________________
૬૪ !
[ શારદા શિરેમણિ ત્યારે હું પાંચ વર્ષને હતો છતાં પિતાએ મને છ વર્ષને કહ્યો અને સ્કૂલમાં દાખલ કર્યો. ત્યારની આ એક ઉંમર. જ્યારે ટ્રેઈનમાં મુસાફરી કરતો હતો ત્યારે હું ચૌદ વર્ષને હતો છતાં મને ૧૧ વર્ષને બનાવી દીધું. શાથી? અડધી ટિકિટમાં જવાય માટે. અડધી ટિકિટના પૈસા ઓછા આપવા પડે. તે મારી બીજી ઉંમર અને અત્યારે હું જેટલા વર્ષને છું તે મારી સાચી ઉંમર. તમે ત્રણ ઉંમરમાંથી કઈ ઉંમર પૂછે છે? આ સાંભળી મહેમાન તો છઠ્ઠ થઈ ગયા. છોકરાને એક વર્ષ સ્કૂલમાં મેડો બેસાડયો હોત તો કોઈ વાંધો આવત? ના. પાયામાં જ ખોટું બોલવાના સંસ્કાર પડે. ગાડીમાં પૈસાના લેભે અસત્ય બોલ્યાને ! વળી કહો કે સમય આવે અસત્ય બેલાય. તમે કેટલા પાપના ભાગીદાર થાય છે. અહીં તમારો બચાવ થશે પણ કર્મરાજા આગળ તમારો બચાવ નહિ થાય. ત્યાં તે તે કર્મ વ્યાજ સહિત ભેગવવું પડશે, માટે કર્મ બાંધતા ખૂબ વિચાર કરે. વધુ ભાવ અવસરે. અષાડ વદ ૭ને મંગળવાર : વ્યાખ્યાન નં. ૮
: તા. ૯-૭-૮૫ શાસનના શણગાર, અવનીના અણુગાર, દર્શનના દિવાકર એવા જિનેશ્વર ભગવંતના મુખમાંથી ઝરેલી વાણી તેનું નામ જિનવાણી. આ જિનવાણી જનમાંથી જિન બનાવે છે, આત્મામાંથી પરમાત્મા અને જીવમાંથી શિવ બનાવે છે. ભગવાન ફરમાવે છે કે આ સંસારમાં નાના મોટા દરેક કઈને કઈ સંજ્ઞાથી વ્યાપ્ત છે. ચારે ગતિના જીવને ચાર સંજ્ઞા હોય છે પણ ચાર સંજ્ઞામાંથી એકની પ્રધાનતા હોય છે તે બીજી ગૌણ હોય છે. નારકીના જીને ભય સંજ્ઞા વધારે. નારકીના જેને દશ પ્રકારની અનંતી વેદના ઠાણુગ સૂત્રમાં બતાવી છે.
__सीयं उसिणं, खुहं, पिवासं, कंडु, परज्झ भयं सोगं, जरं व्याहिं ।
અનંતી ઠંડી, અનંતી ગરમી, અનંતી સુધા, અનંતી તૃષા, અનંતી ખરજ, અનંતુ પરવશપણું, અનંત ભય, અનતિ શેક, અનંતો જવર, વ્યાધિ.
આ દશ પ્રકારની વેદનામાં અનંત ભય પણ બતાવ્યો છે. ત્રણ ગતિ કરતાં નારકીના જેને ભયસંજ્ઞા વધારે હોય છે તિર્યામાં આહાર સંજ્ઞા વધારે. મનુષ્યમાં મૈથુન સંજ્ઞા વધારે અને દેવામાં પરિગ્રહસંજ્ઞા વધારે છે. આ સંજ્ઞાઓ પાછળ પાપાચરણ કેવા થાય છે? અરે, જીવનભર જોખમ હોય તો પણ પાપમય આચરણ નહિ છેડે અને મરણને શરણ થાય છે. શરીર પર મચ્છર બેઠો તેને ઉડાડ ઉડાડ કરીએ તે પણ તે શરીર પર આવીને કરડયા કરશે. એમાં હાથની ઝાપટ વાગી જાય તો શું થાય? તેનું જીવન ખતમ થઈ જાય. ઘરમાં માંકડ ખૂબ થયા છે. રાત્રે સૂતા સૂતા પડખા ફરતાં એ દબાણમાં આવી જાય તે કંઈક વાર મરી જાય છે. તેને પોતાના જીવન પર જોખમ હોવા છતાં અજ્ઞાનતાના કારણે એને ભાન નથી અને આહાર સંજ્ઞાની વડવાઈ એવી ઊગી છે કે એના કારણે એ માણસનું લેહી પીવામાં મસ્ત બને છે. એ મસ્તીમાં મારું શું થશે. એને એને ખ્યાલ