________________
શારદા શિરમણિ ] દીકરાએ નાના દીકરાનું સગપણ કર્યું ત્યારે એવું ન માનશે કે ઘરમાં મને કોઈ પૂછતા નથી. મારી તે કઈ કિંમત નથી. મને પૂછયા વિના કર્યું? ત્યાં માનજે કે સારું થયું કે હું ઉપાશ્રયમાં હતો. વ્રતમાં હતો તે અનુમોદનાના પાપથી બચી ગયો.
કે મારેલો ભયંકર ફટકે ? સારી કન્યા ઘરમાં આવી એટલે શેઠને થયું કે મારા માથેથી ઘરની જવાબદારી ઓછી થઈ બધા આનંદથી રહે છે. આ છોકરી પિતાના સસરાને પણ સારી રીતે સાચવે છે શેઠ પણ તેને દીકરીની જેમ રાખે છે. પણ કહેવત છે ને “ન જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થવાનું છે.” આવતી કાલ કેવી ઉગશે એ આપણને ક્યાં ખબર છે? રાજગાદીના મનેર સેવતા રામચંદ્રજીને શું ખબર હતી કે કાલ સવારે અને રાજ્યને બદલે વનમાં જવાનું મળશે? આપ બધા પણ આ વાક્ય તે ઘણી વાર બોલે છે ને માને છે તે હવે ધર્મમાં વાયદા રખાય ખરા? કાળ કેઈની રાહ જોતો નથી, માટે વાયદા પાપકામમાં કરે. ધર્મમાં ન કરે. જે સમયે ધર્મ આરાધના કરવાના, તપ કરવાના ઉત્કૃષ્ટ ભાવ આવે ત્યારે કરી લેજે. ઉત્કૃષ્ટ ભાવે કરવાથી કર્મોના ભુક્કા થઈ જશે. અહીં શેઠ, દીકરો, વહુ બધા શાંતિથી રહેતા હતા. તેમાં અચાનક દીકરાને પેટને ભયંકર દુઃખાવો ઉપડયો. અને ઘડી બે ઘડીમાં કહૈયાકુંવર જેવો યુવાન દીકરો બધાને છેડીને ફાની દુનિયામાંથી ચાલ્યો ગયો. અહાહાહા... કેવું દુઃખ આવું! છોકરાને તેની મા તો નાનો હતો ત્યારે મૂકીને ચાલી ગઈ હતી. આ શેઠે માતાની જેમ વાત્સલ્ય, સનેહ આપીને નેકરની સહાયથી ઉછે. તેમણે મનમાં આશાના મિનારા કેટલા બાંધ્યા હશે? બધા મનોરથો ધૂળમાં મળી ગયા. હજુ દીક કુવારે મરી ગયા હતા તે આઘાત એ છે લાગત પણ આ તો પાછળ રૂપ રૂપના અંબાર જેવી પુત્રવધૂને ઘરમાં સાચવવાની. સાસુજી છે નહિ એટલે કેટલું કઠીન કહેવાય. તે સમયે આજના જે જમાન ન હતું. કે ફરીને લગ્ન કરી લે. એને તે જિંદગીભર બ્રહ્મચર્ય પાળવાનું. શેઠને ખૂબ આઘાત છે. ધાર આંસુએ રડે છે ઝૂરે છે, પછી મનમાં વિચાર કર્યો હે જીવ! તારા કરેલા કર્મો તારે ભોગવવાના છે. તે કેઈને ત્યાંથી પૈસા પડાવ્યા હશે, તેનું લૂટ્યું હશે, કેઈની થાપણ ઓળવી હશે તે થાપણુમાં આ કન્યા મૂકીને ગયો. પત્નીને તો આઘાતનું પૂછવું જ શું ! સંસારમાં પત્નીને મન પતિ એ પિતાનું સર્વસ્વ છે. શેઠે વિચાર કર્યો કે આ યુવાન પુત્રવધુ છે. એને હવે મારે સાચવવાની છે. એને ઓછું આવે નહિ, અને સાસરા કે પિયર પક્ષમાં કલંક લાગે નહિ એ રીતે રાખવાની છે. સસરા ખૂબ ગંભીર અને વિશાળ દિલના હતા. અમારી બેનને સીતા જેવી વહુ જોઈએ છે તે તેમને કૌશલ્યા જેવું બનવું પડશે. કૌશલ્યા જેવા સામુ જોઈએ છે તો વહુને પણ સીતા જેવું બનવું પડશે.
બિચારી છોકરીનું ભાગ્ય ફુટ્યું કે તેના ભાગ્યમાં પતિનું મુખ નહિ હોય. તેના દિલમાં તો જમ્બર આઘાત છે. આધાતને શાંત કરવા તે થોડા દિવસો માટે પિયર ગઈ.