________________
૬૬]
[ શારદા શિરેમણિ બીજે કયો સારે ભવ આરાધના કરવા મળશે? આ ભવમાં ઉત્તમ, ક્ષમા, કૌત્રી આદિ ભાવો નહિ કેળવો તો પછી એ ક્યારે કેળવશે? વીતરાગ પદને પ્રાપ્ત કરવાની લગની લાગી છે? જે વીતરાગ બનવું છે તે અંતરમાંથી ક્રોધાદિને કાવ્યા વિના અને ક્ષમા, દયા, સમતા આદિ ગુણેથી જીવન શણગાર્યા વિના કેવી રીતે તે બની શકશે? ભાલ પ્રદેશની રસાળ ભૂમિ જેવું માનવક્ષેત્ર, બુદ્ધિક્ષેત્ર મળ્યું છે. આ ભૂમિમાં ઘઉં', કપાસ, ડાંગર જેવા અનાસક્તિ, નિર્લોભતા, સહિષ્ણુતા, ક્ષમા આદિનું વાવેતર નહિ કરે તે શું ઉખર ભૂમિ જેવા પશુ તથા કીડા મંકડાના ક્ષેત્રમાં કરશે? ક્ષમાદિ ગુણના વાવેતર માટે આ ભવનું બુદ્ધિક્ષેત્ર રસાળ છે. આ બુદ્ધિક્ષેત્રમાં કચરા, ભૂસા ભરવા હોય તો ભરી શકાય છે, અને સાથે માલ ભર હોય તો તેમાં કોઈ અટકાવતું નથી, માટે બુદ્ધિ ક્ષેત્ર સુંદર મળ્યું છે તો એમાં કોધાદિ કષાયના દુર્ગધમય બીજ નહીં રોપતા, સમતા, ક્ષમાના સ્વચ્છ બીજ રોપો. જેથી ભવિષ્યમાં આ બુદ્ધિક્ષેત્રમાં એ સમતાની, ક્ષમાની મોટી વડવાઈ એ તૈયાર થશે. નહિતર કોધાદિની વડવાઈએ ઉગી નીકળશે પછી એ સહન કરવું ખૂબ કષ્ટમય બની જશે.
આપણા ચાલુ અધિકારમાં જંબુસ્વામી ખૂબ જિજ્ઞાસુ, ચાતક પક્ષીની જેમ અધીરા બનીને વિનયપૂર્વક સુધર્માસ્વામીને પૂછી રહ્યા છે. આપ મને સાતમાં અંગના ભાવ સંભળાવે. જ્ઞાન પચે કોને? જેનામાં વિનય હોય તેને, વિનય એ ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે.
एवं धम्मस्स विणओ, मूलं परमो से मुक्खो।
નેઇ વિર સુઇ શિ, નીરં રામજી | દશ. અ. ૯ ઉ. ૨.ગા. ૨ વૃક્ષના મૂળમાંથી ઔધ થડ ઉત્પન્ન થાય છે પછી એમાંથી શાખા, પ્રશાખાઓ, એટલે નાની નાની ડાળીઓ ઉત્પન્ન થાય છે. તેમાંથી પાંદડા નીકળે છે, ત્યાર પછી ફળ ફૂલ, અને રસ ઉત્પન્ન થાય છે. આ રીતે ધર્મરૂપી વૃક્ષનું મૂળ વિનય છે. તેનું અંતિમ સંસ્કૃષ્ટ ફળ મોક્ષ છે. વિનય રૂપી મૂળ દ્વારા વિનીત શિષ્ય આલેકમાં કીતિ અને દ્વાદશાંગ રૂપ શ્રતજ્ઞાનને પ્રાપ્ત કરે છે જેથી તે પ્રશંસાને પાત્ર બને છે. છેવટે તે મોક્ષને પ્રાપ્ત કરી લે છે. લૌકિક વિદ્યા પ્રાપ્ત કરવી હોય તે પણ રાજકુમાર આદિ ગુરૂની વિનયભક્તિ કરે છે તે પછી જે મુનિ આગમના ગૂઢ તના જિજ્ઞાસુ છે તથા મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા છે તેમનું તે કહેવું જ શું ! તેમણે તો ગુરૂદેવની વિનયભક્તિ વિશેષ રૂપથી કરવી જોઈએ. સંસારમાં પણ જે સ્ત્રીપુરૂષ વિનીત હોય છે. તેઓ સમૃદ્ધિને, પ્રેમને, કીતિને પ્રાપ્ત કરે છે. દુશમનો પણ તેના ચરણોમાં મૂકી જાય છે. વિનયવંત શિષ્ય જ્યાં જાય ત્યાં આદર સત્કારને પાત્ર બને છે. દરેકનો પ્રેમ સંપાદન કરી શકે છે. જેના જીવનમાં વિનય હોય છે તે આલેકમાં મહાન સુખી બને છે, અને પરલોકમાં મહાન રિદ્ધિવાળા દેવ બને છે.
જંબુસ્વામી સુધર્માસ્વામીને વિનયપૂર્વક પૂછી રહ્યા છે, અને સુધર્માસ્વામી તેમને ઉપાસક દશાંગના પહેલા અધ્યયનના ભાવ સમજાવી રહ્યા છે. એ ભાવ સાંભળતાં જબુ