________________
શારદા શિરેમણિ ]
[ ૬૭ સ્વામીના રોમરોમમાં આનંદની ઊર્મિઓ ઉછળી રહી છે. તે વાણિજ્ય નગરમાં આનંદ નામે ગાથાપતિ હતા. તેમને ત્યાં પશુધન હતું. ખેતીવાડી અને વહેપાર આદિ કર્યો કરતા હતા એટલે ગાથાપતિ કહેવામાં આવ્યું છે. આનંદ ગાથાપતિ ભાગ્યવાન અને પુણ્યવાન છે. તે જમ્યા ત્યારથી સંપત્તિના ટેકરે બેઠેલા છે. જે જીવેને પાપનો ઉદય હોય તે જમે ત્યારે રહેવા માટે ઘર પણ સારું હોતું નથી. નોકરી કરીને જીવન ચલાવતા હોય છે. પુણ્યને ઉદય થતાં નોકરીમાંથી ભાગીદારી થઈ. તેમાં સારું કમાયા. ઝુંપડીમાંથી બંગલા વસાવી દીધા. તેમને ત્યાં પુત્રને જન્મ થાય ત્યારે એ સુખની શસ્યામાં રમતો હોય છે, કારણ કે એ જીવ પૂર્વે પુણ્ય કરીને આવ્યો છે, એટલે એને દુઃખ જોવાનું નથી. બાપદાદાની અઢળક સંપત્તિ છે. વિપુલ વૈભવો છે ત્યાં આનંદનો જન્મ થયો. જન્મ થતાંની સાથે કઈ કમીના નહોતી. સિદ્ધાંતમાં ઘણી જગ્યાએ શ્રાવકેની, ચક્રવર્તીની કે રાજા મહારાજાની રિદ્ધિ-સિદ્ધિ અને તેમના વૈભવના વર્ણન આવે છે. તેમને ત્યાં આટલી સંપત્તિ હતી. આ વાત શાસામાં શા માટે આપી હશે? તે શાસ્ત્રકાર સમજાવે છે કે આ સંપત્તિ વિનશ્વર, ક્ષણભંગુર અને દુઃખદાયક છે. જે મહાપુરૂષે થઈ ગયા તેમને લાગ્યું કે આ સુખમાં ખૂચી જવું–મસ્ત બનવું એ તો દુઃખને આમંત્રણ આપવા જેવું છે. તેમાં કશું જેટલા સુખની પાછળ ટન જેટલા દુઃખ ઊભા છે. જે આ સુખમાં આત્માનું સાચું સુખ આપવાની તાકાત હોત તો તીર્થકર, ચકવતી જેવા પણ આ વૈભવનો ત્યાગ ન કરત. આ સુખનો રાગ આત્માના બાગમાં આગ લગાડે છે. જ્યારે ત્યાગને રાગ આત્મબાગને લીલાછમ બનાવે છે. સંપત્તિનો રાગ કર્મબંધક છે જ્યારે ત્યાગ માર્ગને રાગ કર્મબંધને તેડાવનાર છે, ધન વૈભવ રૂપ પરિગ્રહ પિતાપુત્રના પ્રેમ તોડાવે છે. સ્વજનોના સનેહને ભૂલાવે છે અને દુર્ગતિમાં રખડાવે છે માટે એવી અનર્થકારી સંપત્તિનો મોહ છોડીને આત્માથી સાધકે વિરતીની વાટે નીકળી ગયા. રિદ્ધિનું વર્ણન કર્યું છે તેમાં આપણે એ સમજવાનું કે આવા વૈભવોમાં, રિદ્ધિ સિદ્ધિમાં જે સુખ હેત તો તેઓ તેનો ત્યાગ કરીને પ્રભુના પાવનકારી સંયમ માર્ગે પ્રયાણ ન કરત, માટે તેમાં સુખ નથી–નથી ને નથી. સુખ છે સંયમના સરોવરમાં.
આનંદ ગાથાપતિ સંપત્તિવાન અને ઋદ્ધિવાન છે. તેમને ક્ષેત્ર, ખેતર, બગીચા, મહેલ, સોનું, ચાંદી, દાસ-દાસી, પશુધન, મિત્રજનો, ઉચ્ચગોત્ર જ્ઞાતિજને અને સુંદર નિરોગી શરીર આ દશ પ્રકારના સુખોની પ્રાપ્તિ થઈ છે. પુણ્યાનુબંધી પુણ્યવાળી સંપત્તિ મળી છે. આ પુણ્યવાળી સંપત્તિ મળી હોય તો તે સંપત્તિ તેને સંસારના કીચડમાં ફસાવી ન દે. તેમાં ખૂંચવી ન રાખે. મોહની વિટંબણામાં મૂંઝાવા ન દે. અભિમાનના શિખરે ચઢાવી ન દે પણ આંબા પર જેમ કેરી આવે તેમ આંબો નમતો જાય, ગરમી પડે ત્યારે ખટાશને છોડીને મીઠાશ પકડે તેમ પુણ્યાનુબંધી પુણ્યવાળા જીવો જેમ જેમ લક્ષ્મી વધતી જાય તેમ તેમ આંબાની માફક નમતા જાય. તેના જીવનમાં નમ્રતા આવે, સરળતા આવે, ધર્મ કરવાની ભાવના વધતી જાય. જ્યાં પાપાનુબંધી પુણ્યવાળી લક્ષ્મી છે એવા