાત બરાબર સાંભળજે. માત્ર કાનને રંજન નહિ કરતાં હૈયાને રંજન કરે. માર મારનાર સંત્રીની એ દશા જોઈને માર ખાતા મગધના નાથ ખડખડાટ હસવા લાગ્યા. કારાવાસની પથ્થરની દિવાલમાં એ અટ્ટહાસના પડઘા પડ્યા. મગધરાજ માર ખાતા હતા તેય મસ્તાન હતા. તેમની નજર મારનાર પર પડી. તેમણે કહ્યું-અરે ભાઈ! મને મારતા તારા હાથ દુઃખવા આવ્યા ને ! મહારાજા ! તમને મારતા મારા હાથ દુખે છે, કળતર થાય છે અને તમને મારું છું ત્યારે તમારા શરીરમાંથી લોહીની ધાર થાય છે, છતાં તમારા મુખ પર આનંદ કેમ છે? આટલી મસ્તી કેમ છે? ભાઈ! તારી તાકાત કેટલી અને મારી તાકાત કેટલી ? સાંભળ. તું તેનો સેવક છે? અને હું કોને સેવક છું ? ગમે તેમ તેમ તું નાનકડા મગધના નાથ અજાતશત્રુ કેણિકનો સેવક છે. અને હું! ત્રણ લોકના નાથ તીર્થકર પરમાત્મા દેવાધિદેવ મહાવીર પ્રભુને સેવક છું. મારા ભગવાને મને સમજાવ્યું છે કે એકને એક બે જેવી વાત છે કે જેવું વાવશે તેવું લણવાનું છે. કેઈ પણ ભવમાં બાંધેલા કર્મો વ્યાજ સહિત ભોગવવા પડે છે તેમાં છટકબારી નથી. મારા મહાવીર કેવા બળવાન હતા! છદ્મસ્થ અવસ્થામાં ભરવાડે તેમના કાનમાં ખીલા માર્યા. સંગમે છે છ મહિના સુધી ભયંકર ઉપસર્ગો આપ્યા. તે સમયે ભગવાનની તે એટલી તાકાત હતી કે તેઓ ધારત તે મારનારના ચૂરેચૂરા કરી શક્ત. જેમણે એક અંગુઠે મેરૂ પર્વત ડેલાવ્યો તે તેમનું બળ કેટલું અજોડ હશે! તેમની શક્તિ તે અથાગ હતી. તે મારનારને શક્તિનો પર બતાવી શકત પણ તેમણે પિતાની શક્તિને ઉપયોગ કર્મ અપાવવામાં કયે પણ કોઈને દુઃખ દેવામાં ન કર્યો. સમતાભાવથી કર્મો ખપાવ્યા.