________________
[ શારદા શિરોમણિ
(મોટા) ભવન, શયન, આસન, યાન (ગાડી) વાહન (ઘડા) વગેરેથી યુક્ત હતા, ઘણા ધન (ગણિમ-રૂપિયા-પૈસા) વાળા, ઘણા રૂપાવાળે, ઘણા સનાવાળો તથા નીતિયુક્ત વેપારથી ધન કમાનારે હતે. આ આનંદ ગાથાપતિ જમ્યા ત્યારથી જૈન નહોતા. પણ ભગવાન મહાવીર સ્વામી મળ્યા પછી શ્રાવક બન્યા છે. જેમ શ્રેણિક રાજા પહેલા જૈન ધમી ન હતા પણ બૌદ્ધ ધમી હતા. જૈન ધર્મની ઠેકડી ઉડાવતા હતા એવા અનાડી હતા, પણ સતી ચેલણાના સંગથી ભગવાન મહાવીર જેવા ગુરૂ મળી ગયા. ભગવાનનો ભેટો થયા પછી સાચું સમજાણું. સમજ્યા તો એવું સમજ્યા કે પ્રાણુ સાટે ધર્મ પાળતા. કસોટી આવી હશે ત્યારે પ્રાણને હોડમાં મૂક્યા પણ ધર્મને હોડમાં ન મૂક્યો. તમે બધા બૌદ્ધ ધમી તો નથી ને ? કેટલા વર્ષોથી જૈન ધર્મ પાળે છે, છતાં શ્રદ્ધા થઈ છે? જૈન ધર્મની શ્રદ્ધા છે પણ ડોલતી ધજા જેવી છે. શ્રેણિક રાજા ભગવાનના સમાગમથી સમક્તિ પામી ગયા. સમક્તિની લહેજત, એનો આનંદ કોઈ એર છે. સમક્તિ શું ચીજ છે? હું તો માનું છું કે છ ખંડના ભક્તા ચક્રવતી ચક્રવતીપણામાં જે સુખ આનંદ નથી મેળવતા તેનાથી અધિક આનંદ સમક્તિને હેય છે. એક તરફ સમક્તિનો લાભ થતો હોય અને બીજી તરફ રાજ્ય મળતું હોય, તો રાજયના લાભ કરતાં સમ્યક્ત્વને લાભ શ્રેષ્ઠ છે, કારણ કે રાજ્ય તે અલ્પ પરિમિત કાળ માટે છે, અને સમક્તિનો લાભ થતાં તે જીવ અક્ષય મા સુખને પામે છે. જે રીતે નગરની શોભા દરવાજાથી છે, અને વૃક્ષની સ્થિરતા મૂળથી છે તેમ જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્યની શોભા સમ્યગ દર્શનથી છે.
સમક્તિની વાતો સાંભળીએ ત્યારે મનમાં થાય કે સમક્તિની શક્તિ, તાકાત કેટલી? તેનું જેમ-બળ કેટલું? સમકિત આત્મા જે આનંદ અનુભવતો હોય છે તે આનંદ સંપત્તિવાન નથી અનુભવતે, કારણ કે તેની તૃષ્ણની આગ બુઝાતી નથી. સમક્તીને સંસાર સ્વર્ગ જે બને છે. તેના ભવનો છેડે નીકળે છે. દુખમાંથી સુખ શેધવાની કળા એનામાં આવી જાય છે. સુખમાંથી સુખ તે બધા શોધે છે. તમારા માટે વિચાર કરીએ તો લાગે છે કે તમે સુખમાં પણ સુખ ભોગવી શક્તા નથી. તમારા ઘેર ગાડી હોય, બંગલા હોય, ઘાટી, રઈયા, નૌકરર્ચાકર હોય છતાં મનમાં બળાપો હોય. સુખ હોવા છતાં વધુ મેળવવાની આશામાં સુખ ભોગવી શકતા નથી, પછી દુઃખમાં સુખ માનવાની વાત જ ક્યાં ! મિથ્યાત્વ જાય એટલે સમક્તિ આવે. અંધારું જાય એટલે પ્રકાશ આવવાનો છે, તેમ મિથ્યાવરૂપ અંધકાર ગયે એટલે સમ્યક્ત્વની પ્રકાશ આવવાનો છે. ભગવાને કર્મબંધનના પાંચ કારણે બતાવ્યા. મિથ્યાત્વ, અવિરતી, પ્રમાદ, કષાય, અશુભયેગ. મિથ્યાત્વ ગયું પણ હજુ અવિરતી ઉભી છે. કંઈક જ બોલે છે અમને સમક્તિની પ્રાપ્તિ થઈ ગઈ છે. હવે અમારે વ્રત પચ્ચખાણની જરૂર નથી. તો ભગવાને “અવિરતિ” શબ્દ શા માટે આપ્યો? જે માત્ર સમક્તિથીની મોક્ષની પ્રાપ્તિ થઈ જતી હોત તો અનુત્તર વિમાનના દે જે એકાંત સમકિત છે તે તમારા કરતાં મોક્ષની નજીક