________________
શારદા શિરેમણિ ]
[ ૭૭ છે તે મોક્ષ જઈ શકત, પણ એવું થતું નથી. તે દેવને પણ મનુષ્યભવમાં આવીને વિરતિપણાને અંગીકાર કરવું પડે છે. તેમણે મિથ્યાત્વની જડને ઉખેડી નાંખી છે પણ હજી અવિરતિ ઊભી છે અવિરતિ પણ કાંઈ જેવી તેવી નથી. અવિરતિ જીવને સંસારમાં રખડાવે છે. જ્યાં સુધી વિરતિમાં નહિ આવે ત્યાં સુધી આશ્રવને પ્રવાહ તે ચાલુ રહેવાનો છે. કેઈ માણસ રોજ ૧૦ રૂપિયાનું કરજ કરતો જાય તો દિવસો અને મહિનાઓ જતાં દેવું કેટલું બધું વધી જશે ? તેમ અવિરતિનું દેવું જેવું તેવું નથી. સૌ પ્રથમ મિથ્યાત્વની જડને દૂર કરી સમક્તિ પામવાની જરૂર છે.
સમ્યકત્વનો અર્થ છે નિર્મળ દષ્ટિ, સાચી શ્રદ્ધા અને સાચું લક્ષ્ય. સમ્યકત્વ એ મુક્તિ મહેલનું પ્રથમ સોપાન છે.
तम्हा कम्मा बी जेउमणो दसणम्भि पजइज्जा ।
दसणावओ हि सफलाणि हुंति तवनाण चरणाई ।। કર્મ રૂપી સેનાને જીતવાની ઇચ્છા રાખતા આત્માએ સમ્યફ દર્શનમાં પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે સમક્તિ વિના અનંત કર્મોની નિર્જરા થઈ શકતી નથી. સમક્તિ સહિત કરેલા તપ, જ્ઞાન, ચારિત્ર સફળ થાય છે, માટે સમ્યકત્વને માટે પ્રયત્ન કરવો જોઈએ. સમક્તિ પામ્યા પછી આત્મામાં બળ, તાકાત, પરાક્રમ કેવું આવે છે! પૂર્વના કર્મોદયથી કેણિક રાજાએ પોતાના પિતા શ્રેણિક રાજાને જેલમાં પૂર્યા. તમે થોડા અસ્વસ્થ થયા. તમારો દીકરો કે કોઈ સંભાળ લેતું નથી તો તમને શું થશે? ( શ્રેતાઅરે, ખેદ થઈ જાય.) દુઃખ થાય. ખેદ કે દુઃખ શા માટે થયું? આત્માએ સ્વ તરફ દષ્ટિ કરી નથી. કર્મની ફિલસફી સમજ્યા નથી. જે કર્મનું સ્વરૂપ સમજ્યા હશો તો કર્મનું ખાતું જુદું પાડશે, પછી દુઃખ કે ખેદ થશે નહિ, શ્રેણિક રાજાને કેદમાં પૂર્યા એટલે હદ આવી ગઈ. આજે કંઈક સંતાન એવા જોવા મળે છે કે બાપની મિલકત પચાવીને બેઠા હોય પણ ઘરડા માબાપને ખાવા આપતા ન હોય અને છેવટે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. દીકરાને પોતાની પત્ની, બાળકનું પૂરું થાય છે, અને માબાપનું પૂરું થતું નથી. આ થવામાં દીકરાને દોષ નહિ પણ કર્મને દોષ. દીકરાને માબાપ પર આવું વર્તન કરવાની બુદ્ધિ સૂઝે નહિ અને સૂઝી તે કર્મને દોષ. કેણિકે તા. પિતાને જેલમાં પૂર્યા. તમારા સંતાને જેલમાં તો ન પૂરાવે પણ કદાચ એ પ્રસંગ બની જાય તે બાપને ગુનેગાર ઠરાવી જેલમાં પૂરાવે છતાં શ્રેણિકની જેમ ઉઘાડા બરડે મીઠાના પાણી છાંટીને ચાબખાના માર તો નહિ પડે ને !
દુઃખમાં પણ સુખ માનનાર રાજા શ્રેણિક - શ્રેણિક રાજાને જેલમાં પુરાવી ખુલ્લા બરડે મીઠાના પાણી છાંટી રેજ ૫૦૦ ચાબૂકના માર મરાવે. તેમાં પણ લંગડી પગે એટલે એક પગ અદ્ધર અને એક પગ નીચે ઊભા રહેવાનું. જે પગ ભેંય પછી જાય તે ફરી એકડે એકથી ચાબખાના માર ખાવાના. છતાં કષાયનું નામનિશાન નહિ.