________________
શારદા શિરેમણિ ]
| ૭૩
મારા સસરાએ ઉપવાસ કર્યા છે. મારા સસરાએ મને બધી સ્વતંત્રતા, સત્તા સોંપી દીધી પણ મેં મારા તન, મન પર અંકુશ ન રાખ્યો. એટલે કુળને કલંક્તિ કરે એવા વિચાર મારા મનમાં આવ્યા. ધિક્કાર છે મને! મને તપના અંકુશની તાલીમ આપવાને માટે સસરાજીને પાંચ ઉપવાસ કરવાનું કષ્ટ ઉઠાવવું પડ્યું ને ! હવે સવાર થતાં મારું પાપ તેમની પાસે પ્રગટ કરી દઈશ, અને મારા અપરાધની માફી માગી લઈશ. હવે કાલે તો તેમને ઉપવાસ નહિ કરવા દઉં. સારા ખોટા વિચારોનું પ્રતિબિંબ પડ્યા વગર રહેતું નથી. વહુનું બેલવું, ચાલવું જોઈને શેઠ સમજી ગયા કે તેની દૃષ્ટિમાં ફરક છે. છઠ્ઠા દિવસે સવારે કહે છે વહુ બેટા! આજે હું પારણું કરીશ. પારણું કર્યા બાદ યુવાન રસોઈયાને બોલાવી લાવીશ. બાપુજી! હવે યુવાન રસોઈયો નથી જોઈતો. સસરાજીના પગમાં પડીને ચોધાર આંસુએ રડી. ધિક્કાર છે મને હજારો વાર. આપે મને કરોડોની સંપત્તિની મિલ્કતની ચાવીના ગૂડા દઈ દીધા. તમે તમારા જીવનને વિચાર નથી કર્યો કે મારું શું થશે? છતાં આ દુષ્ટા, અભાગણીએ આવા કુળને કલંક્તિ કરે તેવા વિચારો કર્યા! આપ મારા દુષ્ટ ભાવને સમજી ગયા અને સાચા ગારૂડી બનીને મારા ઝેર ઉતાર્યા છે. મારા માટે જ આપને પાંચ પાંચ ઉપવાસ કરવા પડયા. સસરાને ધર્મપિતા માનીને પિતાનું પાપ તેમની પાસે પ્રકાશી દીધું.
દિલને પશ્ચાતાપ હશે તો પાપોને બાળી દેશે, અગ્નિ પરીક્ષા દઈ અંતર શુદ્ધ બનાવી દેશે.
ભૂલ સમજતા વાર ન લાગી, રસ્તે આવી જાય છે...પાપ બધાથી થાય છે. ભૂલને પાત્ર તો સૌ કેઈ છે. માનવ ભૂલ કરે, પાપ કરે પણ પાપાનો જે પશ્ચાતાપ થાય, સાચો કરાર કરીએ તો પાપ ધોવાયા વિના રહે નહિ. પુત્રવધૂએ પિતાના પાપનો કરાર કરી લીધો, ત્યારે સસરાજી કહે બેટા ! એમાં સૌથી પહેલી ભૂલ તો મારી છે. એ તમને સત્તા, સંપત્તિ બધું સોંપી દીધું ત્યારે આપને તપ કરવાનું કહ્યું હોત તે આપ જરૂર કરત. તમે ના ન પાડત. તમે તો અજ્ઞાન હતા મારી ભૂલ માટે મને ક્ષમા કરો. બાપુજી ! મારે ક્ષમા આપવાની ન હોય. આ સસરાએ સ્વદોષ જોયા પણ પરાયા દોષ ન જોયા. જ્યાં સુધી પરના દોષ જેશું ત્યાં સુધી માર્ગાનુસારી પણ બની શકીશું નહિ. વહુએ જિંદગી સુધી ઉપવાસ, આયંબીલ આદિ તપ ચાલુ રાખ્યો. શેઠે સ્વદેષ જોયા તે વહ સુધરી ગઈ, કહેવાનો આશય એ છે કે તપ માનવીના ઝેરી વિચારોને દૂર કરે છે. જીવનને ઉજજવળ બનાવે છે. વિકારોને જીતવા માટે રસવંતા ભેજનનો ત્યાગ કરો. વિકાર પર વિજય મેળવવાને આ ભવ છે અને દિવસો પણ આવી રહ્યા છે. ધૂપસળી સળગીને બીજાને સુગંધ આપે છે. તપ રૂપી ધૂપસળી સારા વાતાવરણને સુગંધિત કરે છે. વધુ ભાવ અવસરે.